મણિશંકર ઐયર ભાજપ માટે કામ કરી રહ્યા છે?! પહેલા ચાયવાલા કહ્યું અને હવે….

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
 
મણિશંકર ઐયરે વડાપ્રધાન માટે અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. લાગે છે કે આ શબ્દ કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવી? કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોટી ‘નીચ આદમી’ શબ્દનો પ્રયોગ કર્યા અને પછી ગુજરાતની રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે તે જાણવા જેવો છે. મણિશંકર ઐયરે આ બબતે એકવાર નહિ પણ છ છ વાર માફી માવી પડી. અંતે તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
 
મણિશંકરે માફી માંગતા કહ્યુ હતું કે, મારી હિન્દી ખરાબ છે અને મારા કોઈ શબ્દથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છુ. કોંગ્રેસને લાગતુ હશે કે તેમને સસ્પેન્ડ કરવાથી કે માફી માંગવાથી ભલે ડેમેજ કંટ્રોલ થઈ જશે, પરંતુ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આની અસર ચોક્કસપણે થશે.
 
ચાયવાલા કહેનારા ભાઈ આ જ હતા!
 
અત્રે ઉલ્લેખનીય છે કે મણિશંકર વારંવાર આવા બફટ કરી ભાજપને ફાયદો કરાવી દે છે. યાદ કરો નરેન્દ્ર મોદીને ચાય વાલા કોણે કહ્યું હતું. આ મણિશંકરે જ. તે વખતે આ ભાઈ એ મીડિયામાં નીવેદન આપ્યું હતું કે કોંગ્રેસના અધિવેશનમાં નરેન્દ્રભાઈને ચા વેચવી હોય તો ટી-સ્ટોલની જગ્યા અહિં મળી જશે. બસ નરેન્દ્ર મોદીએ આ વાત પકડી લીધી અને “ચાય પે ચર્ચા” શરૂ કરી દીધી જેમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ધોવાઈ ગઈ.
 
હવે વારો આવ્યો ગુજરાતની ચૂંટણીનો તો થોડા દિવસ પહેલા મણિશંકરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં મુઘલ રાજ નથી. જેમાં વડાપ્રધાને જવાબ આપ્યો કે તેમને ઔરંગજેબ રાજ મુબારક….અને હવે મણિશંકરે નરેન્દ્ર મોદી માટે અપ શબ્દો બોલ્યા છે તેના જવાબમાં વડાપ્રધાન નરોન્દ્ર મોદીએ કહ્યું કે હુ ભલે નીચી જાતીનો હોવ પણ કામ હું ઉચા, ગરીબો માટે હંમેશાં કરતો રહીશ.
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પોતાના નિવેદનોને કારણે કોંગ્રેસ પાર્ટીને ઘણું નુકસાન ઉઠાવવુ પડ્યું છે. મોતના સોદાગર, ઝેરની ખેતી, લોહીની દલાલી, વગેરે જેવા શબ્દો તેમને ભારે પડી ચુક્યા છે. જોઈએ મણિશંકરનો આ શબ્દ આ વખતે કોંગ્રેસને કેટલો ભારે પડી શકે છે…