ગ્લોબલ વોર્મિંગ સમસ્યા અંગે ટ્રમ્પનો નકારાત્મક અભિગમ વખોડવા પાત્ર છે

    ૦૯-જૂન-૨૦૧૭


પ્રેસિડેન્ટ ટ્રમ્પના એક નિર્ણય માત્રથી તેમણે અમેરિકાને સીરિયા અને નીકારાગુઆની હરોળમાં મુકી દીધું. ના, જીડીપી કે કેપિટલ ઇન્કમ સંદર્ભે નહીં, ના ત્રાસવાદ કે આંતરિક લડાઈ સંદર્ભે, પરંતુ વિશ્ર્વના ૧૯૭ દેશોએ એક સાથે દુનિયામાંથી ગ્રીન-હાઉસ ગેસીસને ઓછા કરવા માટેની સમજૂતી કરી હતી, તેમાંથી અમેરિકાને બાકાત કરી દીધું. આંતરીક લડાઈ નહીં પરંતુ મતભેદો જરૂર ઉભરી આવ્યા.
ન્યૂયોર્ક, કેલીફોર્નિયા, વોશિંગ્ટન રાજ્યોના ગવર્નરોએ સામૂહિક રીતે પર્યાવરણ-નિયમન અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ ચાલુ રાખવા નિર્ણય કર્યો. આ ત્રણ રાજ્યો મળીને અમેરિકાનો ૨૦% GDP તથા ૧૦%થી વધારે ગ્રીન હાઉસ ગેસીસ માટે જવાબદાર છે. ટેસ્લાના એલન મસ્ક અને ડીસ્નીના રોબર્ટ ઇગરે, વ્હાઈટ હાઉસ એડવાઈઝરી કાઉન્સીલમાંથી રાજીનામાં આપ્યા. ફેસબૂકના માર્ક ઝુકરબર્ગ, એપલનાં ટીમ કુક તથા ગુગલના સુંદર પીછઈએ આ નિર્ણયને વાતાવરણ માટે ગેરવ્યાજબી, આવનારી પેઢીઓ માટે નુકસાનકારક ગણાવી, તેમની કંપનીઓ દ્વારા પર્યાવણ અંગેના નિર્ણયો વધુ ઝડપથી કાર્યાન્વીત કરી ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં સહયોગ ચાલુ રાખવાની જાહેરાત કરી. અમેરિકાના જુદા જુદા રાજ્યોના ૭૫ શહેરોના મેયર્સે ‘ક્લાયમેન્ટ મેયર્સ’ના નામે આવતા વર્ષોમાં ગ્રીન હાઉસ ઘટાડવાની વધુ પ્રતિબદ્ધતા જાહેર કરી. વૈશ્ર્વિક નેતાઓનું એક ગ્રુપ એલ્ડર્સના માધ્યમથી યુનાઈટેડ નેશન્સના પૂર્વ સેક્રેટરી જનરલ કોફી અન્નાને પણ આ નિર્ણયને વખોડ્યો, ટીકા કરી. આવનારી પેઢીઓના જીવનની ગુણવત્તા માટે આઘાતજનક ગણાવ્યો.
થોડા સમય પહેલાં જ વેટીકનના પોપ ફ્રાન્સીસે ટ્રમ્પને એક સ્વલીખિત પુસ્તક ભેટ આપ્યું હતું, હ્યુમન ડ્રિવન ક્લાઈમેટ ચેન્જ તથા પેરીસ સમજૂતી અંતર્ગત રહેવા સલાહ આપી હતી. એ સલાહનો પણ દ્રોહ યુનોના જનરલ સેક્રેટરીએ પણ Climate solution opportunities unmatchable આવો પ્રતિભાવ આપ્યો. વિશ્ર્વના અનેક દેશોના વડાઓએ, ભારત સહિત, પોતાના દેશે લીધેલા નિર્ણયોને વળગી રહી. ક્લાઈમેટ કંટ્રોલ માટે અમેરિકા સિવાય પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આમ સૌથી શક્તિશાળી દેશના વડા અત્યારે તો બધી બાજુથી એકલા જ છે. હા, ૧૫-૨૫ રીપબ્લીકન સાથે હોઈ શકે, પરંતુ કુદરતના ખોફ સામે લડવા માટે તે સેના પૂરતી નથી.
છેક ૧૯૯૭માં ક્યોટો, જાપાનથી જે સમજૂતીનો આરંભ થયો અને વર્ષ-પ્રતિવર્ષ તેમાં નવા સુધારા વધારા સાથે અનેક દેશો જોડાયા, તે વિશ્ર્વમાં કાર્બન ડાયોક્સાઈડ તથા ગ્રીન હાઉસ ઇફેક્ટનું પ્રમાણ ઘટાડવા માટે સહિયારા પ્રયત્નો, કુદરતી વાતાવરણને ૧૫૦ વર્ષમાં ઔદ્યોગિક વિકાસના કારણે થયેલ નુકસાનને ઓછું કરવા માટેનો જ સંકલ્પ છે.
સહુએ અનુભવ્યું છે તેમ ઋતુઓ બદલાઈ રહી છે. કમોસમી વરસાદ, વધુ ઉગ્ર વાતાવરણ, ઓક્સીજનમાં ગાબડું, પ્રદૂષણના કારણે થતા ચર્મ રોગો, સમુદ્રના પ્રવાહોમાં થતી ઉથલપાથલ, ખેતીવાડીની જમીનોમાં બગાડ, અવિકસીત તથા વિકાસશીલ દેશોમાં ઘટતું ખેત-ઉત્પાદન તથા વોટર રિસોર્સિસ અને વોટર અવેલિબિટીને નુકસાન, મરિન લાઈફને નુકસાન. અગણિત નુકસાન આ પૃથ્વી પર ક્લાઈમેટ ચેઇન્જને કારણે છે. ઉનાળામાં હિમાલય, આલ્પ્સ કે અલાસ્કા, એન્ટાર્ટીકા બધેથી બરફનું વધુ પડતું પીગળવું. તોફાની નદીઓ, સમુદ્રમાં હરીકેન, ટોર્નાડો વિ. ના કારણે રાષ્ટ્રોના જીડીપીને તથા માનવજાતને અસહ્ય નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણોસર બધા દેશોએ સાથે મળીને સહિયારી છતાં ભિન્ન જવાબદારીઓ, ક્યોટો પ્રોટોકોલના માધ્યમથી સ્વીકારી છે.
ગ્રીન હાઉસ ગેસીસને ૧૯૯૦ના લેવલથી ૫% ઘટાડવા, ૨૦૧૩થી ૨૦ સુધીમાં ૧૮% સુધી ઘટાડવા દરેક રાષ્ટ્ર તૈયાર થયું. અલબત્ત તે વધવાનું કારણ વિકસીત રાષ્ટ્રો જ છે. ૨૧મી સદીમાં વૈશ્ર્વિક તાપમાન ૨% થી વધે નહીં અને સહિયારો પ્રયત્ન ૧ ૧/૨થી ન વધે તેવો જ કરવો. તેવા ઉમદા સંકલ્પથી ક્યોટો પ્રોટોકોલ થયો હતો. પેરીસમાં થયેલ સમજૂતી મુજબ દરેક દેશે લક્ષ્યાંક નક્કી કરી, સ્વૈચ્છીક રીતે તેનું એડેપ્ટેશન, કંપલાયન્સ અને રિપોર્ટીંગ કરવાનું હતું. આ માટેની નાણાંકીય જ‚રિયાત, ટેક્નોલોજીકલ, ફ્રેમવર્ક તથા નિર્માણ ક્ષમતાના માળખામાં વિકસીત રાષ્ટ્રોનો સહયોગ અપેક્ષિત છે.
અમેરિકા જે વિશ્ર્વના ૪% લોકોનો દેશ છતાં ૧/૩થી વધારે Co2 માટે જવાબદાર છે. તેના પ્રમુખે અનેક અયોગ્ય કારણો આગળ ધર્યા. ‘અમારી મેન્યુફેક્ચરીંગ તથા ફ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝને ને ગેરફાયદો છે. ૩ ટ્રિલિયન ડૉલરથી વધારેનું વર્ષોમાં નુકસાન તથા ૬૫ લાખ નોકરીઓને ખતરો છે. અમેરિકા માટે આ અયોગ્ય છે. અમારી ખુબ મોટી સંપત્તિનું અનેક દેશોને અયોગ્ય વહેંચણી થશે. અમારા માટે એનર્જી, ઇન્ડસ્ટ્રી, ક્ધઝ્યુમર્સની અને મારે વીટ્બર્ગનું પ્રતિનિધિત્વ કરવાનું છે, પેરિસનું નહીં.’ આવી સંકુચિત મનોદશા સૌથી ધનાઢ્ય દેશના વડાને શોભે નહીં. તેમાં પણ જ્યારે તેમનું તથા અન્ય વિકસિત રાષ્ટ્રો આ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર હોય. પ્રગતિ અને વિકાસના અંચળા હેઠળ, કુદરતી સંસાધનોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરીને આર્થિક સમૃદ્ધિ ભોગવતા રાષ્ટ્રોએ કુદરતની ચેતવણીને માન્ય તો રાખી છે, પરંતુ તેની અવગણના કરીને અમેરિકા જેવું રાષ્ટ્ર કદી ફાવી શકે નહીં. વધુ સમૃદ્ધિનો અર્થ વધુ સામર્થ્ય તેવો કદી થાય નહીં. અમેરિકા પણ ગ્લોબલ વોર્મિંગનું ભોગ દરેક ક્ષેત્રે બની જ રહ્યું છે. માત્રા ઓછી વધતી હોય, પરંતુ જ્યાં વધુ છે ત્યાં કુદરતીખોફને પહોંચી વળવા માટેનું તંત્ર સદાયે સાબદુ છતાં બોદુ નીકળી શકે. અન્ય માનવજાતની અવગણના કરી, કુદરત સામે ઝઝુમવું તેમાં ડહાપણ નથી જ. સદ્ભાગ્યે અનેક રાજ્યો આ નિર્ણય સાથે નથી. કુદરત સામે ઓટોક્રસી હોય નહીં. ટ્રમ્પને ભારતનાં શાંતિમંત્ર સમજવો રહ્યો. આંતરિક શાંતિ: વનસ્પતી શાંતી: દ્યૌ: શાંતિ:....