ગુજરાત વિધાનસભા ચૂંટણી - ૨૦૧૭

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭
 
આ વખતે નવું શું ? મતદારો માટે
  • આ વખતે ચૂંટણીમાં વીવીપેટનો (vvpat) ઉપયોગ થશે. મત આપ્યા બાદ તેમાંથી એક ચબરખી નીકળશે. તેમાં જે ઉમેદવારને વોટ આપ્યો હોય તેનું નામ અને ચૂંટણી ચિહ્ન છપાયેલું રહેશે. ઈવીએમ સાથે જોડાયેલી સ્ક્રીન પર સાત સેક્ધડ સુધી ચબરખી રહેશે.
  • લોકોની સુવિધા માટે સમાધાન નામની એપ રહેશે. તેના પર ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકાશે. લોકો ફોટો, વીડિયો પણ અપલોડ કરીને ફરિયાદ કરી શકશે.
  • તમામ બેઠકો પર એક પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ રહેશે. ૧૮૨ પોલિંગ બૂથ પર સંપૂર્ણપણે મહિલા સ્ટાફ તહેનાત રહેશે.
  • મતદાન કેન્દ્ર પર ૧૦૦ ટકા રેમ્પ લગાવવામાં આવશે. ઈવીએમ વિશે જાણકારી માટે ગુજરાતી ભાષામાં ગાઈડલાઈન અપાશે.
વિશેષ મોબાઈલ એપ
ચૂંટણી પંચ જનતા માટે મોબાઈલ એપ પણ લોન્ચ કરશે. આ એપ મારફતે મતદારો કોઈપણ પ્રકારની ગરબડની જાણ તરત જ કરી શકશે. આ જ એપ મારફતે કર્મચારીઓ તહેનાત કરાશે અને આ જ એપ મારફતે ચૂંટણી રેલીને મંજૂરી પણ મળશે.