આ શતાયુ મતદારો યુવાનોને પ્રેરણા આપે છે

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭
 

  • અમદાવાદ જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૬૬૨ જેટલા શતાયુ મતદારો મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડશે. આ ઉપરાંત જિલ્લામાં ૯૦ વર્ષથી લઈને ૧૦૦ વર્ષ સુધીની વય ધરાવતા મતદારોની સંખ્યા ૭૧૮૧ જેટલી છે. ધંધુકા વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૧૧૦ જેટલા શતાયુ મતદારો નોંધાયેલા છે, જ્યારે સૌથી ઓછા શતાયુ મતદારો ઠક્કરબાપાનગરમાં ૬ શતાયુ મતદારો નોંધાયેલા છે.
  • નવસારી જિલ્લામાં ૧૨૭ શતાયુ મતદારો છે. જેમાં વિધાનસભાક્ષેત્રમાં ૨૮, નવસારીમાં ૩૪ ગણદેવીમાં ૩૦ અને વાસંદામાં ૩૫ શતાયુ મતદારો છે.
  • રાજકોટ જિલ્લામાં ૩૭૨, નર્મદા જિલ્લામાં ૫૬, વડોદરા જિલ્લામાં ૩૦૬ જેમાં ૨૧૫ મહિલા અને ૯૧ પુરુષ મતદારો છે., ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૭ જેમાં ૮૦ મહિલા અને ૩૭ પુરુષ મતદારો છે. મોરબી જિલ્લામાં ૧૧૮ શતાયુ મતદારો.
શતાયુ મતદારો માટે ચૂંટણીપંચ શું કરશે ?
 
ચૂંટણી પંચ રાજ્યના તમામ શતાયુ મતદારો ૧૦૦ ટકા મતદાન કરે તે માટે જે તે ક્ષેત્રના ચૂંટણી અધિકારીને ઘરે-ઘરે જઈ સમજાવવાનું સૂચન કર્યું છે. જરૂર પડે તો આ શતાયુ મતદારોની માંગણી મુજબ સહાયક પણ પૂરા પાડશે અને તેઓને મતદાન મથક સુધી લઈ જવા માટે વાહનની સુવિધા પણ આપશે.