પ્રથમ તબક્કાની ચૂંટણીનું મહાપર્વ - ૮૯ બેઠક પર કુલ ૯૭૭ ઉમેદવાર મેદાનમાં…

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭

 
સમગ્ર દેશની જયાં નજર કેન્દ્રીત છે તે ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ૯ ડિસેમ્બરે મતદાન યોજાવાનુ છે આ માટેની તમામ તૈયારીઓ પુરી થઇ ગઇ છે. પ્રથમ તબક્કામાં રાજયની ૧૮રમાંથી ૮૯ બેઠકો ઉપર મતદાન થશે. આ માટે પ૭ મહિલાઓ, ૪૪૩ અપક્ષો સહિત ૯૭૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે. આ વખતે વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. રાજયના કુલ ૪.૩પ કરોડ મતદારોમાંથી ર.૧ર કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે પ૦૧ર૮ બુથો ઉભા કરવામાં આવ્યા છે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ અને દ.ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં મતદાન થવાનુ છે જેમાં પ૦ ટકા મતદારો ૪૦ વર્ષથી ઓછી ઉંમરના છે પહેલા તબક્કામાં મુખ્યમંત્રી રૂપાણી, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ સહિત અનેક દિગ્ગજોનું ભાવિ નક્કી થશે. આવતીકાલે યોજાનારા મતદાનમાં પાટીદારોનું વલણ કઇ તરફ રહેશે એ બાબતને લઇને ભારે ચર્ચા છે.
પહેલાં તબક્કાના મતદાનમાં ૮૯ બેઠક પર કુલ ૯૭૭ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ૧૦ તાલુકા, ૯૩૯ ગામડાં અને છ નગરપાલિકા વિસ્તાર આવે છે. તો જિલ્લાની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મતદારો તેમનો આગામી વિધાનસભ્ય કોણ તે ચૂંટી લેશે. આમ, પહેલા તબક્કામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થઇ જાય છે.
 
 આ દિગ્ગજોનું ભાવિ નક્કી થશે.
 

 
 
આ વખતે નવું શું ? મતદારો માટે
 
આ વખતે ચૂંટણીમાં વીવીપેટનો (vvpat) ઉપયોગ થશે. મત આપ્યા બાદ તેમાંથી એક ચબરખી નીકળશે. તેમાં જે ઉમેદવારને વોટ આપ્યો હોય તેનું નામ અને ચૂંટણી ચિહ્ન છપાયેલું રહેશે. ઈવીએમ સાથે જોડાયેલી સ્ક્રીન પર સાત સેક્ધડ સુધી ચબરખી રહેશે.
 
લોકોની સુવિધા માટે સમાધાન નામની એપ રહેશે. તેના પર ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકાશે. લોકો ફોટો, વીડિયો પણ અપલોડ કરીને ફરિયાદ કરી શકશે.
 
તમામ બેઠકો પર એક પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ રહેશે. ૧૮૨ પોલિંગ બૂથ પર સંપૂર્ણપણે મહિલા સ્ટાફ તહેનાત રહેશે.
મતદાન કેન્દ્ર પર ૧૦૦ ટકા રેમ્પ લગાવવામાં આવશે. ઈવીએમ વિશે જાણકારી માટે ગુજરાતી ભાષામાં ગાઈડલાઈન અપાશે.
 
વિશેષ મોબાઈલ એપ
 
ચૂંટણી પંચ જનતા માટે મોબાઈલ એપ પણ લોન્ચ કરશે. આ એપ મારફતે મતદારો કોઈપણ પ્રકારની ગરબડની જાણ તરત જ કરી શકશે. આ જ એપ મારફતે કર્મચારીઓ તહેનાત કરાશે અને આ જ એપ મારફતે ચૂંટણી રેલીને મંજૂરી પણ મળશે.