મહાનુભાવોની મન કી બાત

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭
 
 
કોંગ્રેસિયો ઇનસોનિય નામની બીમારીથી પીડાય છે. તેઓને રાત્રે ઉંઘ પણ આવતી નથી. દ્રષ્ટિકોણ અને મતિદોષ પેદા થયો હોવાથી સરકારને વિકાસ દેખાતો નથી. સપ્ટેમ્બર ૨૦૧૪માં રાતે ૧૦ વાગે પાકિસ્તાને આપણા પાંચ જવાનોને શહીદ કર્યા. બનાવની ફોન પુષ્ટિ મેળવી ત્યારે શું પગલા લીધા તેવી તપાસ કરતા કોંગ્રેસના રાજમાં સફેદ ઝંડા લહેરાવી સામે ચિમકી આપવામાં આવતી હતી. મે ૧૬ વખત આ ઝંડા લહેરાવવા દીધા નથી. આ પ્રથા બંધ કરી નક્કર પગલાં લીધા છે. હવે સમય બદલાઈ ગયો છે. ૯ વર્ષ પહેલાં રાજીવ ગાંધી ફાઉન્ડેશને ગુજરાત સરકારની ખૂબ પ્રશંસા કરી હતી. તે ભૂલી જઈ રાહુલ ગુજરાતની અલોચના કરે છે.
રાજનાથસિંહ (ગૃહમંત્રી)
 
ભારત દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીએ એક વાત કરી હતી કે હવે કોંગ્રેસને સમાપ્ત કરી દેવી જોઈએ. કોંગ્રેસે બાપુની વાત ન માની પણ ગુજરાતની જનતાએ ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો ભાજપને જીતાડી બાપુનું સમણું સાકાર કરવા પ્રયાસ કર્યો હતો. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમાપ્ત કરી બાપુનું સ્વપ્ન પૂર્ણત કરવાનો સમય છે.
- યોગી આદિત્ય નાથ
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો હજી સુધી આવ્યાં પણ નથી. ત્યાં તો કોંગ્રેસ પોતાની હારના બહાનાં શોધવા લાગી ગઈ છે. તે ઈવીએમમાં ગડબડીનો આરોપ લગાવી રહી છે. આ વાત કોંગ્રેસની હતાશા દર્શાવે છે.
- અરુણ જેટલી
 
એક સૌથી જૂનો પક્ષ આટલી નાની કેવી રીતે બની શકે. હું આ વાતથી આશ્ર્ચર્યચકિત છું. કેટલાક લોકોની દયા પર કેવી રીતે ચાલી શકે. કોંગ્રેસ પાસે આત્મ સન્માન હોવું જોઈએ જ્યાં સુધી પાટીદાર નેતાઓની વાત છે. તો મને નથી લાગતું કે, તે હજી સુધી તેમના પર પ્રતિક્રિયા અપાય તે લાયક થયા છે. પ્રસિદ્ધિ અને પૈસાનો પચાવવા ખૂબ જ અઘરું કામ છે. જો પાટીદાર નેતા ભાજપને હરાવવા માંગતા હોય તો તેમણે ખુદ પોતાનાં ઉમેદવારો સાથે મેદાનમાં આવવું જોઈએ. ન કે કોંગ્રેસની મદદ સાથે.
- શંકરસિંહ વાઘેલા
 
નરેન્દ્રભાઈ માટે ‘ચાવાળા’ શબ્દ પ્રસિદ્ધ થયો છે, પરંતુ એ જબરા ડૉક્ટર છે. વર્ષોથી માંદલા રહેલા અર્થતંત્રને એમણે જે ઇન્જેક્શન માર્યા છે. એ હિંમતવાન ડૉક્ટર જ કરી શકે. ભારતે સાજું થવું હશે તો આ ડોઝ સહન કરવાની ધીરજ પણ કેળવવી પડશે. પ્રામાણિક અને પુરુષાર્થના પથ પર આગળ વધવું પડશે.
- પૂ. માધવપ્રિય દાસજી
 
કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં વર્ગવિગ્રહ કરાવી રહી છે. કોંગ્રેસની વ્યાકુળતા વધી ગઈ છે. ભ્રષ્ટાચાર સામે અમારો સંઘર્ષ ચાલુ જ રહેશે. ગુજરાતમાં ૯થી ૧૪ ડિસેમ્બરના રોજ લોકશાહીનું પવિત્ર પર્વ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતના સૌ મતદારો આ પર્વને ધામધૂમથી ઊજવી વિકાસની રાજનીતિને જીતાડશે. ગુજરાત એ રાષ્ટ્રના વિકાસનું મોડલ છે. ગુજરાતનાં યુવાનો મહિલાઓ ખેડૂતો કોંગ્રેસની ભ્રામક વાતોને ભાંગી નાખશે.
- સ્મૃતિ ઈરાની
 
ચાવાળામાંથી વડાપ્રધાન બનવું તે અદ્ભુત સિદ્ધિ : ઇવાન્કા
 
ભારતના વડાપ્રધાન ‘ચાવાળા’થી છેક પ્રધાનમંત્રી પદે પહોંચે તે દર્શાવે છે કે દૃઢ નિર્ધાર થકી કોઈપણ પરિવર્તન શક્ય છે. અમારી સાથે ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટ (જીઈએસ)માં જોડાવા બદલ ધન્યવાદ. વિશ્ર્વમાં ભારતને લોકતંત્રનું પ્રતીક અને આશાનું કિરણ બનાવવા માટે આભાર.
 
કોંગ્રેસ કહે છે વિકાસ થયો જ નથી ?
 
ગુજરાતમાં જે રસ્તા બન્યા છે તેની ઉપર સડસડાટ આવી શકો છો. તમારા સમયમાં કાયદો અને વ્યવસ્થા જેવું કાંઈ હતું જ નહીં. ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાની કર્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરની ઓળખ શરમણ મુંજાના ગામ તરીકે તમારા શાસનમાં થતી હતી. અમે કહીએ છે કે વિકાસ કર્યો છે. તેઓ કહે છે વિકાસ ક્યાં કર્યો છે ? તો શહેર છોડીને ગામડામાં જાવ અને વીજળીના થાંભલે ચડીને તારને અડકો. જવાબ મળી જશે.
- પુરુષોત્તમ રૂપાલા