ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ અને નાયમ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ યથાવત...

    ૨૨-ડિસેમ્બર-૨૦૧૭
 
 
ગુજરાતને તેને નવા મુખ્યમંત્રી મળી ચૂક્યા છે. સીએમ અને ડે.સીએમને યથાવત રહ્યા છે. આજે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની જાહેરાત થઇ ગઇ છે.
 
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી માટે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો દળની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં ભાગ લેવા અરુણ જેટલી ઉપરાંત આનંદીબેન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ કમલમમાં ખાતે હાજર રહ્યાં હતા.