અજગરને બચાવવા માટે હાઈ-વે પર સૂઈ ગયો આ વ્યક્તિ

    ૦૭-જુલાઇ-૨૦૧૭


સામાન્ય રીતે જોવા મળે છે ક્યાંય સાપ દેખાઈ જાય તો માણસ પોતાનો રસ્તો બદલી નાંખે છે, પરંતુ હાલમાં એક વ્યક્તિ ખતરનાક અજગરને બચાવવા માટે સડક પર સૂઈ ગયો. મેથ્યુ બૈગર નામના આ વ્યક્તિએ જ્યારે જોયું કે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો પિલબરા રિક ઓલિવ પ્રજાતિનો અજગર ટ્રાફિકથી ભરપૂર હાઈ-વે પરથી પસાર થઈ રહ્યો છે. રખને કોઈ વાહન તેને કચડી નાંખે તે ડરે તે અજગરને બચાવવા રસ્તા પર જ સૂઈ ગયો, જેથી વાહનો આપોઆપ થંભી જાય. અને થયું પણ એમ જ. વાહનો તેને જોઈને બ્રેક મારી દેતા હતા. આમ અજગરે પરેશાની વિના રસ્તો ઓળંગી લીધો અને તેનો જીવ બચી ગયો. સોશિયલ મીડિયામાં મેથ્યુના આ કામની ભારોભાર પ્રશંસા થઈ રહી છે.


ભારતમાં જોવા મળે છે ૪ કરોડની કિંમતની ગરોળી

બંગાળમાં ૪.૫ કરોડની દુર્લભ ગરોળીની તસ્કરી કરવાના આરોપ હેઠળ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. બંગાળના ફાલાઘાટા જંગલોમાંથી સશસ્ત્ર સીમાદળ (એસએસબી)ના જવાનોએ દુર્લભ પ્રજાતિની ૬ ગરોળીઓ સાથે કેટલાક તસ્કરોની ધરપકડ કરી છે. ટોકે ગેક્કો નામની આ ગરોળીની કિંમત આંતર્રાષ્ટ્રીય બજારમાં ૪.૫ કરોડ ‚પિયાની બતાવવામાં આવી રહી છે, જેને મારી તેમાંથી અનેક શક્તિવર્ધક દવાઓ બનાવવામાં આવે છે. પકડાયેલી ગરોળીઓને ચીનમાં લઈ જવાઈ રહી હતી.


૧૦૦૦ લાઇક્સ મેળવવા દીકરાને ૧૫મા માળની બાલ્કનીમાં લટકાવનાર પિતાને બે વર્ષની જેલ

ફેસબુક અને સોશિયલ મીડીયા પર લાઇક્સ મેળવવાનું ભૂત લોકો પાસે કેવું ગાંડપણ કરાવી શકે છે એનો દાખલો અલ્જીરિયામાં એક પિતાના કેસથી મળે એમ છે. ભાઈએ પોતાના જ દીકરાને ૧૫મા માળની બાલ્કનીની બહાર લટકાવ્યો અને એની તસ્વીરો ફેસબુક પર તરતી મૂકી હતી. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે - ૧૦૦૦ લાઇક્સ કે પછી હું તેને છોડી દઉં ?
મહાશયે દીકરાએ પહેરેલા ટી-શર્ટથી પકડીને આટલે ઊંચેથી ૧૫મા માળે લટકાવ્યો હતો અને એ વખતે નીચેની કાર સાવ ટચુકડી દેખાતી હતી. ભાઈને લાઇક્સ તો ન મળી, પણ જબરી ઝાટકણી થઈ એટલું જ નહીં, સ્થાનિક પોલીસે તેને શોધી કાઢ્યો અને બાળકની સલામતી જોખમમાં હોવાના મુદ્દે ખટલો ચાલ્યો. એ વખતે તેણે સફાઈ આપતાં કહ્યું કે તેણે આ તસવીરો એડિટ કરીને તૈયાર કરી છે, જ્યારે હકીકતમાં દીકરાને ત્યાં લટકાવ્યો ત્યારે આજુબાજમાં સેફ્ટી ગ્રીલ હતી અને પછી તસવીરમાં એને રીમુવ કરી દેવાઈ હતી. જોકે તેની આ ઠાલી સફાઈ કંઈ કામ લાગી નહોતી અને તેને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

ગાયનું દૂધ ન પીતા હોય તેવા બાળકોની ઊંચાઈ ઓછી રહે છે

વાલીઓ માટે જાણવા જેવા સમાચાર છે - જે બાળકો ગાય સિવાય અન્ય પ્રાણીઓનું દૂધ પીએ છે કે પ્લાન્ટ આધારિત મિલ્ક બેવરેજીસ પીએ છે તેમની ઊંચાઈ સરેરાશ કરતાં ઓછી જોવા મળી છે. કેનેડાના વિજ્ઞાનીઓએ કરેલા એક અભ્યાસનું આ તારણ છે.
કેનેડાની સેન્ટ માઈકલ હૉસ્પિટલના સંશોધકોએ કહ્યું હતું કે ગાય સિવાયના અન્ય પ્રાણીનું દૂધ રોજ એક કપ પીનારા બાળકો તેમની જ વયના બાળકોની સરેરાશ ઊંચાઈ કરતાં ૦.૪ સેન્ટિમીટર જેટલી ઓછી ઊંચાઈ ધરાવે છે. જ્યારે દરરોજ એક કપ ગાયનું દૂધ પીનારા બાળકોની ઊંચાઈ સરેરાશ કરતાં ૦.૨ સેન્ટિમીટર જેટલી વધુ હોય છે. ઊંચાઈનો આ તફાવત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્રોથ ચાર્ટ પરની મુખ્ય પર્સેન્ટાઈલ લાઇન્સ વચ્ચેના તફાવત સમાન છે. સંશોધકોએ પણ જોયું હતું કે ગાયનું દૂધ અને અન્ય પ્રાણીના દૂધને મિક્સ કરીને પીનારા બાળકોની ઊંચાઈ પણ સરેરાશ કરતાં ઓછી રહે છે. સંશોધકોના કહેવા પ્રમાણે બાળકોના સમગ્ર આરોગ્ય અને વિકાસનું મહત્ત્વપૂર્ણ ઈન્ડિકેટર ઊંચાઈ છે.

અહીંયાં બોડી પાર્ટ્સમાંથી તૈયાર કરવામાં આવે છે દવાઓ - લાખોમાં હોય છે એની કિંમત

આજે અમે તમને આફ્રિકી દેશો માટે કહેવા જઈ રહ્યા છીએ, જ્યાં અંધવિશ્ર્વાસના નામ પર લોકોને મારી નાંખવામાં આવે છે. હકીકતમાં અહીંયાં એલ્બિનો બીમારીથી પીડિત લોકોને મારીને એમનાં અંગોનું વેચાણ કરી દેવામાં આવે છે.
અહીંના લોકોનું માનવું છે કે આ બીમારીથી પીડિત લોકોના શરીરમાં કેટલાંક એવાં ચમત્કારિક તત્ત્વ હોય છે જેમાં ઘણા પ્રકારની બીમારીઓનો ઇલાજ થઈ શકે છે. આ બીમારીથી પીડિત લોકોનું કિડનેપ કરીને મારી નાખવામાં આવે છે અને એમના બોડી પાર્ટ્સનું વેચાણ કરી દેવામાં આવે છે. આ બોડી પાર્ટ્સથી બનેલ દવાઓનું લાખોમાં વેચાણ થાય છે.
પરંતુ આ દવાની અસર થાય છે કે નહીં એ હજુ સુધી જાણી શકાયું નથી. આ દેશોમાં કરોડપતિ લોકો આ દવાઓની ખરીદી કરે છે.
એલ્બિનો એક એવી બીમારી છે જેમાં પીડિત લોકોની બોડીમાં મેલેનિનની ખામી થઈ જાય છે, જેનાથી કેન્સરનું જોખમ વધે છે. એનાથી પીડિત લોકોની ઉંમર પણ ઓછી થઈ જાય છે. તંજાનિયામાં ખૂબ ઝડપથી આ બીમારીથી પીડિત લોકોની સંખ્યા વધતી જઈ રહી છે.


ચીનમાં હાથ પર ભરત ભરવાનો ‘પાગલ’ જેવો ક્રેઝ

મહિનાઓ અગાઉ જાપાનના એક કાર્ટૂન પરથી ચીન, રશિયા, યુરોપમાં એક અતિશય ખતરનાક ઓનલાઇન ચેલેન્જ ગેમનો ક્રેઝ ફેલાયેલો, બ્લુ વ્હેલ નામની એ ચેલેન્જ સુસાઈડ ગેમ તરીકે ઓળખાયેલી. એમાં ભાગ લેનારા મોટા ભાગના ટીનેજ યુઝર્સને પચાસ દિવસ સુધી રોજેરોજ એક ટાસ્ક આપવામાં આવતો. પચાસમા દિવસે તેમને આત્મહત્યા કરવાની ચેલેન્જ અપાતી અને તેમના મિત્રો એ આત્મહત્યાનું શુટિંગ કરીને ઓનલાઈન અપલોડ પણ કરતા. આ બ્લુવ્હેલ ગેમથી એકલા રથિયામાં જ ૧૩૦ ટીનેજરોએ આત્મહત્યા કરી હોવાનું ક્ધફર્મ થયું છે. ચીન-રશિયામાં એના પર પ્રતિબંધ મુકાઈ ગયા બાદ અને બ્રિટનમાં પોલીસે સત્તાવાર એની સામે ચેતવણી જાહેર કર્યા બાદ હવે ચીનમાં નવો લોહિયાળ ક્રેઝ ફેલાયો છે. એમાં બાળકો સોયદોરો લઈને પોતાના હાથ પર જાણે ભરત ભરતા હોય એ રીતે જાતભાતની પેટર્ન બનાવે છે. પોતાની ચામડી પર આ રીતે સ્ટીચીંગ કરવા માટે ઉશ્કેરતા કેટલાય લોકોની ચાઈનીઝ પોલીસે ધરપકડ કરી છે, પરંતુ ચાઈનીઝ સોશિયલ મીડિયા સાઈટ વેઈબો પર પોતાના હાથ પર ભરત ભરેલી અથવા તો ધારદાર ચપ્પુ કે બ્લેડથી બનાવેલી પેટર્નવાળી જથ્થાબંધ તસવીરો ખડકાઈ રહી છે.


ઘરમાં બે બલ્બ અને બે પંખાનું બિલ ૭૫ કરોડ!

બે ઓરડાનું ઘર કે જેમાં બે બલ્બ અને બે પંખા હોય તેનું વીજળી બિલ ૭૫ કરોડ ‚પિયા હોઈ શકે? આવું કોઈ વિચારી પણ ન શકે પરંતુ આવું હકીકતમાં બન્યું છે.
આ જાદુ કોરબાના વીજળી વિભાગે કર્યો છે. અહીં મજૂરીકામ કરતી એક મહિલા સરિતા યાદવના ઘરે ‚. ૭૫ કરોડનું બિલ મોકલી દેવામાં આવ્યું હતું. વીજળી બીલ જોતાં જ મહિલાને ચક્કર આવી ગયા હતા. તે જમીન પર પડી ગઈ હતી. મજૂરી કરીને ગુજરાન ચલાવતી સરિતા વિચારમાં પડી ગઈ કે આટલી મોટી રકમની ચુકવણી તે આ જન્મમાં ક્યારેય નહીં કરી શકે.
એક પત્રકારે જ્યારે આ અંગે છત્તીસગઢ સ્ટેટ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરના પી.એ. કુરિયન ફિલિપને ફરિયાદ કરી તો તેમણે કહ્યું હતું કે, ‘આવું ભૂલથી થયું છે. તમે મને બિલનો નંબર આપી દો. હું હમણાં જ સુધરાવી આપું છું.’

જુલાઈની વિશેષતા

આ જુલાઈ માસનું કૅલેન્ડર ધ્યાનથી જુઓ, તેમાં એક વિશેષતા છે.

આ વર્ષે જુલાઈ મહિનામાં ૫ શનિવાર, ૫ રવિવાર અને ૫ સોમવાર હશે. આવું ફક્ત ૮૨૩ વર્ષમાં જ થાય છે.
ચાઈનિઝ આ "મની સંપૂર્ણ પૉકેટ કહે છે.