મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિજય વાણી

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭
 
 
  • દેશ અર્થવ્યવસ્થાના બધા જ માપદંડોમાં આર્થિક સફળતાના નવા આયામો સિદ્ધ કરી રહ્યો છે. ઈમાનદારી તરફ આગળ વધી રહ્યો છે. ૫.૭ ટકાથી વધીને ૬.૩ ટકા થયેલ જીડીપી ગ્રોથ રેટ ભારતનું અર્થતંત્ર ખૂબ જ મજબૂત હોવાનું સ્પષ્ટ સૂચવે છે. જીએસટી, નોટબંધી જેવા આર્થિક સુધારાઓ પછી અર્થતંત્ર આગળ વધી રહ્યું છે અને હજી તેના સુધારા નાગરિકોને લાભ કરાવશે. અટલબિહારી વાજપેયજીની સરકારમાં દેશનો જીડીપી ગ્રોથ ૮.૪ ટકા હતો જે મનમોહનસિંહની સરકારમાં ઘટીને ૪.૮ ટકા થઈ ગયો હતો. હવે વર્તમાન શાસનનો સરેરાશ ૭.૫ ટકા ગ્રોથ દર્શાવે છે કે, ભારત આર્થિક વિશ્ર્વસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ચૂંટણીપ્રચારમાં કોંગ્રેસ ખરાબ પ્રચાર કરે છે, પરંતુ મૂડીઝ વર્લ્ડ બેન્ક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવી સંસ્થાઓ ભારતના અર્થતંત્રને વખાણી રહી છે.
  • રાહુલબાબા ઇટાલિયન ચશ્મા ઉતારીને ગુજરાત ઉપર નજર કરે. વિકાસ કોને કહેવાય તેની કોંગ્રેસને ખબર જ નથી. રાજ્ય સરકારે છેલ્લા બે દાયકાથી જે વિકાસ કર્યો છે, તેને પગલે અનેક ક્ષેત્રે ગુજરાત દેશનાં અન્ય રાજ્યો કરતાં આગળ નીકળી ગયું છે. ગુજરાતની ચૂંટણીઓમાં વિકાસના મંત્ર અને એજન્ડાને લઈને જ લડાઈ છે.
  • ગુજરાત અને કેન્દ્ર સરકાર વચ્ચે શાસનનો એક સેતુ નિર્માણ થયો છે. જેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ભગવાન સોમનાથ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે. સોમનાથને જોડતા માર્ગોની વણઝાર ઊભી થઈ છે. સાગરખેડુઓના જીવનપરિવર્તન માટે ગુજરાતે ૧૧૦૦૦ કરોડ ‚પિયાની સાગરખેડુ વિકાસ યોજના અમલી કરી છે. સૌરાષ્ટ્રની ધરતી આજે નંદનવન બની રહી છે. કપાસ અને મગફળીના ટેકાના ભાવો સરકારે જાહેર કરી. તેને માર્ચ મહિના સુધી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. અવરોધ, જુઠ્ઠાણાં, ગુજરાતવિરોધ એ કોંગ્રેસનું લક્ષણ છે, જે ગુજરાત જાણી ગયું છે.
  • માલધારી સમાજ સદૈવ લાગણીસભર છે. કોંગ્રેસની નિયત માત્ર જ્ઞાતિ-જાતિના વાડા ઊભા કરીને ગંદી રાજનીતિ કરવાની છે. કોંગ્રેસ સૂત્ર લાવી હતી કે ગરીબી હટાવો તેને સ્થાને ગરીબોને જ હટાવી દીધા. કોંગ્રેસે માત્ર અરાજકતા ફેલાવવાનું જ કામ કર્યું છે, જ્યારે ભાજપ વિકાસ સાથે લોકોને લઈ ચાલવામાં માને છે.
  • સતવારા સમાજની પ્રમાણિકતા, ઉદ્યમી અને સમાજને જોડવાવાળો સમાજ ગુજરાતનું ગૌરવ છે. બીજેપીમાં પદ પરંતુ જવાબદારી છે. અમારા માટે સત્તા એ સેવાનું સાધન છે. કોંગ્રેસે સત્તાનો દુરુપયોગ કરી દેશને પાયમાલ કરી નાખ્યો. તેઓ ૭૦ વર્ષના કોંગ્રેસ શાસનનો હિસાબ આપતા નથી અને ૨૩ વર્ષના ભાજપના શાસનનો હિસાબ માંગવા નીકળ્યા છે. સરકારે નર્મદા યોજના પૂર્ણ કરી. સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ડેમો પાણીથી ભરી દીધા છે અને દુષ્કાળને ભૂતકાળ બનાવી દીધો છે. મા અમૃતમ્ યોજના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગને મફતમાં માન્ય ખાનગી હૉસ્પિટલોમાં સારવારની સુવિધા આપી છે. ૧૦૮ દ્વારા તરત જ સારવાર, ૧૧૮ દ્વારા મહિલાઓને સુરક્ષા આપી છે. કારીગર વર્ગ શ્રમિકને માટે ૧૦ ‚પિયામાં ભોજનની વ્યવસ્થા કરી છે.
  • ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સવા ચારસો બેઠકોમાંથી એક ઈનોવા કારમાં આવી જાય એટલો જ માત્ર ૭ ધારાસભ્યો જ ચુંટાયા છે. ભાજપમાં તો ચાવાળા દેશના વડાપ્રધાન અને પક્ષના ઝંડા લગાડેલા બુથ લેવલનો કાર્યકર પક્ષનો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. જ્યારે કોંગ્રેસમાં નહેરુનો વંશવાદ છે. ગુજરાતમાં એક જ જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યારે સૌ કોઈને છાશ, સરબત પીવડાવે છે. ઈદ અને મહોરમ પણ શાંતિપૂર્ણ માહોલમાં થાય છે.
 

 
 
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું સંબોધન
 
મહેસાણા માટે ૧ હજાર કરોડનાં કામ પાંચ વર્ષમાં મંજૂર કર્યા છે. ઉત્તર ગુજરાતમાં ગામે-ગામ નર્મદાના પાણી પહોંચાડવા માટે ૬૦૦ કરોડ આપ્યા હતા. મહેસાણાની સિવિલ હૉસ્પિટલ તેમજ લાયન્સમાં હાર્ટની સર્જરી વિનામૂલ્યે કરાય છે. ચેકડેમો બનાવ્યા છે. બે લાખ ટ્રેક્ટરો માટે સબસિડી આપી, સમાજના યુવાનોને ૨૦ લાખની સહાય કરી.
* * *
પટેલ સમુદાય હાર્દિક અને કોંગ્રેસનાં પ્રલોભનોથી દૂર રહે. બંધારણના હિસાબથી ૫૦ ટકા અનામત આપવી શક્ય જ નથી. હાર્દિક કોંગ્રેસે લખેલી સ્ક્રીપ્ટ જ વાંચી રહ્યો છે. હાર્દિક અને કોંગ્રેસે પટેલ સમુદાયને અનામતના નામે બેવકૂફ બનાવ્યા છે. હાર્દિકનો મુખવટો ઊતરી ગયો છે અને તે વોટ માટે કોંગ્રેસ પાર્ટી સાથે સોદાબાજી કરવા લાગ્યો છે. હાર્દિક નાદાન છે. તેણે સમજવું જોઈએ કે ચૂંટણી છે ત્યારે પટેલ અનામતના મુદ્દે કોંગ્રેસ પોતાનું મો સંતાડવા હાર્દિકના હાથમાં દડો આપીને ખેલ ખેલી રહી છે.
* * *
સુજલામ્ સુફલામ્ કેનાલ ન કરવાનું જણાવનાર ગહેલોતને ગુજરાતમાં આવી મત માગવાનો કોઈ જ અધિકાર નથી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમને તાબે થયા વગર આ યોજના બનાવી હતી. જેનો લાભ આખા ગુજરાતને મળી રહ્યો છે. જેઓ સરદાર પટેલને અન્યાય કરતા હતા. તેઓ હવે સરદારની વાતો કરે છે અને આંદોલનો કરે છે. ગુજરાત સરકારે પીવાનું પાણી, સિંચાઈનું પાણી રોડ રસ્તા મેડીકલ કૉલેજ ખેડૂતો માટેની યોજનાઓ ડ્રીપ ઈરીગેશન, નર્મદા સહિત તમામ પ્રશ્ર્નો લોકો સાથે સંપર્ક કરીને જાણી હલ કરી દીધી છે. નવી પેઢીને આ કામગીરી અને ભૂતકાળની ખબર નથી અને ગેરમાર્ગે દોરવાઈ રહી છે.