પરપ્રાંતીય મતદારો પર પણ મોટો મદાર

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
ગુજરાત ચૂંટણીનું એક ઊજળું પાસું એ પણ છે કે, બિનગુજરાતી ઉમેદવારો પણ વિજયી બનતા આવ્યા છે. ૭૦-૮૦ના દાયકા બાદ દેશનાં અન્ય રાજ્યોમાંથી મહેનતકશ નાગરિકોથી માંડી ઉદ્યોગ સાહસિકો ગુજરાતમાં રોજગારી રળવા આવે છે. રાજ્યમાં આવા બિનગુજરાતી મતદારોનો આંકડો ૩૦ લાખથી ઉપર છે અને ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની અસારવા અને પૂર્વ વિસ્તારની તમામ બેઠકો, સુરત, વડોદરા જેવાં મહાનગરો, નવસારી, ગાંધીનગર શહેરને આવરી લેતી ઉત્તર, ચાંદખેડાને સાંકળતી ગાંધીનગર સહિતની ૧૯ બેઠકો પર યુ.પી., બિહાર, મરાઠી, રાજસ્થાની સમાજ મતદારોને પ્રભાવિત કરવામાં સક્ષમ છે.