હાર્દિક પટેલનો એક બીજો સાથી અલગ થયો…પાસમાંથી દિનેશ બાભણિયાએ આપ્યુ રાજીનામુ

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાભણિયાએ પાસ સમિતિમાંથી આજે રાજીનામું આપી દીધું છે. જો કે કયા કારણો સર આ રાજીનામું આપ્યું તે હજી સ્પસ્ટ થયુ નથી કે તેમણે કહ્યું પણ નથી. આજે એક પ્રેસ કોન્ફ્રેંસમા દિનેશ બાભણિયાએ આ જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે મેં હંમેશાં સમાજ માટે કામ કર્યુ છે. કોંગ્રેસના નેતાઓ ફોન નથી ઉપાડતા, તેઓ પણ લોલીપોપ આપી રહ્યાં છે. પાટીદાર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. શું તમે ભાજપમાં જોડાવાના છો ? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું કોઇ પક્ષ સાથે જોડાવાનો નથી કે ભાજપને વોટ આપજો એઅવી અપીલ પણ કરવાનો નથી. હું પાસમાંથી અલગ થયો છે પણ અનામત આંદોલન ચાલુ જ રહેશે.
 
સીડી કાંડ પર તેમણે જણાવ્યું કે જે સીડીઓ સામે આવી છે તેમા એક બે સીડીમાં મોર્ફીંગ થઈ શકે પણ આટલી બધી સીડીમાં આવું કરવું શક્ય નથી. જોકે બિનેશભાઈનું કહેવું છે કે અનામતની લડાઈમાં હું આજે પણ હાર્દિક સાથે જ છું. ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાત વધાનસભાના પહેલા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા જ દિનેશભાઈના આ રાજીનામાએ હાર્દિકને મોટો ઝટકો આપ્યો છે.