તંત્રી સ્થાનેથી : સન્માનનીય ન્યાયાધીશે ચુકાદો આપવામાં ભૂલ કરી છે ?

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭


 

કોઈપણ નીચલી કોર્ટના આવેલ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારતી વખતે સામાન્ય રીતેસન્માનનીય ન્યાયાધીશે ચુકાદો આપવામાં ભૂલ કરી છેતેવું અરજદાર દ્વારા લખીને અપાય છે. 2G સ્પેક્ટ્રમ અન્વયે ચાલતા ત્રણ કેસમાં સીબીઆઈ જજ ઓમપ્રકાશ સાઈનીના ગયા અઠવાડિયાના ચુકાદામાં અનેક માંધાતાઓ, રાજકીય અને કાયદાવિદ્ દ્વારા જુદાં-જુદાં નિવેદનો આવ્યાં છે. ચુકાદો માગવામાં ભૂલ, મેળવવામાં ભૂલ કે આપવામાં ભૂલ તે તો સમય કહેશે. હાલ પૂરતા . કે. રાજા, કનીમોઝી અને અન્ય ૧૨ જેમાં પૂર્વ ટેલીકોમ સેક્રેટરી તથા ટેલીકોમ કંપનીઓના માલિકો/અધિકારીઓ હતા તે બધા નિર્દોષ પુરવાર થયા છે.

રાજા-કનીમોઝી ગેલમાં, કોંગ્રેસ અતિ ઉત્સાહ-આનંદમાં, કંપનીઓને રાહતનો દમ, જજ સાઈની વર્ષની મહેનત પછી યોગ-નિદ્રામાં, વિનોદ રાય કંઠેડામાં, મનમોહનસિંહના પીએમઓના અધિકારીઓ ઉચાટમાં, કેન્દ્ર સરકાર નવી એક્શનની તૈયારીમાં, ભાજપા નિવેદનોમાં અને પ્રજા સ્તબ્ધ થઈ છે. સીબીઆઈના અધિકારીઓ તથા ફરિયાદી વકીલ આનંદ ગ્રોવર પણ આઘાતમાં જરૂર હશે. રૂ. .૭૬ લાખ કરોડની ગણતરીના કહેવાતા રાષ્ટ્રીય નુકસાનનો અંદાજ તત્કાલીન કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલે ટેલીકોમ કંપનીઓને ૨ૠ સ્પેક્ટ્રમ ખૂબ ઓછા ભાવે ટેલીકોમ મંત્રી રાજાએ વેચ્યા (વહેંચ્યા) તેના લીધે થઈ શકે, તેવા અહેવાલોથી ચોંકી જઈને સુપ્રીમ કોર્ટે ૧૨૨ લાઇસન્સ રદ કરી દીધાં હતાં. સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા જુદા જુદા ત્રણ કેસોમાં છેતરપિંડી, ફોજદારી ગુનો, ઑફિસનો/પદવીનો દુરુપયોગ વિગરે અંગેની કલમો લગાડીને અંદાજિત ‚રૂ. ૩૦,૦૦૦ કરોડના નુકસાન અંગે કોર્ટમાં રજૂઆત થઈ હતી.

નીચલી કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં, દેશના નુકસાનની ગણતરી, આડેધડ અપાયેલ લાયસન્સિસ વિગેરે જોતાં સુપ્રીમ કોર્ટે લાઈસન્સ રદ કરવાથી આવેલ રાજકીય ભૂકંપ રાજાનું રાજીનામું, કનીમોઝીને જેલ, યુપીએ સરકારની જવાબદેહી, ગોટાળા અંગેનો મીડિયા દ્વારા પર્દાફાશ તથા રોજબરોજની માહિતી, ત્યારના વિપક્ષ ભાજપ દ્વારા તેનો ખૂબ મોટો વિરોધ અને પરિણામસ્વરૂપ યુપીએ સરકારની બદનામી અને જનમાનસમાં ભ્રષ્ટાચારી સરકારને ઘરભેગી તથા ગુનેગારોને જેલભેગા કરવાની કવાયત વર્ષો સુધી ચાલી. જજ સાઈનીએ સુપ્રીમના પગલાને ઉતાવળું કે ખોટું તેમ કહ્યું નથી, યુપીએ સરકારનાં ત્યારનાં નિવેદનો અગર કોર્ટમાં રજૂ કરેલ માહિતી પ્રમાણે ટેલીકોમ મંત્રી રાજા, ફાઇનાન્સ મંત્રી ચિદમ્બરમ્ તથા પ્રધાનમંત્રી મનમોહનસિંહની ઑફિસ નોંધ તે ફાઈલોમાં છે. તેમાં લાઇસન્સ આપવામાં ઉતાવળ કરવી નહીં. વધુ પારદર્શિતાની જરૂરિયાત તથા ઓક્શન (હરાજી) માર્ગ અપનાવવો વિગેરે રજૂ થયું છે. રાજાએ મનમાની કરીને લાઇસન્સ આપવા માટેની પદ્ધતિમાં કરેલ ગેરરીતિઓ, થોડીક કંપનીઓને મદદ કરવા, ટેન્ડરનાં સમય-તારીખ બદલવાં વિગેરે, માત્ર એકાદ કલાકની સમયમર્યાદામાં કરોડો રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ ટેન્ડર પેટે જમા કરાવવાના નિયમો (જે ડ્રાફ્ટ થોડાક દિવસો/અઠવાડિયા પહેલાં કંપનીઓએ તૈયાર રાખ્યા હતા) વિગેરે બાંધછોડ કરીને લાઇસન્સ આપ્યાં હતાં તે અંગેના પુરાવાઓ પણ રજૂ થયા છે.

સંદર્ભે સરકાર અપીલમાં જશે, તો કોંગ્રેસ કે રાજા, કનીમોઝી માટે ચાર દિનો કી ચાંદની અગર ચુકાદો ‘Bad in Law’ અગર કોંગ્રેસ આને પોતાની પીઠ થાબડી, ગળે બેજ લટકાવીને ફરે વિગરે પ્રતિભાવો જરૂર આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સ્કેમ નહીં, માત્ર યુપીએ સરકાર વિરુદ્ધ કોઈપણ જાતના આધાર વગરનો પ્રચાર હતો તેવું કહેવાયું છે. સિબ્બલ કે ચિદમ્બરમ્, બન્નેને પોતાના ખુલાસા પહેલેથી વાજબી લાગતા હતા. કોર્ટે તેના પર મહોર મારી તેનો આનંદ જાણે આવેગમાં પરિણમ્યો હોય તેમ કેટલાંક તત્ત્વો વિનોદ રાયના ઘરે પહોંચ્યાં અને વિરોધ નોંધાવ્યો.

વાંચતાં મૂંઝવણ અને સમજવામાં અઘરી વાતો જજ સાઈની દ્વારા કહેવાઈ છે. "() વર્ષથી દિવસ-રાત, રજાઓના દિવસો સમેત રાહ જોતાં કોઈ પુરાવો કોર્ટ પાસે આવ્યો નથી જે 2G સ્પેક્ટ્રમ કેસમાં ગુનો સાબિત કરી શકે. () સરકારી વકીલ દ્વારા સહી કર્યા વગરના દસ્તાવેજો અવાર-નવાર રજૂ થયા જેને કોર્ટ કોઈ રીતે માન્ય કરી શકે નહીં. () ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમમાં અધિકારીઓ સ્થિતિ માટે સંપૂર્ણ જવાબદાર છે. () રેગ્યુલેટરી પોલિસીમાં વારંવાર વપરાતા શબ્દો એસોસિયેટ, પ્રમોટર, શેરહોલ્ડર્સ વિગેરેની વ્યાખ્યા ડિપાર્ટમેન્ટ પાસે સ્પષ્ટ નથી તો ટેલીફોન કંપનીઓ પાસે ક્યાંથી હોય? () યોગ્ય પરિપ્રેક્ષ્ય અંગેની અણસમજ તે ખૂબ ખોટું થયું છે તેવા ભ્રમનું કારણ છે, જે બિલકુલ હતો નહીં, કમ સે કમ, કોર્ટ પાસેના બધા રેકોર્ડ પ્રમાણે. () ‚આતમાં ખૂબ ઉત્સાહી અને મહેનતુ દેખાતો ફરિયાદી પક્ષ ખૂબ નરમ પડી ગયો. () અફવાઓ, ગપ્પાં અને અટકળોના આધાર પર કોર્ટ કોઈ નિર્ણય લઈ શકે. ફરિયાદી એક પણ વખત કાયદાકીય રીતે યોગ્ય હોય તેવો પુરાવો લઈને આવ્યા નથી. આવાં અનેક તારણો CBI કોર્ટના ચુકાદામાં છે જે માત્ર ચોંકાવનારા નથી, લોકશાહી માટે ખતરનાક છે.

સીબીઆઈ દ્વારા છોડી મુકાયેલ ભારતી એરટેલ ‚ઈમા તથા હચીસનને પણ સાઈનીએ કોર્ટમાં સમન્સ પાઠવી બોલાવ્યા હતા. ૮૦ હજાર પાનાંનો કેસ, અનિલ-ટીના અંબાણી સહિત અનેકની જુબાની, એપ્રિલ ૨૦૧૧થી ફાઈલ થયેલ ત્રણ ચાર્જશીટ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા પણ એક ચાર્જશીટ તથા સરકારના કાયદાકીય અધિકારીઓની રજૂઆતો અંતે સાબિત કરી શકી જે સુપ્રીમ કોર્ટને પણ પ્રથમ દૃષ્ટિએ લાગ્યું હતું. રાજસ્વને નુકસાન અને ફોજદારી કાવતરું.

અનેક પ્રશ્ર્નો વણઉકલ્યા છે. ૨૦૦ કરોડ ‚પિયા જેવી માતબર રકમ મેળવનારને ગુનેગાર છે કે નહીં તે સ્થાપિત કાયદાકીય રીતે કેમ કરી શકાય ? સરકારી ધારાશાસ્ત્રીઓ તથા તપાસ કરતી એજન્સીઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતમાં દેશને સહકાર આપી રહ્યા છે કે કાયદાકીય ગૂંચવાડા ઊભા કરી ગુનેગારોને નિર્દોષ સ્થાપિત કરી રહ્યા છે ? લોકશાહીમાં સુપ્રીમ કોર્ટના પગલાને વર્ષે કેસ પૂર્ણ થાય ત્યારે નીચલી કોર્ટના જજ દ્વારા આડકતરી રીતે પણ તે નિર્ણયો ઉતાવળિયા હતા કે પૂર્ણ તથ્યના આધારે હતા તેવો ચુકાદો અપાય આંશિક સજા ભોગવેલ ઉચ્ચ રાજકીય પદાધિકારીઓ નિર્દોષ છૂટે તેવી ત્રિભેટે ઊભેલી ન્યાયિક વ્યવસ્થા કેટલા અંશે બિનજવાબદાર અને પાંગળી ગણાય ? CBI દ્વારા નિર્દોષ છોડી મૂકેલ કંપનીઓ / જવાબદાર વ્યક્તિઓને પણ કોર્ટમાં બોલાવી ઊલટતપાસ કરતા જજની સૂઝબુઝ પર શંકા કરવી કે તેની અગ્નિપરીક્ષામાં કાયદાએ તેને દોષીતોને સજા અપાવવામાં મદદ કરી તેમ માનવું ? કેન્દ્ર સરકારમાં જે તે સમયે પોલિસી નિર્ણયો કરતા અધિકારીઓ ad-hocism કરી ભ્રષ્ટાચારમાં મદદ કરતા કે જુદા જુદા વિભાગોનો સમન્વય તેને પોષતો નક્કી હવે કોણ કરશે ? વિદેશી કંપનીઓ જેમનાં લાઇસન્સ કેન્સલ થયાં હતાં તે હવે નુકસાન માગવા આગળ આવે ત્યારે ભારતની આંતરરાષ્ટ્રીય શાખમાં કેવો વળાંક આવશે ? ease of doingમાં ભારતના સુધરેલ આંકને કેટલું નુકસાન થશે ? ભ્રષ્ટાચાર સામેની લડતમાં કેન્દ્ર સરકારનો નવા વાતાવરણમાં અભિગમ કેવો ? રાજકારણ અને ૨૦૧૯ની સંભવિત ચૂંટણીના પાર્ટીઓના ગઠબંધનમાં આની કેવી અસરો ? સમય બહુત બલવાન હૈ, દેખતે હૈં કિસ-કિસ કો નિર્બલ-સબલ લગતા હૈ ?