ચાઈલ્ડ પોર્ન સાથે જોડાયેલ ૪૦૦૦ વેબ બંધ થશે…

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ભારતીય દૂરસંચાર વિભાગમાંથી આવેલી એક ખબર મુજબ ભરતમાં ચાઈલ્ડ પોર્ન સાથે જોડાયેલ ૪૦૦૦ વેબ બંધ થશે. વિભાગને સીબીઆઈ દ્વારા મળેલી માહિતીના આધારે લગભગ ૪૬૯૪ જેટલી ચાઈલ્ડ પોર્નના કંટેન્ટવાળી યુઆરએલ (વેબ) ભારતમાં બ્લોક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દૂરસંચાર વિભાગ છેલ્લા એક વર્ષમાં ફેસબૂક, યુ-ટ્યુબ સહિત ૧૭૯૧ યુઆરેલ બ્લોક કરવાના નિર્દેશ આપી ચૂક્યું છે જે સમાજ વિરોધી લે અશ્લિલ સામગ્રી પ્રાકાશિત કરતી હતી.