સીરીયા અને ઇરાકમાં ISISIના આતંકી હવે ગણી શકાય એટલા જ વધ્યા છે…!

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭

 
અમેરિકાના નેતૃત્વમાં કાર્ય કરતી એક ગઠબંધન સેના એ જણાવ્યું છે કે સીરીયા અને ઇરાકમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના એક હજાર કરતા પણ ઓછા આતંકીઓ વધ્યા છે. આ અમેરિકાની ગઠબંધન સેના વર્ષ ૨૦૧૪થી આ આતંકીઓ પર હવાઈ હુમલાઓ કરી રહી છે. હમણા જ ઇરાક અને સીરીયાની સરકારે પોતાને આઈઍસના ચુંગલમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થયાની જાહેરાત પણ કરી હતી.