બદલાતો સમય, બદલાતી ચૂંટણી પ્રથા...

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭


 

દરેક નવી ચૂંટણીમાં હવે નવી નવી પ્રથા, પદ્ધતિ, ટેક્નોલોજી, સિસ્ટમ ઉમેરાઈ રહી છે. લોકશાહીની પરિપક્વતા માટે જરૂરી પણ છે. આઝાદ ભારતની પહેલી ચૂંટણી ૧૯૫૨માં યોજાયેલી લોકસભાની ચૂંટણી હતી. વાતને સાડા દાયકા થઈ ગયા. દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળ્યા...

ટ્વિટર વાપરનારા વાતથી વાકેફ હશે કે ટ્વિટર પર ટ્રેન્ડની પ્રથા છે. ગામના ચોરે ગલઢેરા ભેગા થઈને રોજ કંઈ ને કંઈ ચર્ચા કરતા હોય. ચર્ચાનો જે વિષય હોય તેને ટ્વિટરની ભાષામાં ટ્રેન્ડ કહેવાય. ટ્રેન્ડ એટલે આજે, ક્ષણે ટ્વિટર પર લોકો કેવી કેવી ચર્ચા કરી રહ્યા છે . ટ્રેન્ડ રોજ, દર કલાકે કે ગમે ત્યારે બદલાતા રહેતા હોય. એમાં કોઈ નિયમ કે સમયનું બંધન નથી. તો છેલ્લા એકાદ મહિનાથી ટ્વિટર પર રોજ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રેન્ડ બનતા રહે છે. જેમ કે વિકાસ, રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, ભાજપ, પાટીદાર.. વગેરે. ટૂંકમાં બધા મુદ્દા પર ચર્ચા થતી રહે.

પહેલાં ગામના ચોરે ચર્ચા થતી, ગલીના નાકે થતી, બગીચાના બાંકડે થતી.. ત્યાં બધે તો હવે થાય છે પણ તેનાથીય વધુ ટ્વિટર પર થાય છે. ચૂંટણીમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં તેનું એક રસપ્રદ ઉદાહરણ છે. અત્યારે ચૂંટણી પંચે ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવ્યાં છે અને લોકોને મતદાન કરવા, મતદારોને નામ નોંધાવવા અપીલ કરી છે. લોકો પણ મતદાન માટે હવે ઉત્સાહિત છે. પણ ભારત આઝાદ થયું ત્યારે ચૂંટણી ભારતીય પ્રજા માટે સાવ નવી પ્રક્રિયા હતી. માટે ચૂંટણીથી લોકો દૂર ભાગતા હતા. પહેલી ચૂંટણીમાં તો આજે કલ્પનામાં આવે એવી એવી મુશ્કેલી સર્જાઈ હતી.

શા માટે મત આપવો ?

૧૯૫૦માં વિખ્યાત આંકડાશાસ્ત્રી સુકુમાર સેનની ભારતના ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. લાઇનમાં ઊભા રહેવું, ઉમેદવાર પસંદ કરવો, તેને મત આપવો.. એવું કશું ત્યારે ભારતના ૮૦ ટકાથી વધુ મતદારો જાણતા હતા. ઘણાખરા અભણ હતા. ઉમેદવારનું નામ વાંચી શકે એવી કોઈ શક્યતા હતી. વળી ટોચના થોડાક નેતા સિવાય લોકો કોઈને ઓળખતા પણ હતા. એટલે કોને મત આપવો પણ ગરબડ હતી. બધાથીય મોટો પ્રશ્ર્ન હતો કે શા માટે મત આપવો? વખતે દેશમાં ૧૭ કરોડથી વધારે લોકો એવા હતા, જેમની ઉંમર ૨૧થી વધારે હતી.

નામ વગરના મતદારો

સુકુમાર સેને પોતાની ટીમને કામે લગાડી અને દેશભરમાં નામ નોંધવાનાં ‚ થયાં. ત્યારે ખબર પડી કે ઘણા લોકો પોતાનાં નામ મતયાદીમાં આપવા નથી માંગતા. ધારો કે સરકાર માંગે છે એટલે નામ આપવા લોકો તૈયાર છે, તો વળી બીજી સમસ્યા નામ જાહેર કરવા અંગેની થઈ. દેશના ઘણા ‚ઢિચુસ્ત પરિવારોની મહિલાઓ પોતાનું નામ બોલવા તૈયાર હતી. માટે ચૂંટણી અધિકારીઓએ તેમના નામ "અમુક ભાઈની બહેન કે પછી "અમુક ભાઈનાં પત્ની તરીકે નોંધ્યાં હતાં. સુકુમાર સેનને જોકે આવી નામાવલી પસંદ આવી એટલા માટે તેમણે ૨૮ લાખ આવાં મત-નામો રદ કરાવ્યા હતા. જે લોકોને પોતાનું નામ આપવામાં રસ હોય તેના નામ પણ નોંધવામાં ચૂંટણી પંચને રસ હતો.

બે વર્ષ સુધી ચૂંટણી ચાલે ?

ભારત મોટો દેશ છે વાત સાચી પણ તોય કંઈ બે વર્ષ સુધી થોડી ચૂંટણી ચાલ્યા કરે ? પણ ચાલી હતી. કેમ કે પહેલી વખત યોજવાની આવી ત્યારે ઘણા-બધા પ્રશ્ર્નો એકસાથે હતા. એટલે ૧૯૫૧ની ૨૫મી ઓક્ટોબરે હિમાલયને અડીને આવેલાં રાજ્યો-વિસ્તારોમાં પહેલાં મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશના શ્યામશરણ નેગીએ સૌથી પહેલું મતદાન કર્યું હતું. આજે પણ ૯૦ વર્ષનું આયખું વટાવી ચૂકેલા ભારતના પહેલા મતદાર નેગી હયાત છે. વખતની હિમાચલની ચૂંટણીમાં પણ તેઓ મતદાન કરશે. ચૂંટણી બીજા વર્ષે ફેબુ્રઆરી ૧૯૫૨માં પૂરી થઈ હતી. ત્યારે લોકસભાની કુલ બેઠકો ૪૮૯ હતી અને મતદાન ૪૬ ટકાથી પણ ઓછું થયું હતું. પણ ભારત સાથે જગતની સૌથી મોટી લોકશાહીની મતદાન કવાયત પણ હતી. પહેલાં એવડા મોટા પાયે ક્યાંય લોકશાહી ધોરણે મતદાન થયું હતું.

વખતે ઘણા નેતાઓ એવુ પણ માનતા હતા કે ભારત જેવા વૈવિધ્ય ધરાવતા દેશમાં લોકશાહી ચાલે. પ્રજાને કાબૂમાં રાખવા સરમુખત્યારશાહી જોઈએ. ત્યારે વળી જે મતદારને સૌથી વધુ મતો મળે વિજેતા ગણાતા હતા. વખતે વિજેતા જાહેર થવા માટે બહુમતી મતો મેળવવા અનિવાર્ય હતા.

નોટા બટન કંઈ નવું નથી !

તમારા વિસ્તારનો કોઈ પણ ઉમેદવાર ગમે તો હવે તો નોટા બટન દબાવવાની સિસ્ટમ આવી ગઈ છે. પણ પ્રજા પહેલેથી ચતુર છે. એટલે ગ્ાુજરાતની પહેલી ચૂંટણી થઈ વખતે ૧૯૬૨માં અલગ રીતે નોટાનો ઉપયોગ થયો હતો. ૧૯૬૨ની ચૂંટણી વખતે મતગણતરી થતી હતી એમાં અમદાવાદમાં આવેલા શહેર કોટડા મથકની મતપેટીમાંથી એક પત્ર મળી આવ્યો હતો. પત્ર પર દસ પૈસાની રેવન્યુ સ્ટેમ્પ લગાડેલી હતી. તેમાં લખેલું હતું કે ઊભા રહ્યા છે, તેમાંથી કોઈ ઉમેદવાર લાયક હોવાથી હું મત આપતો નથી. લાયક મતદાર મળશે ત્યારે મારા મતનો ઉપયોગ કરીશ. બીજી એક મતપેટીમાંથી નનામો પત્ર મળ્યો હતો અને તેમાં ઉમેદવારો માટે ગાળો લખેલી હતી! બોલો કેવો થયો નોટા બટનનો ઉપયોગ !

દેશ આગળ વધ્યો, પક્ષોની સંખ્યા વધી

ગ્ાુજરાતની ૨૦૧૭ની ચૂંટણીમાં ૫૦થી વધુ પક્ષો ઝંપલાવી ચૂક્યા છે. ઘણા પક્ષો એવા છે, જેમના કુલ સમર્થકોની સંખ્યા પણ ૧૮૨ એટલે કે વિધાનસભાની સંખ્યા જેટલી નથી થતી, પરંતુ ચૂંટણી સમયે પક્ષોની સંખ્યા વધે . જોકે ભારતની શરૂઆતની ચૂંટણી વખતે ચાર રાષ્ટ્રીય પક્ષ હતા. બીજા થોડા નાના-મોટા પક્ષો ખરા. બીજી તરફ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ૮૦૦થી વધુ પક્ષ નોંધાયા હતા.

ઓનલાઈન સભા

નરેન્દ્ર મોદી મહિલાઓ સાથે એપ દ્વારા વાત કરી. એપ દ્વારા વાત કરવી, થ્રીડી સભા સંબોધવી, ફેસબૂક પર વીડિયો લાઇવ કરવા... જેવી અનેક નવી પરંપરાએ ચૂંટણીની પ્રથા સદંતર બદલી નાખી છે. દરેક ચૂંટણી વખતે ‚રિયાત પ્રમાણે ફેરફારો, નવી પદ્ધતિ દાખલ થતી રહે છે, પરંતુ લોકશાહી માટે ગર્વ લેવા જેવી વાત છે કે નવી ટેક્નોલોજી દ્વારા ચૂંટણીમાં વધુ ને વધુ પારદર્શિતા આવી રહી છે. !

ઈકો-ફ્રેન્ડલી ચૂંટણી

ઈવીએમને કારણે મતગણતરી કલાકોમાં અને પરિણામ મિનિટોમાં મળી જાય છે તો જાણે જાણીતી વાત છે. પણ બીજો ઈવીએમનો એક મોટો ફાયદો છે, જેના વિશે ખાસ ચર્ચા નથી થઈ. લાભ એટલે પર્યાવરણ સંરક્ષણનો. ઈવીએમને કારણે મત-પત્રકો છાપવાના બંધ થયા. હવે કાગળ પર સિક્કો મારવાને બદલે બટન દબાવવાનું છે. કાગળની જરૂર નથી પડતી, માટે વૃક્ષો પણ કાપવાં નથી પડતાં. કાગળની બચતને કારણે લાખો વૃક્ષો બચી જાય છે.