"લવ જેહાદ છોડો, હવે રેપ જેહાદની ચિંતા કરો

    ૦૯-જૂન-૨૦૧૭


દલિત કન્યાઓ સાથે છેડખાની કરનારાઓ કહે છે :

"લવ જેહાદ છોડો, હવે રેપ જેહાદની ચિંતા કરો


વાત છે ઉત્તર પ્રદેશના રામપુરના ટોડા કોટવાલી ક્ષેત્રમાં યુવતીઓ સાથે સરેઆમ છેડખાનીની ઘટનાની. દલિત સમુદાયની આ બન્ને પીડિતાઓ પોતાના ભાઈ સાથે બજાર ગઈ હતી. પરત ફરતાં તેનો ભાઈ બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે ઊભો રહ્યો. બન્ને યુવતીઓ ટોઈલેટ કરવા બાજુ જંગલમાં ગઈ તેવામાં જ ૧૪ જેટલા વિશેષ સમુદાયના ગુંડાઓ એ તેમને ઘેરી લીધી અને મનફાવે તેમ છેડછાડ કરવા લાગ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે તેઓએ નિર્લજ્જતાપૂર્વક વીડિયો બનાવ્યો. વીડિયો કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી મૂકે તેવો છે. ૧૦થી ૧૨ અસામાજિક તત્ત્વોથી ઘેરાયેલી યુવતીઓ હાથ જોડી રહી છે. પોતાને છોડી મૂકવા કરગરી રહી છે, જ્યારે એ લોકો યુવતીની લાચારી પર અટ્ટહાસ્ય કરી રહ્યા છે. યુવતી સાથે આવેલા તેના ભાઈ સામે જ એ શેતાનો છેડછાડ કરી રહ્યા છે. ક્યારેક યુવતીને ખેંચી ઉઠાવી લે છે તો ક્યારેક બળજબરીથી તેને બાથ ભીડી દે છે.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ સમક્ષ શાહનવાઝ, સદ્દામ, શરાફત, દાનિશ, ફાજિલ, નાવેદ, ભૂરા, બાબૂ, આસિમ, નદીમ, ફરમાન, આલમ, સિરાજ રઈસ.ની ઓળખ થઈ છે અને પોલીસ તંત્રે સક્રિયતા દાખવી આમાંના કેટલાકની ધરપકડ પણ કરી છે. પીડિતાનો પરિવાર પોતાની દીકરીઓ સાથે થયેલા આ ઘટનાથી એટલો આઘાતમાં છે કે, તેની કેવી પ્રતિક્રિયા આપવી એની ખબર પણ નથી પડી રહી.
આઘાત એ વાતનો છે કે થોડા સમય પૂર્વે જ સહારનપુરમાં દલિત-ઠાકુરો વચ્ચેનાં રમખાણો બાદ ઉત્તરપ્રદેશમાં દલિતોનું જીવવું દુષ્કર થઈ ગયું છે એમ કહી માયાવતી, રાહુલ ગાંધી સહિતના લોકો યોગી-મોદી સરકાર પર તૂટી પડ્યાં હતાં. પોતાને દલિતોના મસીહા ગણાવતી ભીમ આર્મીએ પણ દલિત અત્યાચારને બહાને રમખાણ મચાવ્યું હતું, પરંતુ આ બન્ને પીડિતાઓ પણ દલિત છે, છતાં ન તો માયાવતી કે ન તો રાહુલ ગાંધી તેમના પરિવારને મળવા દોડી ગયા છે કે ન તો કોઈ ભીમ આર્મીએ બંધનું એલાન આપી સડકો પર ઊતરી આવી છે. હા માત્ર પોતાના ફેસબૂક પેજ પર આ ઘટનાની નિંદા કરતી એક પોસ્ટ જરૂર મૂકી દીધી છે. દિલ્હીની યુનિવર્સિટી સુધી ધસી જનાર ગુજરાતના કહેવાતા દલિત આગેવાનો કેમ છુપાઈ ગયા છે ? તે ચર્ચાનો વિષય બન્યો છે. શું આ ખામોશી એટલા માટે કે આરોપીઓ એક ચોક્કસ મજહબના છે ? આ દેશના કથિત સેક્યુલરવાદીઓના વિરોધના સૂર ત્યારે કેમ છુપાઈ જાય છે જ્યારે આરોપીઓ મજહબ વિશેષના હોય છે ?
આ પ્રશ્ર્નો આ પ્રકારની દરેક ઘટના બાદ ઊઠે છે. પરંતુ પોતાને દલિતોના મસીહા ગણાવનાર પક્ષો, સંગઠનો અને કથિત સેક્યુલરવાદીઓ દર વખતે તેને ઘોળીને પી જાય છે અને જાણે-અજાણે પોતાને એ લોકોની મત બેન્ક બનાવી બેઠેલો દલિત સમાજ અપમાન અને અત્યાચારનાં ઝેર પીતો જ રહે છે.