એક એવું મંદિર જ્યાં મહિલા પંડિત કરાવે છે પૂજા

    ૨૩-જૂન-૨૦૧૭

 દરભંગાનું અહલ્યા મંદિર જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની આવન-જાવન રહે છે. આ એ જ મંદિર છે, જ્યાં ભગવાન શ્રીરામે અહિલ્યાનો ઉદ્ધાર કર્યો હતો. દરભંગાના કમતૌલ સ્થિત અહિલ્યા ગામના આ મંદિરમાં રામનવમીના દિવસે અનોખી પરંપરા જોવા મળે છે. આ દિવસે ભક્તો અહીં રીંગણ લઈને મંદિરમાં પહોંચે છે. જ્યાં શ્રીરામ અને અહિલ્યાનાં ચરણોમાં રીંગણનો ભોગ ચડાવે છે. લોકો માને છે કે જેમ ગૌતમ ઋષિના શ્રાપ થકી પથ્થર બનેલાં અહિલ્યાનો ઉદ્ધાર ત્રેતાયુગમાં શ્રીરામે પોતાના ચરણો થકી કર્યો હતો, તેમ જે વ્યક્તિના શરીરમાં અહિલા હોય તે વ્યક્તિ રામનવમીના દિવસે પોતાના ખભા પર રીંગણનો ભાર લઈ. ગૌતમ અને અહિલ્યા કુંડમાં સ્નાન કરે છે. ભગવાનના ચરણોમાં રીંગણ ધરાવે છે. તે રોગમાંથી મુક્તિ પામે છે. અહિલા માણસના શરીર પર મસ્સા જેવો દેખાતો રોગ છે. કહેવાય છે ભગવાન શ્રીરામે અહીં જે અહિલ્યાનો ઉદ્ધાર કર્યો હતો તેની પેઢી આજે પણ હયાત છે અને મંદિરની પૂજારી તરીકે રહે છે. મજાની વાત એ છે કે અહીં ભારતનું આ એવું ગણતરીનાં મંદિરોમાંનું એક છે જ્યાં મહિલા પંડિત થકી પૂજા થાય છે. આ મંદિરે ભારત સહિત નેપાળથી પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ પહોંચે છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવી છે.