માટીના ચમત્કારિક સ્નાનનું જીવંત નિદર્શન

    ૨૩-જૂન-૨૦૧૭

રાષ્ટ્રીય આરોગ્યના તન, મન, ધનથી ભેખધારી ડૉ. હર્ષદ પંડિત M.V. Sc.(મેડિસિન) દ્વારા ‘વિશ્ર્વમાં પ્રથમવાર’ માટીના ચમત્કારિક સ્નાનનું જીવંત નિર્દેશન તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું.
હજારો વર્ષથી આપણે માટીનો ઉપયોગ હાથ ધોવામાં, તથા નાહવામાં કરતા આવ્યા છીએ. જે વૈજ્ઞાનિક, સરળ, સહેલાઈથી ઉપલબ્ધ, બિનખર્ચાળ વ્યવસ્થા હતી. તે આપણો તંદુરસ્તી અને સ્વચ્છ રાખવાનો સરળ ઉપાય હતો. વિશ્ર્વના અન્ય દેશો કરતાં કુદરત ભારત ઉપર વિશેષ મહેરબાન રહ્યું છે. શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી ત્રણ નિયમિત ઋતુઓ, બારે માસ સૂર્યપ્રકાશ જેણે હજારો વર્ષથી આપણી માટી કેળવી છે અને બીજા દેશો કરતાં આપણી માટી ઊંચી ગુણવતા ધરાવે છે, જે ચોખ્ખાઈ કરનાર એન્ટીસેપ્ટીક ગુણવાળી શરીરના ઝેરનો નાશ કરનારી છે અને આપણી તંદુરસ્તી બક્ષનારી છે. એટલું જ નહીં પણ દુનિયામાં કોઈપણ સાબુ, શેમ્પુ કે સૌંદર્ય પ્રસાધન, ડીઓડરન્ટ જે નુકસાન કરવા સંભવ છે, તેના કરતાં ચડિયાતી છે અને સંપૂર્ણ નુકસાન રહિત છે. સાબુ, શેમ્પુ કે સૌંદર્ય પ્રસાધનોની જ‚રિયાત આપણે નહીંવત્ છે. શા માટે હાથમાં રહેલ સોનાને ફગવી દઈ મોંઘા ભાવે કથિર ખરીદવું ? આ તો પશ્ર્ચિમની આપણને બિનજરૂરી / નુકસાનકારક વસ્તુઓ વહેંચવાની ચાલ છે, જેથી ખર્ચ કરતા રહીએ અને તંદુરસ્તી બગાડતા રહીએ.
યાદ રાખીએ કે જેટલા સુગંધી સાબુ, પરફ્યુમ, શેમ્પુ છે તેમાં જે કેમિકલ છે જે તમને બી.પી. હૃદયરોગ, કેન્સર વિ. કરી શકે છે.
માટીનું સ્નાન પણ ખૂબ જ સરળ છે.
વગડામાંથી, સજીવ ખેતીવાળાની જમીનમાંથી કે કુંભાર વિ. પાસેથી મેળવી શકાય છે. તેને ચાળીને રાખી મૂકવી. જોઈતા પાણીમાં ૩૦થી ૫૦ ગ્રામ માટી ૪થી ૧૨ કલાક પલાળી રાખી શરીર ઉપર લગાડો. માથામાં વિશેષ લગાડવી. ૧૦થી ૩૦ મિનિટ શરીર ચોળો અને પછી ધીમે ધીમે પાણી રેડો, માટી દૂર કરવા વધુ પાણીની જ‚રિયાત રહેતી નથી. કદાચ શરીર ઉપર માટી ચોટેલી રહી ગઈ હોય તો પણ નુકસાનકર્તા નથી. આપોઆપ ખરી જાય છે. તમને ઇચ્છા થાય તો માટીમાં હળદર, ચંદન, મેંદી, ગુલાબજળ, લીમડો ઉમેરી શકો છો.
ફાયદા : ખર્ચ વિનાનું, કેમિકલ વગરનું તાજેતાજું ચામડીને સ્વચ્છ કરી સૌંદર્યને નિખારતું અને શરીરમાં ઘૂસી ગયેલું ઝેર દૂર કરતું હાથવગું હથિયાર છે. માટીના સ્નાનની કોઈપણ આડઅસર થતી નથી. ગમે તે રોગી પણ સ્નાન કરી શકે છે.
* માટી લોહીનું પરિભ્રમણ વધારી ચામડીનાં છીદ્રો ખુલ્લાં કરે છે.
* હજારો વર્ષથી ચકાસેલ છે કોઈપણ રોગમાં ફાયદો થવા સંભવ છે.
* ચામડીની કરચલી દૂર કરે છે, ખીલ, કાળા ડાઘા વિ. મટાડી ચામડીનો નિખાર લાવે છે. ચામડીમાં કુમાશ આવે છે અને જરા (બુઢાપો) દૂર રાખે છે.
* સાંધાના દુખાવામાં, સોજા, ટચકિયું વિ. દૂર કરે છે.
* કુદરતી શીતળતા અને આનંદનો અનુભવ કરાવે છે. શરીરમાં રહેલ ખોટી ગરમી દૂર કરે છે.
* માટીમાં રહેલ ઉપયોગી ક્ષારો શરીરમાં પેસી ગયેલ ઝેર દૂર કરે છે. તંદુરસ્તી શરીરનો આલ્કલાઈન ઙવ મેળવવામાં મદદરૂપ છે. જે સાંધાના દુખાવા, કીડનીના રોગો, કેન્સર વિ.માં ફાયદાકારક છે.
* સાબુ/શેમ્પુ વિ.માં કેમિકલ છે, જે એન્ટી ટોક્સીક નથી જ્યારે માટી એન્ટીટોક્સીક ગુણ ધરાવે છે, જે શરીરમાંથી ટોક્સીન દૂર કરે છે.
* માટી એ કુદરતી એન્ટીસેપ્ટીક છે. બીજા એન્ટીસેપ્ટીક કરતા ચડિયાતું છે.
* માટીના સ્નાન માટે વધુ પાણીની જરૂરત પડતી નથી.
હું છેલ્લાં ચાલીસ વર્ષથી આરોગ્યનું સંશોધન કરતો રહ્યો છું. તે લોકો સુધી સરળતાથી પહોંચે અને લોકો તંદુરસ્ત રહે તેવો વૈજ્ઞાનિક સરળ નમ્ર પ્રયાસ છે.