મોદી, બ્રીકઝીટ અને ટ્રમ્પની જીત : મીડિયાના લિબરલ રોમાન્સને જનતાનો તમાચો

    ૦૯-જૂન-૨૦૧૭

કેટલાક દિવસો પહેલાં ભારતના એક અંગ્રેજી અખબારનાં જાણીતાં મહિલા પત્રકારે એક તલસ્પર્શી નિષ્કર્ષ પેશ કર્યો. તેમણે કહ્યું કે, "અમે ૨૦૧૪ની ભારતની લોકસભા ચૂંટણી દરમિયાન ભારતમાં, ચાલુ વર્ષે બ્રીકઝીટની ચૂંટણી દરમિયાન બ્રિટનમાં અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી વખતે અમેરિકામાં કવરેજ કર્યું. આ ત્રણેય ચૂંટણીઓમાં એક એવી વાત જોવા મળી જે પહેલાં ક્યારેય જોવા નહોતી મળી. આ ત્રણેય વખતે લોકોનો રોષ નેતાઓ કરતાં અખબારો અને ન્યૂઝ ચેનલોના પત્રકારો તથા ન્યૂઝ ચેનલો પર ચર્ચા કરવા આવતા બુદ્ધિજીવીઓ પર વધારે હતો. કારણ ઘણાં બધાં છે પણ નિષ્કર્ષ એ છે કે પત્રકારોએ વિશ્ર્વસનીયતા ગુમાવી છે અને લોકો તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગે છે કે તમે અમને ના કહો કે અમારે શું કરવું જોઈએ અને ક્યાં વોટ આપવો જોઈએ. એ અમે જાણીએ છીએ.
પ્રજાના આ રોષનું કારણ અસલમાં ઊંડું છે. આ ત્રણ ચૂંટણીઓની એક બીજી પણ ખાસ બાબત હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી મુસ્લિમ વિરોધી ચહેરો હતા અને આખી ચૂંટણી મોદીને લાવવા કે ન લાવવા એના પર હતી. બ્રીકઝીટનો આખો મુદ્દો મધ્યપૂર્વમાંથી યુરોપમાં આવતા શરણાર્થીઓના કારણે ઊભો થયો હતો. ઇરાક અને સીરિયામાં આઈએસનો આતંક શરૂ થતાં જ મધ્યપૂર્વ દેશોના મુસ્લિમ રહેવાસીઓ દેશ છોડી છોડીને યુરોપમાં રેફ્યુજી તરીકે ઘૂસવા લાગ્યા અને ઉદારતાને પોતાની ઓળખ માનતા યુરોપીઅન યુનિયને આ મુસ્લિમ શરણાર્થીઓને સ્વીકારવામાં જ પોતાની શાન સમજી. આ શરણાર્થીઓમાંથી ઘણાબધાની વિચારધારા સ્ટીરીયો ટાઇપ ઇસ્લામિસ્ટની હતી. તેમણે યુરોપમાં ચોરી અને હત્યાઓ કરવાનું શરૂ કર્યું. યુરોપીઅન યુવતીઓની છેડખાની અને બળાત્કાર થવાના કિસ્સા બહાર આવ્યા. અને આરોપી તરીકે જ્યારે આ મુસ્લિમ શરણાર્થીઓ પકડાયા ત્યારે તેમણે કહ્યું ‘ઇસ્લામમાં મુસ્લિમ ન હોય તેવી સ્ત્રીનો બળાત્કાર કરવાની છૂટ આપવામાં આવી છે.’ બીજી બાજુ પેરિસમાં ત્યાંના જ મુસ્લિમો વડે ભયાનક આતંકવાદી હુમલા શરૂ થયા.
આ બધું જોઈને પ્રમાણમાં ‚ઢિવાદી વિચારો ધરાવતું બ્રિટન સમજી ગયું કે અસંખ્ય માત્રામાં રોજ યુરોપમાં ઘૂસતા આ શરણાર્થીઓ યુરોપના રાજનૈતિક અને સામાજિક સમીકરણોને જ બદલી નાખશે. બ્રિટિશરો આ શરણાર્થીઓને બ્રિટનમાં ઘૂસવા દેવા માંગતા નહોતા. પણ સંઘમાં રહેલા દરેક દેશને સંઘે કરેલો શરણાર્થીઓને સ્વીકારવાનો નિર્ણય માનવો જ પડે એમ હતો. આથી, બ્રિટનનાં અનેક રાજકીય અને સામાજિક સંગઠનોએ યુરોપીઅન સંઘને છોડવાની માંગ શ‚ કરી. અને આ કારણે બ્રિટનનો સમાજ પણ એ જ બે ભાગોમાં વહેંચાયો જે ભાગોમાં ૨૦૧૪માં ભારતીય સમાજ વહેંચાયો હતો. એક તરફ અવ્યવહારિક ઉદારતાને પોતાની બુદ્ધિજીવિતા સમજી બેઠેલા ઉદારવાદીઓ અને બીજી તરફ નજરે દેખાતા કડવા સત્યને અવગણવાને બદલે તેનાથી બચવાનો માર્ગ શોધતા વાસ્તવવાદીઓ. આ સમયે અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી પછી આ જ માહોલ હતો. ટ્રમ્પે મુસ્લિમોને અમેરિકામાં આવતા રોકી દેવાની વાત કહીને સામાન્ય લોકોના ગુપ-ચૂપ અવાજને સમગ્ર વિશ્ર્વ સામે લાવી દીધો. બીજી બાજુ અમેરિકાની કેટલીક એજન્સીઓએ એવા રિપોર્ટ રજૂ કર્યા કે સાઉદી આરબ વિશ્ર્વભરમાં ઇસ્લામ સ્થાપવા ત્રણ કાર્યો માટે પૈસા મોકલે છે. એક આતંકવાદનો ફેલાવો, બીજો જે તે દેશના હિલેરી ક્લિન્ટન જેવા લિબરલ નેતાઓને શક્તિશાળી બનાવવા જેથી ઇસ્લામના વિસ્તરણનો વધુ વિરોધ ના થાય અને ત્રીજો વિશ્ર્વભરના દેશોમાં મુસ્લિમોની વસાહતો સ્થપાય તે રીતે હાઉસિંગ માટે પૈસા મોકલવા. સ્વભાવે ઉદાર ગણાતા અમેરિકનો માટે આ બધા રિપોર્ટો એટલા અસહ્ય હતા કે સામે છેડે મહિલાઓ પ્રત્યે સાવ હીન વિચારો અને ચરિત્ર ધરાવતા ટ્રમ્પને પણ તેમણે તેના મુસ્લિમ વિરોધી મિજાજ માટે સમર્થન આપ્યું.
આમ, આ ત્રણેય ચૂંટણીઓમાં એક તરફ પોતાના દેશમાં મુસ્લિમોના વધતા પ્રભાવને રોકવા માંગતા લોકો હતા અને બીજી બાજુ ઇસ્લામના વિરોધને જ કટ્ટરવાદ કહી મુસ્લિમ વિરોધીઓને હરાવવાની હાકલ કરતા તથાકથિત ઉદારવાદીઓ હતા. ન્યૂઝ ચેનલો અને વર્તમાનપત્રોના મોટાભાગના પત્રકારો પણ આ ત્રણેય ચૂંટણીમાં લોકો સામે એ જ ઉદારવાદી ચહેરા સાથે હાજર થયા અને ઇસ્લામિક વિચારોનો દેશમાં પ્રભાવ ઓછો કરવા લડતા લોકોને સાંપ્રદાયિક કહ્યા. દેશની પ્રજાને સાંપ્રદાયિકતા શું અને ધર્મનિરપેક્ષતા શું એ સમજાવવાની જાણે હોડ લાગી. એમાં સેલિબ્રિટીઓ પણ જોડાયા. દરેકને પોતાની જાતને બુદ્ધિજીવી અને ઉદાર સિદ્ધ કરવી હતી. જાણે જમીન પર રહીને દેશની દરેક મૂળભૂત સમસ્યાનો રોજ સામનો કરતી દેશની પ્રજા મૂર્ખ હોય અને ટીવી કેમેરા સામે જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરતા એ પાખંડીઓ સાચા હોય. પણ પરિણામ તો આખરે એ ત્રણેય લોકશાહીમાં લોકોને જ આપવાનું હતું. ત્રણેય ચૂંટણીઓમાં એ જૂથ જ વિજેતા બન્યું જે વિશ્ર્વમાં વધી રહેલી ઇસ્લામિક કટ્ટરતાથી પોતાના દેશને બચાવવા માગતું હતું. મતલબ, વિશ્ર્વના અલગ અલગ ભૌગોલિક સ્થિતિમાં આવેલા એ ત્રણેય દેશોની પ્રજાએ લિબરલ રોમાન્સમાં રાચતા એ મીડિયાને અને બુદ્ધિજીવીઓને જોરદાર તમાચો જડી દીધો. કેટલાક એ લિબરલ રોમાન્સમાંથી બહાર આવીને આત્મમંથન કરવા લાગ્યા, જ્યારે બીજા કેટલાક હજી એ જ રોમાન્સમાં જીવી રહ્યા છે અને દેશની પ્રજાએ લોકતાંત્રિક માર્ગે કરેલા નિર્ણયને વિભિન્ન માર્ગે ઉથલાવવા કોશિશ કરી રહ્યા છે. પણ રોમાન્સનો અર્થ જ એ છે કે - એક કાલ્પનિક આનંદ જે સત્યને ભુલાવીને જીવવાથી મળે છે. રોમાન્સ હંમેશા ક્ષણિક હોય છે, કારણ કે સત્યનું પુન:ઉત્થાન થતાં જ એ નાશ પામે છે. ગાંધીજીનો લિબરલ રોમાન્સ ઇસ્લામના નામે દેશના વિભાજનથી નાશ પામ્યો હતો અને નહેરુનો રોમાન્સ કાશ્મીર અને અક્સાઈ ચીનના ભાગો ગુમાવીને શાંત થયો હતો. એટલે આવા લિબરલ રોમાન્સવાળા માણસો જો સત્તા પર આવી જાય તો દેશને કેવું ભોગવવાનું આવે છે તે કદાચ આજના સમયની માનવજાતિ જાણે છે. અને એ જ આ ચૂંટણીઓના સમાન પરિણામનું કારણ છે.
વિશ્ર્વભરમાં આ એકતરફી ચુકાદો આપીને માનવસમાજે વિશ્ર્વભરના મુસ્લિમ સમાજને પણ એક કડક સંદેશ આપ્યો છે. તે સંદેશ એ છે કે પૃથ્વી પર વસતી આ માનવજાતિ કોઈના બાપની મિલકત નથી કે તે આવીને કહેવા લાગે કે ‘સૃષ્ટિના એ એકમાત્ર ભગવાનને અમે જે નામ આપીએ એ જ સાચું અને એ નામ પાછળ અમે જે નિયમો બનાવીએ એ જ બધાએ પાળવાના. જે એવું નહી કરે તેને જીવવાનો હક નથી.’ આવું કહેવાવાળાઓને આ ત્રણ દેશોની પ્રજાએ પોતાના લોકશાહી ચુકાદા વડે આ જવાબ આપ્યો છે, "તમે કોણ છો એ નક્કી કરવાવાળા કે આ માનવજાતિને શું માનવું અને શું ન માનવું ? તમે આ દુનિયા પર એકમાત્ર ધર્મ નથી. અસલમાં તમે આ દુનિયા પર એ જાણવાવાળા છેલ્લા માણસો છો જે અમે હજારો વર્ષોથી જાણીને બેઠા છીએ. એટલે આ મૂર્ખ વિચારો છોડો અને એક માનવ તરીકે બાકીના માનવસમાજ સાથે ભળી જાઓ. માનવજાતિએ સર્જેલા દરેક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજવાની કોશિશ કરો અને માનવે પૃથ્વી પર ઊભી કરેલી દરેક સંસ્કૃતિનું સમ્માન કરો. આ રીતે જ આપણું સહજીવન શક્ય છે. એ સહજીવનને કોઈપણ વિચાર, વાણી કે કર્મથી નુકસાન પહોંચાડવું એ જ આતંકવાદ છે. અને આતંકવાદ હવે આ માનવસમાજમાં સ્વીકાર્ય નથી.’