૫૧% યુવાનો ઘડશે નવી સરકારનું ભાવિ

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
 
૧૨ લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૪.૩૩ કરોડ મતદાતાઓમાંથી ૨.૨૪ કરોડ મતદાતાની વય ૧૮થી ૩૯ વર્ષ છે. તેમાં પણ ૧૨ લાખ મતદારો પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવી સરકારની રચનામાં મહત્ત્વનો ફાળો આપશે. કુલ મતદારોની ટકાવારીમાં નવા મતદારોની ટકાવારી ૩ ટકા જેટલી છે.
 
ગુજરાતમાં નોંધાયેલા કુલ મતદારોમાંથી ૫૧.૭૮ ટકા યુવા મતદારો છે, જેમાં ચૂંટણીપંચે જાહેર કરેલી મતદારયાદી મુજબ રાજ્યમાં ૧૮-૧૯ વર્ષની વયજૂથના ૨.૭૩ ટકા, ૨૦થી ૨૯ વર્ષની વયજૂથના ૨૩.૧૫ ટકા અને ૩૦થી ૩૯ વર્ષની વયજૂથના ૨૫.૯૦ ટકા યુવા મતદારો છે. આમ યુવા મતદારોની સંખ્યા ૨.૨૪ કરોડથી વધુ છે.
આથી કહી શકાય કે ૫૧% યુવાનો ઘડશે નવી સરકારનું ભાવિ.