લોકસભામાં ‘ત્રિપલ તલાક’ બિલ રજૂ, સંસદમાં હોબાળો

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
લોકસભામાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક બિલને રજૂ કરી દીધુ છે. નોંધનીય છે કે, મુસ્લિમ મહિલાઓ પર ત્વરિત ત્રિપલ તલાક એટલે તલાક-એ-બિદ્દત જેવી અત્યાચારી પ્રથા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનું કહ્યું હતું. જેને આજે મોદી સંસદના નીચલા ગૃહ લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલને લઇને વિવાદ અને રાજનીતિ બન્ને શરૂ થઇ ગયા છે. આ બિલને રજૂ કરતાંની સાથે લોકસભામાં વિપક્ષે હંગામો મચાવ્યો હતો. AIMIMના ઓવેસી તથા આરજેડી સહિતના પક્ષોએ બિલ સામે વિરોધ નોંધાવ્યો હતો.