ગરવો ગુજરાતી : માઉન્ટ એવરેસ્ટ સમિટમાં ભાગ લેવા જઈ રહેલ એક માત્ર ગુજરાતી યુવાન - મેહુલ જોશી

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭

 

 

૨૦૧૧માં હું હાઈ બી.પી., ડાયાબિટીસ અને ડિપ્રેશનમાં સપડાયો. ત્યારે મારા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, ત્યારે મારી ઉંમર ત્રીસેક વર્ષની હશે. પારિવારિક ડૉક્ટરે દવા લેવાની સલાહ આપી, પરંતુ મારે દવાથી ઠીક નહોતું થવું. તેઓએ મને સાયકલીંગ કરવાની અને દોડવાની સલાહ આપી. બસ, મારી સફરની શરૂઆત ત્યાંથી થઈ. એટલું કહેતાં યુવાનની આંખોમાં ગજબ પ્રકારનું તેજ અને ચહેરા પર નવો ઉજાસ આવી જાય છે. હિમ્મતનગરનો મેહુલ જોશી નામનો યુવાન આગામી એપ્રિલે દેશના કેટલાક લોકોની માઉન્ટ એવરેસ્ટ સમિટ શરૂ થવાની છે તેમાં એક માત્ર ગુજરાતી છે. એક સમયે બીમારી અને આર્થિક સંકડામણ, પરિવાર પર આવેલી એક પછી એક મુશ્કેલીઓને કારણે લગભગ ભાંગી પડેલ યુવાન આજે પોતાની લગન અને મહેનતથી એક નહીં પણ પાંચ-પાંચ હાઈપીક સર કરીને હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવા જઈ રહ્યો છે.

મેહુલ જણાવે છે કે, બાળપણમાં અમારી શાળામાં પ્રશ્ર્ન પુછાયો હતો કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતનાં પ્રથમ મહિલા કોણ હતાં ? મને તેનો જવાબ આવડ્યો હતો, પરંતુ સવાલે મારા મનમાં અનેક સવાલો પેદા કર્યા. બચેન્દ્રી પાલ કોણ? માઉન્ટ એવરેસ્ટ વિશે જાણવાની વધારેમાં વધારે ઉત્કંઠા જાગી અને જે માઉન્ટ એવરેસ્ટના સવાલ સામે હું હારી ગયો હતો તેની પર જીત મેળવવાના સ્વપ્નનાં બીજ રોપાઈ ગયાં હતાં.

બાળપણ ગયું. યુવાનીમાં કૉલેજકાળ શરૂ થયો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી હોવાથી અને અભ્યાસમાં રસ પડતાં પરિવારને મદદરૂપ થવા નાનો વ્યવસાય શરૂ કર્યો. પરિવારની તમામ જવાબદારીનો બોજ તો મારા પર હતો. મમ્મી-પપ્પાની નિવૃત્તિ, મમ્મીનું ઓપરેશન. એક પછી એક આવેલી મુસીબતથી આર્થિક સંકડામણ એટલી તો વધી ગઈ કે, હું તનાવ (ડિપ્રેશન)માં સરી પડ્યો, પરંતુ પરિસ્થિતિમાં પણ મારી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઇચ્છા અડીખમ રહી હતી. એક દિવસ મેં પરિવારમાં વાત મૂકી. તે વખતે મિત્રો પાસેથી માહિતી મળી કે, માટે લગભગ બે-ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય. મમ્મી-પપ્પાએ મારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે પોતાની જીવનભરની બચત ખર્ચી નાખવાની તૈયારી બતાવી. હું ખરેખર ખૂબ ખુશ હતો. મારું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું હતું. મેં મને ટ્રેકિંગની પ્રેરણા આપનાર

ડૉ. લેઉઆને વાત કરી. ત્યારે તેઓને મારી સોસાયટીમાં રહેતા અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઇચ્છા ધરાવનાર એક યુવકને મળાવ્યો, પરંતુ ત્યારે મને ખબર પડી કે, માઉન્ટ એવરેસ્ટ સર કરવું હોય તો બે કે ત્રણ લાખ નહીં, ૬૦ લાખ ખર્ચવા પડે. મારા માટે આટલા રૂપિયા ભેગા કરવા અશક્ય હતું. છતાં મેં મારા પ્રયત્નો ચાલુ રાખ્યા. યુવાનમિત્રએ મને ૨૦૦૮માં એવરેસ્ટ ફતેહ કરનાર આઈપીએસ ઑફિસર અતુલ કલવાલકર લિખિતથિક એવરેસ્ટપુસ્તક વાંચવાની સલાહ આપી. બરોબર સમયે મારે લેહ-લદ્દાખમાં ટ્રેકિંગની તાલીમ લેવા જવાનું હતું. ઘરેથી નીકળ્યો ત્યારથી પુસ્તક હાથમાં લઈ વાંચવાનું શરૂ કર્યું. લેહ-લદ્દાખ પહોંચ્યો ત્યા સુધીમાં આખું પુસ્તક વાંચી લીધું. પુસ્તકનું છેલ્લું પાનું પૂરું થતાં મે દૃઢ નિર્ણય લઈ લીધો હતો. ગમે તે થાય હું એવરેસ્ટ જઈ રહ્યો છું.

એવરેસ્ટ સર કરવો હોય તો માત્ર શારીરિક નહીં માનસિક રીતે પણ સંપૂર્ણ સ્વસ્થ હોવું જરૂરી છે, એટલું તો હું જાણી ચૂક્યો હતો. માટે ત્યારબાદ મેં નાની-નાની ટ્રેકિંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મારી પ્રથમ ઇવેન્ટ ૪૦૦ કિ.મી.ની હતી. ૨૭ કલાકમાં પૂરી કરવાના ટાર્ગેટ સામે મેં તેને સાડા છવ્વીસ કલાકમાં પૂર્ણ કરી દીધી. પરિણામે મારો આત્મવિશ્ર્વાસ વધ્યો. ત્યારબાદ હાફ મેરેથોન સહિતની અનેક ઇવેન્ટોમાં ભાગ લીધો અને એસ.આર. બન્યો. ત્યારે મેંપેરિસ બેસ પેરિસએટલે કે પેરિસ શહેરથી બેસ શહેર અને ત્યાંથી પાછા પેરિસ શહેરમાં પહોંચવાનું હતું ની ઇવેન્ટ વિશે જાણ્યું. સમગ્ર વિશ્ર્વમાંથી રાઈડમાં ભાગ લેવા માટે સાડા હજાર જેટલા સ્પર્ધકો આવતા હોય છે. તે વખતે ભારતમાંથી ૫૨ (બાવન) જેટલા લોકોની પસંદગી થઈ હતી. ગુજરાતના હતા. તેમાંથી સ્પર્ધકો રાઈડ પૂરી કરી શક્યા હતા. હવે રાઈડ ૨૦૧૯માં ફરી પાછી યોજાવાની છે. ત્યારે તેના ટોપ ૧૦૦માં ભારતનું નામ આવે તેવી ઇચ્છા છે.

પ્રકારની એડ્વેન્ચર સ્પોર્ટમાં ભાગ લેવા માટે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવું પહેલી અને ફરજિયાત શરત છે અને તેના માટે મહત્ત્વની છે ડિસિપ્લિન તેના વગર તમે કાંઈ કરી શકો નહીં. પાંચ વાગે ઊઠવાનું હોય તો પાંચ ને પાંચ ચાલે. વાગે ટ્રેનીંગ શરૂ કરવાની છે, તો કોઈપણ સંજોગોમાં વાગે શરૂ થઈ જવી જોઈએ. જમવાનો અને આરામ કરવાનો સમય પણ નક્કી હોવો જોઈએ. બધામાં ધ્યેય પણ મહત્ત્વનું છે. તમારા ધ્યેયને વળગી રહો, તે મુજબ ચાલો... સફળતા જરૂરથી મળશે.

મેહુલ જોષીની અત્યાર સુધીની સફરની વાત કરીએ તો સાયકલિંગની સાથે રનિંગમાં એક અલ્ટ્રા મેરેથોન, એક મેરેથોન આઠ જેટલી હાફ મેરેથોનની સિદ્ધિ પણ મેળવી છે. તેણે પોતાનું માઉન્ટેનિયરીંગનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરીંગમાં તાલીમ લીધી છે. તાલીમ બાદ પહેલી વારમાં રશિયાનું ,૬૪૨ મીટર ઊંચુ માઉન્ટ ઇલબુઝ પીક સર કર્યું ત્યાર બાદ મેહુલે પાછું વળી જોયું નથી. એક પછી એક પાંચ જેટલાં શિખરો સર કર્યાં છે. હવે તેનો આગામી ગોલ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે. આગામી એપ્રિલ મહિનામાં તે પોતાનું મિશન એવરેસ્ટ શરૂ કરવા જઈ રહ્યો છે.

આજના યુવાનોમાં ઘર કરી ગયેલી કેટલીક માન્યતાઓને નકારતાં મેહુલ કહે છે કે, કેટલાક લોકો માને છે કે, માંસાહારીઓમાં શાકાહારીઓથી વધુ તાકાત અને ઊર્જા હોય છે. વાત સદંતર ખોટી છે. હું ૧૦૦% શાકાહારી છું. શાકાહારીઓમાં પણ એટલી તાકાત અને ઊર્જા હોય છે, જેટલી માંસાહારીઓમાં હોય છે. કોઈપણ કામ કરવા માંસાહારની નહીં લગન અને મહેનતની જરૂર પડે છે.

આજના યુવાનો વાત વાતમાં હતાશામાં જતા રહે છે. નાની-નાની મુસીબતોમાં નાસીપાસ થઈ જાય છે. તેવા યુવાનોને હું કહેવા માગું છું કે, મારો આખો પરિવાર મારા પર નભે છે. નાનકડી દુકાન ચલાવવાની જવાબદારી પણ મારા પર છે. મારા સ્વપ્નને પૂરાં કરવા માટે નાણાંની વ્યવસ્થા કરવાનો પડકાર પણ મારી સામે ઊભો છે. ઉપરાંત હું એવરેસ્ટ સર કરવાની સખત તાલીમ પણ લઈ રહ્યો છું. આટલી મુસીબતોમાં પણ થોડાક સમયમાં હું એવરેસ્ટ સર કરવાનું મારું બાળપણનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહ્યો છું. માટે તમારા લક્ષ્ય કે ધ્યેયને એટલું વિશાળ અને ચોક્કસ બનાવો કે તેના માર્ગમાં આવતા મોટા મોટા પડકારો પણ સામાન્ય લાગે.