ભારતમાં જનજનની નસેનસમાં લોકતંત્ર વસેલું છે : નરેન્દ્ર મોદી

    ૩૦-જૂન-૨૦૧૭


ઑલ ઇન્ડિયા રેડિયો પર ૨૫-૦૬-૨૦૧૭ના રોજ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઋતુ બદલાઈ રહી છે. આ વખતે ગરમી ઘણી વધારે પડી. પરંતુ સારું થયું કે વર્ષાઋતુ તેના સમય પર આગળ વધી રહી છે.
આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશના કેટલાય ભાગોમાં બહુ જ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક દેશવાસીઓ મનાવે છે. હવે તો વિશ્ર્વના કેટલાક ભાગોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની યાત્રાના અવસર પર હું દરેક દેશવાસીઓને શુભકામના પાઠવું છું અને ભગવાન જગન્નાથજીના શ્રીચરણોમાં પ્રણામ કરું છું.
રમજાનના આ પવિત્ર મહિનામાં ઉત્તર પ્રદેશના બિજનૌરના મુબારકપુર ગામની એક પ્રેરક ઘટના મારી સામે આવી. લગભગ સાડા ત્રણ હજાર આપણા મુસલમાન ભાઈ-બહેનોના પરિવાર ત્યાં નાના ગામમાં વસે છે, એક પ્રકારે વધુ આબાદી આપણા મુસ્લિમ પરિવારના ભાઈ-બહેનોની છે. આ રમજાનમાં ગામના લોકોએ સાથે મળીને શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો છે. અને આ વ્યક્તિગત શૌચાલયની અંદર સરકાર તરફથી પણ સહાયતા મળે છે અને તે સહાયતાની લગભગ ૧૭ લાખ જેટલી રકમ તેઓને આપવામાં આવી છે. આપને જાણીને સુખદ આશ્ચર્ય પણ થશે અને આનંદ પણ થશે. રમજાનના આ પવિત્ર મહિનામાં ત્યાં આપણા દરેક મુસલમાન ભાઈઓ-બહેનોએ સરકારને તે ૧૭ લાખ પરત મોકલાવી દીધા અને કહ્યું કે અમે અમારા શૌચાલય, અમારા પરિશ્રમથી, અમારા પૈસાથી બનાવીશું. આ ૧૭ લાખ રૂપિયા આપ ગામની અન્ય સુવિધાઓ માટે ખર્ચ કરો. હું મુબારકપુરના દરેક ગ્રામજનોને રમજાનના આ પવિત્ર અવસરને સમાજની ભલાઈના અવસરમાં બદલવા બદલ અભિનંદન આપું છું. તેમની એક-એક વસ્તુઓ પણ ઘણી પ્રેરક છે. અને સૌથી મોટી વાત એ છે કે તેમણે મુબારકપુરને ખુલ્લામાં શૌચથી મુક્ત કરી દીધું. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ત્રણ પ્રદેશો સિક્કીમ, હિમાચલ અને કેરળ એવા છે જે પહેલેથી જ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર થઈ ચૂક્યા છે. આ સપ્તાહ ઉત્તરાખંડ અને હરિયાણા પણ ઓડીએફ જાહેર થઈ ચૂક્યા છે. હું આ પાંચ રાજ્યોના પ્રશાસન, શાસન અને લોકોનો, આ કાર્યને પૂર્ણ કરવા બદલ વિશેષ આભાર માનું છું.
કટોકટીની સ્થિતિ
આ દિવસોમાં મન કી બાતમાં સતત મને લોકો પાસેથી મંતવ્યો મળતા રહે છે. નરેન્દ્ર મોદી એપ પર આવતા રહે છે, mygov.in પર આવતા રહે છે, પત્રોથી આવતા રહે છે, આકાશવાણી પર પણ આવતા રહે છે.
શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ કટોકટીને યાદ કરીને લખ્યું છે કે ૨૫ જૂનને લોકતંત્રના ઈતિહાસમાં એક કાળો કાળખંડના ‚પમાં તેમણે પ્રસ્તુત કર્યું છે. પ્રકાશ ત્રિપાઠીજીની લોકતંત્ર પ્રતિ આ જાગૃતિ પ્રશંસનીય છે અને લોકતંત્ર એક વ્યવસ્થા જ છે એવું નથી, તે એક સંસ્કાર પણ છે.
Eternal Vigilance is the Price of Liberty - લોકતંત્ર પ્રત્યે જાગૃતિ જરૂરી હોય છે અને તેથી જ લોકતંત્રને આઘાત કરનારી વાતોનું પણ સ્મરણ કરવું જોઈએ અને લોકતંત્રની સારી વાતોની દિશામાં આગળ વધવાનું હોય છે. ૧૯૭૫, ૨૫ જૂન એ એવી કાળી રાત હતી જે કોઈપણ લોકતંત્ર પ્રેમી ભૂલી નથી શકતો. કોઈ ભારતવાસી ભૂલી શકતો નથી. એક રીતે દેશને જેલમાં બદલી નાખવામાં આવ્યો હતો. વિરોધી સ્વરને દબાવી દેવામાં આવ્યો હતો. જયપ્રકાશ નારાયણ સહિત દેશના ગણમાન્ય નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ન્યાય વ્યવસ્થા પણ કટોકટીના એ ભયાનક રૂપની છાયામાંથી બચી શકી નહોતી. અખબારોને તો પૂર્ણ રીતે બેકાર બનાવી દેવાયા હતા. આજના પત્રકારિતા જગતના વિદ્યાર્થી, લોકતંત્રમાં કાર્ય કરતા લોકો, તે કાળા કાળખંડને વારંવાર યાદ કરતા, લોકતંત્ર પ્રત્યે જાગૃતિ વધારવાનો સતત અને નિરંતર પ્રયાસ કરતા રહે છે અને કરતા પણ રહેવું જોઈએ. તે સમયે અટલ બિહારી વાજપેયીજી પણ જેલમાં હતા. જ્યારે કટોકટીને એક વર્ષ થયું તો અટલજીએ એક કવિતા લખી હતી અને તેમણે એ સમયની મન:સ્થિતિનું વર્ણન તેમની કવિતામાં કર્યું છે.
झुलसाता जेठ मास,
शरद चांदनी उदास,
झुलसाता जेठ मास,
शरद चांदनी उदास,
सिसकी भरते सावन का,
अंतर्घट रीत गया,
एक बरस बीत गया,
एक बरस बीत गया ॥
सीखचों में सिमटा जग,
किंतु विकल प्राण विहग,
सीखचों में सिमटा जग,
किंतु विकल प्राण विहग,
धरती से अम्बर तक,
धरती से अम्बर तक,
गूंज मुक्ति गीत गया,
एक बरस बीत गया,
एक बरस बीत गया ॥
पथ निहारते नयन,
गिनते दिन पल-छिन,
पथ निहारते नयन,
गिनते दिन पल-छिन,
लौट कभी आएगा,
लौट कभी आएगा,
मन का जो मीत गया,
एक बरस बीत गया ॥
લોકતંત્રના પ્રેમીઓએ મોટી લડાઈ લડી અને ભારત જેવો દેશ, આટલો મોટો વિશાળ દેશ, જ્યારે મોકો મળ્યો તો ભારતના જન-જનની નસેનસમાં લોકતંત્ર કેવું વસેલું છે, ચૂંટણીના માધ્યમથી તે તાકાતનું પ્રદર્શન કરી દેખાડ્યું. લોકોની નસે નસમાં ફેલાયેલો આ લોકતંત્રનો ભાવ આપણો અમર વારસો છે. આ વારસાને આપણે વધુ સશક્ત કરવાનો છે.
યોગ દિવસ
મારા પ્રિય દેશવાસીઓ, દરેક હિન્દુસ્તાની આજે વિશ્ર્વમાં માથું ઉંચું કરીને ગૌરવ અનુભવી રહ્યો છે. ૨૧ જૂન, ૨૦૧૭ના રોજ આખું વિશ્ર્વ યોગમય બની ગયું. પાણીથી પર્વત સુધી લોકોએ સવારે જ સૂર્યના કિરણોનું સ્વાગત યોગના માધ્યમથી કર્યું. ક્યો હિન્દુસ્તાની હશે જેને આ વાતનું ગૌરવ નહીં હોય. એવું નથી કે પહેલા યોગ નહોતા થતા. પરંતુ આજે જ્યારે યોગસૂત્રમાં પરોવાઈ ગયા છીએ, યોગ વિશ્ર્વને જોડવાનું કારણ બની ગયું છે. દુનિયાના લગભગ બધા દેશોએ યોગના આ અવસરને પોતાનો અવસર બનાવી દીધો છે. ચીનમાં ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પર લોકોએ યોગાભ્યાસ કર્યો, તો પેરુમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ માચૂ પિચ્ચૂ પર સમુદ્રથી ૨૪૦૦ મીટરની ઉંચાઈ પર લોકોએ યોગ કર્યા. ફ્રાંસમાં એફિલ ટાવર સાનિધ્યમાં લોકોએ યોગ કર્યા. યુએઈના અબુ ધાબીમાં ૪૦૦૦થી વધુ લોકોએ સામૂહિક યોગ કર્યા. અફઘાનિસ્તાનમાં, હૈરાતમાં ભારત અફઘાનિસ્તાન ફ્રેન્ડશીપ ડેમ - સલમા બંધ પર યોગ કરીને ભારતની મિત્રતાને એક નવી રાહ આપી. સિંગાપુર જેવા નાનાં સ્થળ પર ૭૦ જગ્યાએ કાર્યક્રમો થયા અને અઠવાડિયા સુધી તેમણે અભિયાન ચલાવ્યું. યુએને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૧૦ સ્ટેપ બહાર પાડ્યા છે. તે ૧૦ સ્ટેમ્પ્સને રીલીઝ કર્યા. યુએન મુખ્યાલયમાં યોગા સેશન વિથ યોગ માસ્ટર્સનું આયોજન કરાયું હતું. યુએનના અધિકારીઓ, દુનિયાના રાજદ્વારીઓ સહિત દરેક આમાં સામેલ થયા હતા...
આ વખતે ફરી એકવાર યોગે વિશ્ર્વ રેકોર્ડનું પણ કામ કર્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં લગભગ ૫૫ હજાર લોકોએ એક સાથે યોગ કરીને એક નવો વિશ્ર્વ રેકોર્ડ બનાવ્યો છે. મને પણ લખનૌમાં યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. પરંતુ પહેલીવાર મને વરસાદમાં યોગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
હું જ્યારે ગુજરાતમાં હતો, ત્યારે મેં સરકારમાં એક પરંપરા બનાવી હતી કે, ફૂલોનો ગુલદસ્તો નહીં આપીએ, પુસ્તક આપીશું અથવા તો હાથ-‚માલથી સ્વાગત કરીશું. અને ખાદીનો જ હાથ‚માલ, જેનાથી ખાદીને પણ પ્રોત્સાહન મળે.
અનેક સિદ્ધિઓ
૧૯ જૂને ‘માર્સ મિશન’ના એક હજાર દિવસ પૂરા થયા છે. તમને બધાને એ જાણ હશે કે, જ્યારે માર્સ મિશન માટે આપણે સફળતાપૂર્વક ઓરબિટમાં સ્થાન મેળવ્યું હતું, આ પૂરું મિશન છ મહિનાના સમયગાળા માટે હતું. તેનું જીવન છ મહિના માટેનું હતું. પરંતુ મને ખુશી છે કે, આપણા વૈજ્ઞાનિકોના પ્રયત્નોની તાકાત હતી કે છ મહિના તો સફળ રીતે પૂરા કરી દીધા અને હવે એક હજાર દિવસ પછી પણ આપણું મંગલયાન મિશન કાર્ય કરી રહ્યું છે. ફોટો મોકલી રહ્યું છે, માહિતી આપી રહ્યું છે, સાન્ટિફિક ડેટા આવી રહ્યા છે, તે તેની સમયાવધિથી પણ વધુ, તેના આયુષ્ય કરતાં પણ વધારે કાર્ય કરી રહ્યું છે. એક હજાર દિવસ પૂરા થવાં એ આપણી વૈજ્ઞાનિક યાત્રામાં, આપણી અંતરિક્ષ યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ છે.
રમત-ગમત ક્ષેત્રમાં પણ આપણે જોઈ રહ્યાં છીએ કે આપણા યુવાનોની રૂચિ વધી રહી છે. હવે એ દેખાઈ રહ્યું છે.
આપણે રમત-ગમતને જેટલું પ્રોત્સાહન આપીશું. સ્પોર્ટ્સથી સ્પોર્ટ્સમેન સ્પીરીટ પણ લઈ આવે છે. રમત-ગમત વ્યક્તિત્વ વિકાસ માટે પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસમાં રમત-ગમતનું મહત્વ ખૂબ મોટું છે. દેશમાં પ્રતિભાઓની કોઈ કમી નથી. જો આપણા પરિવારમાં પણ બાળકોને રમત-ગમતમાં રૂચિ હોય તો તેમને રમવાની તક આપવી જોઈએ. તેમને મેદાનમાંથી ઉઠાવીને, રૂમમાં બંધ કરીને, પુસ્તકો માટે મજબૂર ન કરવા જોઈએ, તે અભ્યાસ પણ કરે, તેમાં પણ આગળ વધી શકે છે, તો વધે, પરંતુ જો રમત-ગમતમાં તેનું સામર્થ્ય છે, રૂચિ છે, તો સ્કૂલ, કૉલેજ, પરિવાર, આસપાસના લોકો દરેકે તેને હિંમત આપવી જોઈએ, પ્રોત્સાહિત કરવું જોઈએ. હવેના ઓલમ્પિક માટે દરેકે સપનાં સેવવા જોઈએ.
ફરી એક વખત મારા પ્યારા દેશવાસીઓ, વર્ષાઋતુ, ઉત્સવોનો માહોલ, એક રીતે તો આ કાલખંડની અનુભૂતિ નવી જ અનુભવાય છે. હું ફરી એક વખત તમને બધાને શુભકામનાઓ આપું છું, ફરી ‘મન કી બાત’ વખતે બીજી કેટલીક વાતો કરીશું. નમસ્કાર.