શું આને કોંગ્રેસનો આંબેડકર વિરોધ ન કહેવાય ?

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
 
જ્યારે ભારતનું બંધારણ ઘડવાનું થયું તે સમયે કાયદાના નિષ્ણાત કહી શકાય તેવા બાબાસાહેબ આંબેડકર હોવા છતાં નહેરુજી બંધારણ ઘડવાનું કામ બે વિદેશી કાયદાશાસ્ત્રીઓને સોંપવા માંગતા હતા, પરંતુ ગાંધીજીની મક્કમતાએ નહેરુને ઝૂકવું પડ્યું અને બંધારણના નિર્માણનું કામ આંબેડકરજીને સોંપવું પડ્યું.
 
બંધારણમાં દલિતો અને વનવાસીઓની અનામતનો પ્રશ્ર્ન આવ્યો ત્યારે, તેનો વિરોધ કરતાં નહેરુએ કહ્યું હતું કે, ‘દુનિયાના કોઈ દેશમાં અનામતની વ્યવસ્થા નથી. ભારતમાં પણ આવી કોઈપણ પ્રકારની અનામતની વ્યવસ્થા ન થવી જોઈએ. ફરી એકવાર ગાંધીજીની દરમિયાનગીરીથી નહેરુને આંબેડકરની માંગ માનવી પડી. ૧૯૫૭માં યોજાયેલી ચૂંટણી વખતે શ્રી વી. વી. ગીરી સંસદની બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે પ્રત્યેક નિર્વાચન ક્ષેત્રમાં બે બેઠકો હતી. એક સામાન્ય અને બીજી અનામત. ચૂંટણી પરિણામમાં બેઠકના દલિત ઉમેદવારને વી. વી. ગીરી કરતાં વધુ મત મળ્યા. બન્ને બેઠકો પર દલિત ઉમેદવાર વિજયી જાહેર થતાં વી. વી. ગીરી કોર્ટમાં ગયા, પણ ત્યાં પણ હારી ગયા. પંડિતજી ગિન્નાયા અને સંસદમાં અગાઉ જે નિર્વાચન ક્ષેત્રમાં બે બેઠકો હતી તે વ્યવસ્થા રદ કરતું વિધેયક પારિત કરીને એ પ્રથાને રદ કરી.’
 
૧૯૫૨માં પહેલી લોકસભાની ચૂંટણી વખતે ડૉ. આંબેડકર રિપબ્લિકન પક્ષ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે મોટાભાગના કોંગ્રેસીઓની ના છતાં નહેરુજીએ પોતાના નજીકના દલિત નેતા એસ.આર.ને તેમની સામે ઊભા કરી દીધા અને વગના જોરે આંબેડકરને હરાવ્યા.
 
૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અવસાન થયું ત્યારે ચીની વડાપ્રધાન ચાઉ-એન-લાઈ ભારતના પ્રવાસે કલકત્તા આવ્યા. નહેરુએ આંબેડકરના મોતનો મલાજો ન રાખતાં ચીનના વડાપ્રધાનને ખુશ કરવા કલકત્તાની તમામ સરકારી કચેરીઓ અને જાહેર ઇમારતો પર ભવ્યાતિભવ્ય રોશની કરાવડાવી હતી.
ભારતનું બંધારણ ડૉ. આંબેડકર ઘડે તે નહેરુજીને પસંદ નહોતું. નહેરુજી બંધારણ ઘડવાનું કામ બે વિદેશી કાયદાશાસ્ત્રીઓને સોંપવા માંગતા હતા. પરંતુ ગાંધીજીની ઇચ્છાથી અનિચ્છાએ આ કામ ડૉ. આંબેડકરને સોંપવું પડ્યું.
નહેરુએ આંબેડકરના મોતનો મલાજો ન રાખતાં ચીનના વડાપ્રધાનને ખુશ કરવા કલકત્તાની તમામ સરકારી કચેરીઓ અને જાહેર ઇમારતો પર ભવ્યાતિભવ્ય રોશની કરાવડાવી હતી.