ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત મીડિયમમાં ૯૯.૦૧ ટકા સાથે સફળતા મેળવી

    ૦૯-જૂન-૨૦૧૭


ધો. ૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે, ત્યારે એક સુખદ ઘટના ઘટી છે. આ વખતના પરિણામમાં સંસ્કૃત મીડિયમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ૯૯.૦૧ ટકા માર્ક મેળવ્યા છે. સહજખૂંટ નામનો વિદ્યાર્થી એસજીવીપીમાં રહીને દર્શન સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. પોતાના સંસ્કૃતપ્રેમ અને લગન થકી સહજે ૯૯.૦૧ ટકા મેળવ્યા છે. સહજ કહે છે કે, તે કૉલેજ પણ સંસ્કૃત વિષય સાથે જ કરવા માંગે છે. ત્યારબાદ મારું સ્વપ્ન આઈએએસ બનવાનું છે.

ફરી એક વખત ફિલ્મના બહાને હિન્દુત્વ પર નિશાન

બોલિવૂડમાં એક વખત ફરી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે હિન્દુ આસ્થાને નિશાન બનાવાઈ છે. શેની ડિસૂઝા નામના દિગ્દર્શકની ફિલ્મ ‘બહન હોગી તેરી’માં દેવોના દેવ મહાદેવને ખૂબ જ ભદ્દી રીતે ચીતરવામાં આવ્યા છે. ફિલ્મના પ્રોમોનાં પોસ્ટરમાં ભગવાન શિવને ખૂબ જ આપત્તિજનક મુદ્રામાં બાઈક પર બેહદ વિચિત્ર રૂપે બેઠેલા બતાવવામાં આવ્યા છે. ફિલ્મના પોસ્ટરનો જે રીતે સાર્વજનિક પ્રચાર થઈ રહ્યો છે તેને લઈ પંજાબમાં વિરોધ પેદા થયો છે અને ફિલ્મની ટીમ સામે હિન્દુઓની ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપ હેઠળ કેસ દાખલ થયો છે.


ગૌ-ભક્ષકોને સેહવાગનો જવાબ

દેશભરમાં હાલ ગૌ-ભક્ષણ અમારો અધિકાર હોવાનું કહી ગૌ-ભક્ષકો સરેઆમ ગૌ-હત્યા જેવાં ઘૃણિત કાર્યો કરી રહ્યા છે, ત્યારે ભારતીય ક્રિકેટર વિરેન્દ્રસિંહ સેહવાગે પોતાના ટ્વિટર પર ગાયને માતા ગણાવતી ખૂબ જ સુંદર લાગણીશીલ તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં લખ્યું છે કે, આ તસવીર ૨૦૦૮માં શ્રીલંકામાં લેવામાં આવી હતી, જેમાં એક સંતે ગાયને કસાઈઓથી બચાવી હતી. ત્યાર બાદ ગાયે કંઈક આવા અંદાજમાં જાણે સંતનો સાભાર માન્યો હતો. સેહવાગે લખ્યું હતું કે ગાયનો આ પ્રકારનો વ્યવહાર શાનદાર છે. જોકે સેહવાગની આ ટ્વિટ ગૌ-ભક્ષકોને પચી ન હતી અને તેમને ભાજપ-સંઘના ચમચા હોવાનો પણ મારો ચલાવાયો હતો. જો કે બીજી તરફ હજારો લોકો આ તસવીરને વાયરલ કરી રહ્યો છે અને સેહવાગની ગૌ-ભક્તિને બિરદાવી પણ રહ્યા છે.


સુરક્ષાદળો બાદ હવે આમ પર્યટકો પણ પથ્થરબાજોના નિશાન પર

કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર પથ્થરમારો થવો એ દરરોજની ઘટનાઓ છે. અત્યાર સુધી કહેવાતું કે કાશ્મીરીઓને ત્યાં ભારતના સૈનિકોની હાજરી સામે વાંધો છે બાકી ભારતીયો સાથે તેમનો વ્યવહાર ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહે છે, પરંતુ કાશ્મીરના પ્રવાસે ગયેલા કુલદીપ નામના પર્યટકે જે તસવીરો મોકલી છે તે સાબિત કરે છે કે, પથ્થરબાજોના નિશાન પર હવે પર્યટકો પણ આવી ગયા છે. કુલદીપ કહે છે કે અનંતનાગમાં ભીડે અમારી કાર પર હુમલો કર્યો અને અમે જીવ બચાવી ભાગ્યા છીએ, પરંતુ તમિલનાડુથી આવેલા પર્યટકો પથ્થરબાજોના હાથમાં આવી ગયા. પથ્થરબાજીમાં ગાડીના કાચનો ભુક્કો બોલાઈ ગયો હતો. ગાડીમાં બેઠેલી મહિલાના માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું. ગાડીમાં બેઠેલી નાની બાળકીને પણ પથ્થરો વાગ્યા હતા. પરિવાર એટલો તો ડરી ગયો હતો કે તેમના ગળામાંથી અવાજ પણ બહાર આવી શકતો ન હતો.


ઉત્તર પ્રદેશની યુવતીએ ISIS શકમંદ સાથે ફોન પર નિકાહ પઢ્યા

આઝમગઢની એક મેડિકલ વિદ્યાર્થિનીએ ફોન પર ISISના સમર્થક સાથે લગ્ન કર્યાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવતી સોશિયલ મીડિયા પર ISISના ટેકેદાર સાથે મિત્ર બની હતી અને ચાલુ મહિનાની શ‚આતમાં ફોન પર નિકાહ થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આઈએસઆઈએસ શકમંદની ધરપકડ કરી છે અને તેની ‘પત્ની’ પર બાજનજર રખાઈ રહી છે. આઈએસઆઈએસ શકમંદ સમજાદ ખાન રાજસ્થાનના ચુરુનો રહેવાસી છે. અમજદની કામગીરી મુસ્લિમ યુવાનોને કટ્ટરવાદી બનાવી તેમની ભરતી કરવાની છે. અમજદે મેડિકલમાં ભણતી યુવતીને જણાવ્યું હતું કે તે પરણેલો છે અને બે બાળકો પણ છે. તેમ છતાં તેણે લગ્ન કર્યાં હતાં.


સ્વચ્છતા અભિયાનમાં વડોદરાવાસીઓએ મેક્સિકોનો રેકોર્ડ તોડ્યો

વડોદરાએ અનોખી રીતે સફાઈ કરીને ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ૫૦,૦૦૦ લોકો હાથમાં ઝાડું લઈને અશોક દાંડિયા બજાર રોડ પર સફાઈ કરવા માટે ઊતરી પડ્યા હતા. આ સફાઈ કરીને સૌથી વધુ લોકોએ એક સાથે મળીને કરેલી સફાઈનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ મેક્સિકોમાં આ વર્ષે ૨૬મી ફેબ્રુઆરીએ ૧,૭૬૭ લોકોએ એક થઈને સફાઈ કરીને રેકોર્ડ બનાવ્યો હતો જેને વડોદરાવાસીઓએ તોડી નાખ્યો છે. વડોદરામાં આટલું મોટું સફાઈ અભિયાન હાથ ધરવા બદલ ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સર્ટિફિકેટ એનાયત કર્યું છે.

બીફપાર્ટી કરનાર આઈઆઈટી વિદ્યાર્થીને મેથીપાક

આઈઆઈટી મદ્રાસના એક વિદ્યાર્થીને સરેઆમ ગૌ-માંસ પાર્ટી યોજી ગૌ-માંસ ખાવાનું ભારે પડ્યું છે. સૂરજ નામના આ વિદ્યાર્થીએ કેન્દ્ર સરકારના તાજેતરના પશુધન અંગેના કાયદાનો વિરોધ કરવા કૉલેજ કેમ્પસમાં બીફપાર્ટીનું આયોજન કર્યંુ હતું, જેને લઈને કૉલેજના જ કેટલાક યુવાનોના ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને બીફપાર્ટી કરતા સૂરજ સહિતના ગૌ-ભક્ષકો પર તૂટી પડ્યા હતા અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

રાજસ્થાન હાઈકોર્ટનું ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા સરકારને સૂચન

દેશમાં ગૌહત્યા માટે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હિંગોનિયા ગૌશાળા મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટે જણાવ્યું કે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ. કોર્ટે વધુમાં જણાવ્યું કે, ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા કરવી જોઈએ. તેવા કાયદા પણ લાગુ કરવા જોઈએ. હાઈકોર્ટ દ્વારા જિલ્લાના મુખ્ય સચિવ અને મહાધિવક્તાને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટેની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું કે, આ મુદ્દે પહેલાં આપવામાં આવેલા આદેશોનું પાલન કરવામાં આવે, તે ઉપરાંત સરકાર દ્વારા ગૌહત્યા બદલ આજીવન કેદની સજા આપવા જેવા કાયદા પણ બનાવવામાં આવે. જજે વધુમાં જણાવ્યું કે, હું શિવભક્ત છું. આ મુદ્દે આપેલો ચુકાદો અંતરઆત્માનો અવાજ છે. ગાયોનું સંરક્ષણ કરવું તે રાજ્ય સરકારની ફરજમાં આવે છે.

બાંગ્લાદેશ : કટ્ટરવાદીઓના વિરોધ બાદ ન્યાયની દેવીની મૂર્તિ તોડી પડાઈ

બાંગ્લાદેશ સરકારે આખરે કટ્ટરવાદીઓના ઘૂંટણિયે પડી સર્વોચ્ચ ન્યાયાલયના પરિસરમાંની ન્યાયની દેવીની પ્રતિમાને હટાવી દીધી છે. બીડી ન્યૂઝ ૨૪ના અહેવાલ મુજબ કટ્ટરવાદીઓનો આરોપ હતો કે પ્રતિમા ગ્રીક દેવી તેમિસનું રૂપ છે અને સાડી પહેરેલ બંગાળી મહિલાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઇસ્લામની વિરુદ્ધ છે. આ પ્રતિમાનો ધ્વંસ કરવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.


આદિવાસી ડુગરી ગરાસિયા સમાજની ૧૦૮ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ

યાત્રાધામ અંબાજીમાં આદિવાસી ડુગરી ગરાસિયા સમાજની ૧૦૮ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ હતી. અંબાજી પંથકના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલ આદિવાસી સમાજના આ ભવ્ય લગ્નોત્સવ પ્રસંગે રાજ્યભરમાં વસતી આદિવાસી પ્રજા ઉપરાંત રાજ્યના વિવિધ પ્રાંતોમાં વસતા રાજવીઓ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમસ્ત આદિવાસી ડુગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં ૧૦૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં, જેમાં સીરોહી, દાંતા, વ.વ. સુદાસણા અને ચીત્તલવાસણાના રાજવીઓ ખાસ હાજર રહ્યા હતા. સમારંભના અધ્યક્ષ જોગાજી વાલાજી પરમાર પાટ ગામ પટેલ જાંબુડીએ જણાવ્યું હતું કે, ૫૦૦ વર્ષમાં પ્રથમવાર આટલું મોટું અને ભવ્ય આયોજન ગોઠવાયું છે. આ અંગે ડુગરી ગરાસિયા સમાજના પ્રમુખ રાવતાજી પરમારે જણાવ્યું હતું કે સમાજના ઉત્થાન માટે કંઈક કરવું જોઈએ. કેવી રીતે કરવું એ દિશા મળતી નથી. ત્યારે એક વિચાર આવ્યો કે સમૂહલગ્ન કરવું અને એ વિચાર આ દર્શન કાર્યક્રમમાં પરિપક્વ થયો અને વીર ચરણરાજ દાદા, વીર વળોશ્ર્વર દાદાના પવિત્ર ગામમાં સમૂહલગ્ન કરવાનો સંકલ્પ લેવાયો હતો જે આજે પૂર્ણ થયો છે. સેવા ટ્રસ્ટ ગુજરાત - સ્વામી સત્યમિત્રાનંદગિરીજી તરફથી ૧૦૮ ક્ધયાઓને ચાંદીનાં મંગળસૂત્ર આશીર્વાદ રૂપે આપેલા. જે ટ્રસ્ટ્રના અધ્યક્ષ શ્રી રસિકભાઈ ખમાર,
શ્રી ઘનશ્યામભાઈ પટેલ, તથા કાર્યકર્તાઓ શ્રી જગદીશભાઈ ભગત તથા શ્રી વિષ્ણુભાઈ ઠાકોર તથા અંબાજીના અન્ય કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલ. આ લગ્નોત્સવમાં પચાસ હજારથી વધુ લોકો ભોજન સહિત લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. તો લગ્નોત્સવ દરમિયાન સતત ઠંડી છાશ અને ઠંડું મિનરલ પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.