દીકરીઓના અધિકાર માટે લડતું કન્યાશ્રિ ફાઈટર

    ૨૩-જૂન-૨૦૧૭

લીલા સલવાર કમીઝમાં દેખાતી આ છોકરીઓને જોઈ કોઈને લાગે કે તે સામાન્ય વિદ્યાર્થિનીઓ હશે, પરંતુ એવું નથી. ૩૨ છોકરીઓનું આ સંગઠન ‘ક્ધયાશ્રી ફાઈટર્સ’ના નામે જાણીતું છે, કારણ કે આ સંગઠન બાળકીઓના અધિકાર માટે લડત ચલાવે છે. જ્યારે પણ તેઓને કોઈ બાળલગ્ન થતાં હોવાની જાણ થાય છે. તો તે તેની લડાઈ પોતાના હાથોમાં લઈ લે છે અને આ દૂષણને રોકવા તે કોઈપણ હદે જઈ શકે છે. પશ્ર્ચિમ બંગાળના આ સંગઠને પાછલા પાંચ મહિનામાં જ અહીંના મુર્શિદાબાદ જિલ્લાના હરિપુરા બ્લોકમાં ૨૪ બાળવિવાહ અટકાવ્યા છે.
હરિપરાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર પૂર્ણેન્દુ સાન્યાલ કહે છે કે, ક્ધયાશ્રી ફાઈટર્સ અમારા માટે ગર્વ છે. બાળવિવાહને રોકવા માટે તે ગજબની લડાઈ લડી રહ્યું છે. બાળકીઓનું શિક્ષણ અને બાળવિવાહે અહીં માઝા મૂકી છે. અહીંના લોકો સરકારની એસી-તેસી કરી બેપરવાહ બાળવિવાહ કરાવે છે. ત્યારે આ મહિલાશક્તિ અમારા માટે આશાનું કિરણ બની છે.
તાજેતરમાં જ અહીંના દોલતપુર ગામે ૧૭ વર્ષની મીરા હાલદારનાં લગ્ન બળજબરીપૂર્વક એક માછલી વેચનારા વ્યવસાયી સાથે કરાવાઈ રહ્યાં હતાં. આની ગંધ ક્ધયાશ્રી ફાઈટર્સને આવી જતાં તાબડતોબ પોતાની મહિલાઓની સાથે મીરાના ઘરે પહોંચી ગઈ હતી અને તેના પરિવાર પાસે લેખિત કરાવ્યું હતું કે, તે મીરાને ત્યાં સુધી લગ્ન કરવાનું દબાણ નહીં કરે જ્યાં સુધી મીરા પુખ્તવયતની નહીં થઈ જાય અને એ પણ મીરાની પસંદગીના યુવક સાથે જ.
ગત કેટલાક મહિના દરમિયાન આ મહિલા સેનાને આ પ્રકારના દૂષણને ડામવાનો સારો એવો અનુભવ થઈ ગયો છે. જયકિરન નામની ક્ધયાશ્રી મહિલા ફાઈટર કહે છે કે, અશિક્ષા અને ગરીબી અહીં થતા બાળવિવાહનું મુખ્ય કારણ છે. અહીંના સરકારી અધિકારીઓ પણ માની રહ્યા છે કે, જે કામ અમે નથી કરી શક્યા એ આ મહિલા ફાઈટર્સે બખૂબી કરી બતાવ્યું છે.