આ છે ટુજી કૌભાંડ?…..સમજીલો…જજે શું કહીને આરોપીઓને છોડી મુક્યા?

    ૨૨-ડિસેમ્બર-૨૦૧૭

 
 
આઝાદ ભારતમાં આજે લોકો 4G વાપરતા થઈ ગયા છે પણ આજે 2G ની વાત થઈ રહી છે. જે કૌભાંડના કારણે વિશ્વમાં ભારતની બદનામી થઈ, આખી સરકાર પડી ગઈ તે કૌભાંડનું પરિણામ આજે આવ્યું છે કે આ બધું થયુ જ નથી. અને થયું છે તો કોઈ સબુત નથી…આવો જાણીએ આ આખી વાત શું હતી…
આ છે ટુજી કૌભાંડ…..સમજીલો…
# આ કેસ ૨૦૦૧૭/૦૮ નો છે જે 2G સ્પેક્ટ્રમની વહેચણીમા થયેલી ગડબડ સાથે જોડાયેલ છે.
 
# 2G સ્પેક્ટ્રમના ૧૨૨ લાઈસન્સના વેચાણ માટે વિવાદ થયો છે. આરોપ હતો કે ટેલિકોમ કંપનીઓ પાસેથી લાંચ લઈબે તેમને ફાયદો કરાવી આપવામાં આવ્યો જેનું નુકશાન સરકારી ખજાનાને ભોગવવું પડ્યું
 
# CAG ના વિનોદ રાયે પોતાના રીપોર્ટ્માં જણાવ્યું કે આ ગડબડના કારણૅ સરકારી ખજાનાને ૧.૭૬ લાખ કરોડનું નુકશાન થયુ.
  
# CAG ના રીપોર્ટ બાદ સીબીઆઈએ ૧૭ આરોપીઓ વિરુધ્ધ કેસ નોધ્યો…
 
# સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં નોધ્યું કે આ કૌભાંડના કારણે સરકારને ૩૦૯૮૪ કરોડનું નુક્શાન થયુ છે.
 
# એપ્રિલ ૨૦૧૧ માં સીબીઆઈએ ચાર્જશીટ તૈયાર કરી. 2G કેસની સુનવણી ૨૦૧૧માં શરૂ થઈ અને ઓક્ટોબરમાં કોર્ટે બધા આરોપી પર આરોપ નક્કી કર્યો.
 
# આ લોકો પર ગુનહિત કૃત્ય, દગાબાજી, પદનો દુરૂપયોગ અને લાંચ લેવાના આરોપ લગાવાયા. જો કે બધા જ આરોપી પોતાને નિર્દોસ જણાવી રહ્યા હતા.
 
# આ કેસમાં લગભગ ૧૫૦ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્ય. આમાં અનિલ અંબાણી, ટીના અંબાણી, નીરા રાડિયા જેવા નોટાનામો પણ હતા. સાક્ષીઓના આ નિવેદનો લગભગ ૪૫૦૦ પાનાઓ માં નોધાયા છે.
 

 
 
# આ કેસની સુનવણી દરમિયાન ફેબ્રુઆરી ૨૦૧૨મા સુપ્રિમ કોર્ટે આ ફળવાયેલા બધા જ લાઈસન્સ રદ કરી દીધા હતા.
 
# એ. રાજા જ્યારે ટેલિકોમ મંત્રી હતા ત્યારે મોબાઈલ કંપનીઓને 2Gની સેવાઓ આપવા માટે તેના લાઈસન્સ “વહેલા તે પહેલા” ના ધોરણે આપવામાં આવ્યા.
 
# આ ઉપરાંત આ કંપનીઓને સ્પેક્ટ્રમનું લાઈસન્સ પણ મેળવવુ હતું, આ વિના કંપનીઓ આ સેવા ગ્રહકોને ન આપી શકે. આ બન્નેની અલગ અલગ વેચણી ન કરવમાં આવી. લાઈસન્સની સાથે સાથે સ્પેક્ટ્રમની પણ વેચણી કરી દેવામાં આવી.
 
# આ માટે જ CAG નું કહેવું છે કે નિલામીની જગ્યાએ “વહેલા તે પહેલા” ના ધોરણે લાઈસન્સની ફળવણી કરવામાં આવી હોવાથી સરકાને નુકશાન થયું જે આવક થવી જોઇતી હતી તેનાથી ખૂબ ઓછી થઇ. જેને 2G કૌભાંડ કહેવામાં આવ્યું…
 
# આ કૌભાંડા સામે આવ્યા પછી એ રાજાએ રાજીનામું આપ્યું
 
# એવું કહેવામાં આવ્યું કે રાજાએ ૨૦૦ કારોડની લાંચ લઈ કંપનીઓને ફાયદો કરાવ્યો. આથી ૨૦૧૧ માં તેમની ધરપકડ પણ થઈ.
 
# જેનાથી એ રાજા અને તેમના પક્ષના મુખિયા કરુણાનિધિની પણ આબરૂ ગઈ. લગભગ ૧ વર્ષ જેલવાસ ભોગવ્યા પછી એ રાજાને જમાનત મળી.
 
# કનીમોઈએ પણ અનેક મહિનાનો જેલવાસ ભોગવ્યો. કનીમોઈ આમા કેવી રીતે ફસાઈ? તો વાત એમ છે કે એ રાજાએ લાંચમાં લીધેલા જે પૈસા જે ખાતામાં જમા થાવાની વાત સામે આવી તે ખાતા પર થોડો હક કનીમોઈનો પણ હતો.
તો આ હતી વાત…હવે દિલ્હીની અદાલતે આ કેસ સાથે સંકળાયેલા તમામ આરોપીઓને સબૂત ન હોવાના કારણે છોડી મૂક્યા છે. આ ફેસલો સંભળાવતા જજ સાહેબે શું જણાયું તે પણ વાંચી લો….
 
જજ સાહેબે જણાવું કે…..
 
# એવું લાગે છે કે અફવા અને અનુમાન ના આધારે બાત થઈ રહી છે. લોકોના વિચારના આધારે અદાલત ચાલતી નથી.
 
# કેટલાક લોકોએ આંકડાને વધારી ચઢાવીને કહ્યો અને આ કૌભાંડા ઉભું કર્યુ.
# આના કારણે જે નિષ્પક્ષ તપાસ થવી જોઇતી હતી તે નિષ્પક્ષ તપાસ પક્રિયા પર પણ પ્રશ્ન ઉભા થયા.
 
# એ રાજા આખા કૌભાંડના માસ્ટર માઈન્ડ હતા એવું સાબિત કરનારું એક પણ સબૂત નથી.
 
# બીજા આરોપીઓ પણ કોઈ ગુનાહિત પ્રવુતિમાં જોડાયેલા છે તેવા સબૂત પણ પળ્યા નથી.
 
# ફરિયદી પક્ષ પણ આરોપીઓ વિરુધ્ધ લગાયેલા આરોપને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.