રાત-દિવસ રાહત કામ

    ૧૮-ઓગસ્ટ-૨૦૧૭


ઉત્તર ગુજરાતમાં આવેલ વિનાશક પૂરને કારણે અનેક ગામોના માર્ગો તૂટી જતા સંપર્કવિહોણા બન્યા છે. અનેક લોકો અકાળે મોતને ભેટ્યા છે અને પાણીના પ્રવાહમાં અનેક ઘરો પડી જતાં ગરીબ લોકો ઘર વિહોણા બન્યા છે. આજે પણ અનેક લોકોને ભોજન અને જીવનનિર્વાહની અનેક બાબતોમાં મુશ્કેલી પડી રહી છે. અનેક પશુઓ પાણીમાં ડૂબી મર્યાં છે. ત્યારે RSSના સ્વયંસેવકો પ્રથમ દિવસથી જ સેવાકાર્યમાં લાગી ગયા છે. પૂરપીડિત લોકો આપણા ભાઈઓ છે એમના પરિવારની મુશ્કેલી આપણી મુશ્કેલી છે, તેવા ભાવથી પૂરપીડિતો માટે પ્રથમ તેમને સલામત સ્થળે ખસેડવા, ત્યારબાદ સલામત સ્થળે લોકોને ફૂડપેકેટ અને પૂર પ્રભાવિત ગામોમાં માથે ઉપાડી રાહતસામગ્રી પહોંચાડવાના કામમાં લાગી ગયા હતા. પાટણ બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક કાર્યકરોએ પ્રથમ દિવસે સલામત વિસ્તારમાં ઘરે ઘરેથી ખાદ્યસામગ્રી ગણતરીના કલાકોમાં એકત્રિત કરી પ્રથમ વાર પૂરપીડિતોને ભોજન પહોંચાડ્યું. ત્યાર બાદ બીજા દિવસથી હારીજ, પાટણ, મહેસાણા, વિસનગર, સમી, પાલનપુર, ડીસા, કડી જેવાં નગરોમાં સવયસેવકો દ્વારા જથ્થાબંધ ફૂડ પેકેટ બનાવી હારીજ, સમી તાલુકાના બાસ્પા, સમી, ડીસા, થરા, લાખાણી, થરાદ,વિસનગર જેવાં સ્થાનો પર રાહત સહાયતા કેન્દ્રો શ‚ કર્યાં છે. ત્યાર બાદ પૂરનાં પાણી ઓસરતાં તૂટેલા માર્ગો પ્રાથમિક તબક્કે માર્ગો વાહન ચાલવા લાયક બને તે માટે કામો કરી માર્ગો ચાલુ કરી જ્યાં જ્યાં જઈ શકાય ત્યાં ફૂડ પેકેટ, રાહતસામગ્રી, ઘરવપરાશની પ્રાથમિક ચીજવસ્તુઓની કીટો તૈયાર કરી પૂરપીડિત વિસ્તારોમાં પહોંચતી કરી...

ઉત્તર ગુજરાત સાથે સાથે ચોટીલા, સુરેન્દ્રનગર, ટંકારા, મોરબી, લીમડી, હળવદ જેવા વિસ્તારોમાં પણ પૂરના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. સ્વયંસેવકો સહિત સમગ્ર સમાજ પૂરગ્રસ્તોની મદદે દોડી ગયા હતા. આ રીતે સમગ્ર ગુજરાતમાં ૨૫૦૦ જેટલા સ્વયંસેવકો રાહતકાર્ય માટે જોડાયા હતા, જેમાં પાટણ તથા બનાસકાંઠાના ૧૫૦૦થી વધુ સ્વયંસેવકો અને ૧૦૦થી વધુ વાહનો કામે લાગ્યાં છે. આજે પણ આ તમામ સહાયતા કેન્દ્રો ૨૪ કલાક કાર્યરત છે. ત્યાર બાદ સ્વયંસેવકોની અલગ અલગ ટુકડીઓ બનાવી મરેલા ઢોરનો નિકાલ કરવાનાં કામો કર્યાં. આ સાથે સાથે સંઘના સ્વયંસેવકોએ NDRFની ટીમો અને ભારતીય સૈન્યના જવાનો સાથે ખભેખભો મિલાવી રાહતકામોમાં રાત દિવસ કામે લાગ્યા છે. અત્યાર સુધી ૧ લાખથી વધુ ફૂડપેકેટ પૂર પ્રભાવિત ૧૮૫ ગામો અને ૮૫ પર વિસ્તારમાં પહોંચાડ્યાં છે. આ તમામ કામોમાં RSSની ભગિની સંસ્થાઓ જેવી કે સેવા ભારતી ગુજરાત પ્રદેશ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારત વિકાસ પરિષદ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ, NMO સહિતના સંગઠનના લોકોએ તમામ પ્રકારનાં કામો તન મન ધનથી મદદ કરતા વિસ્તારમાં યુદ્ધના ધોરણે સેવાકર્યો કરવામાં આવી રહ્યાં છે.


સેવાકાર્યમાં જોડાયેલી સેવાભાવી સંસ્થાઓ

ગાયત્રી પરિવાર

આર્ટ ઑફ લિવિંગ

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય

આર્યસમાજ -ભૂજ

શ્રી સંતરામ મંદિર - નડિયાદ

શ્રી રણછોડદાસજી બાપુ સેવા સંસ્થાન - રાજકોટ

બાબા જયગુરુદેવ ટ્રસ્ટ - મથુરા

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMO)

ઉત્તર ગુજરાત કેમિસ્ટ ઍસોસિયેશન

શ્રી આદેશ મંડળ - થરાદ

શ્રી ગણપત યુનિ. સ્ટાફ પરિવાર - ખેરવા

શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ - આણંદ

શ્રી જૈનવાડી (દાસની વાડી) - થરા

શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ - ડીસા

શ્રી સમસ્ત પાટીદાર ટ્રસ્ટ - સુરત

લાયન્સ ક્લબ

ચોક્સી ઍસોસિયેશન - વિસનગર

બિલ્ડર ઍસોસિયેશન - વિસનગર

સ્વસ્તિક ગ્રુપ - વિસનગર

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - મહેસાણા વિભાગ

સેવા ભારતીની સેવાગાથા

-     ૨૪ જુલાઈ સોમવાર સવારથી સ્વયંસેવકો પૂરગ્રસ્ત સેવાકાર્યમાં જોડાયા.

-     તંત્રના એલર્ટને ધ્યાનમાં લઈને લોકોને સ્થળાંતર કરવા જાગૃત કર્યા.

-     સ્થળાંતર કરવા માટે વિશેષ પ્રયાસ ધાનેરા તાલુકા / નગરમાં થયો, જેથી મોટી જાનહાનિ ટાળી શકાઈ.

-     ધાનેરા, ડીસા, રાધનપુર, થરાદ જેવાં કેન્દ્રો પર સમાજના સહયોગથી શરૂઆતના દિવસોમાં જ રસોડું શરૂ કરી ગરમ ભોજન આપ્યું.

-     વિશેષમાં ૨૫ અને ૨૬ જુલાઈ મોટાભાગનાં ગામોમાં સર્વે પૂર્ણ કરી, પ્રશાસન અને સેવાભાવી સંસ્થાઓને યોગ્ય માહિતી આપવાનું મહત્ત્વનું કામ થયું.

-     રાધનપુર જિલ્લાના ૪ (ચાર) તાલુકાનો જમીની સંપર્ક તૂટવાથી કચ્છ વિભાગના સ્વયંસેવકો દ્વારા શરૂઆતના ૪ (ચાર) દિવસ સર્વે, ફૂડ પેકેટ વિતરણ, સરકારી તંત્રને સહયોગ વગેરેની દૃષ્ટિએ કામ મહત્ત્વનું રહ્યું.

-     પૂરમાં ફસાયેલા લોકોને તરવૈયા સ્વયંસેવકોની મદદથી રસ્સા બાંધીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા.

 

સેવાકાર્યમાં જોડાયેલાં વિવિધ ક્ષેત્ર

ભારત વિકાસ પરિષદ

નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન (N.M.O.)

રાષ્ટ્ર સેવિકા સમિતિ

ભારતીય જનતા પાર્ટી

વિદ્યાભારતી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

સ્વદેશી જાગરણ મંચ

લઘુ ઉદ્યોગ ભારતી

સીમા જનકલ્યાણ સમિતિ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

આરોગ્ય ભારતી

ભારતીય કિસાન સંઘ

ભારતીય મજદૂર સંઘ

સહકાર ભારતી

 

સ્વયંસેવકો - કાર્યકર્તા : ૧૮૭૧

ફૂડ પેકેટ : ૫,૫૦,૦૦૦

કરિયાણાની કીટ : ૨૩,૫૦૦

પાણી (મિનરલ) : ૮૭,૦૦૦ લીટર

ગાદલાં/શેતરંજી/ધાબળા :     ૧૩,૦૦૦ નંગ

કપડાં (નવાં) : ૧૯૦૦૦ જોડી

વાસણ-કીટ : ૫૨૩૦

તાડપત્રી      : ૪૧૯૦

અન્ય કીટ : ૫૨૦૦

અન્ય કરિયાણું : ૫૦,૦૦૦ કિ.ગ્રા.

સ્વાસ્થ્ય જાગૃતિ માટે ૧૫૦૦૦ પત્રિકાનું વિતરણ મેડિકલ કેમ્પ તથા ત્રણથી ચાર દિવસ માટે નિ:શુલ્ક દવા વિતરણ

કુલ ડોક્ટર : ૧૩૩

મેડિકલ કેમ્પ : ૨૦૨

દર્દી તપાસ : ૨૩૨૪૨

પશુઓ માટે ઘાસચારો : ૬૫ ગાડી

પશુઓ માટે દાણ (પશુઆહાર) : ૪ ગાડી