મુસ્લિમો ભયભીત કે અન્સારી ?

    ૧૮-ઓગસ્ટ-૨૦૧૭


મુસ્લિમો ભારતમાં અસલામતી અને ભય અનુભવી રહ્યાં છે તેમ નિવૃત્ત થતાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ઈન્ટરવ્યુમાં બોલે, તે તેમના મને મુસ્લિમો માટે શરમજનક છે. ખુલ્લા રસ્તા પર નમાઝ પઢવી, લાઉડ સ્પીકર દ્વારા અડધો કે એક કિલોમીટર દૂર સંભળાય તેવા જોશથી રોજ ખુદાની બંદગી કરવી, લવ જેહાદ દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવી લગ્ન તથા ધર્માંતરણ કરાવવું, હિન્દુ નેતાઓને બોટી બોટી કાપીને ખાવાની ધમકીઓ આપવી, શિયા-સુન્ની લડાઈમાં લોકોને મોતને ઘાટ ઉતારવા, આ બધું બેફિકર, કાયદાની ઐસીતૈસી કરીને કરતી કોમના અગણિત લોકો ભયભીત કહેવાય ?

અન્સારીની વિદાય વેળાએ પ્રધાનમંત્રી દ્વારા કહેવાયું, ‘રાજદ્વારી પુરુષોના હસ્તધૂનન’થી તેમનું મન કળી શકાતું નથી અને અન્સારીએ ૨૦થી વધારે વર્ષો રાજદ્વારી નેતા તરીકે જ ભારત બહાર વીતાવ્યા છે. ત્યાર પછી પણ અલીગઢ યુનિવર્સિટીમાં એવા જ માહોલમાં.’

ભૂલાય નહીં ભારતીય મુસ્લિમોના ૫% પણ મુસ્લિમ નથી. તે બધા ૧૫-૨૦ પેઢી પહેલાં મુસ્લિમ બાદશાહો તથા સેનાઓ દ્વારા જબરદસ્તી ધર્માંતરિત થયેલા પિતૃઓના સંતાન છે. માટે જ સાઉદી અરેબિયા જેવા દેશ તેમને ‘હિંદુડા’ કહે છે. મુસ્લિમમાં ગણના પણ નહીં. યુરોપના પ્રમુખ દેશોમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરેમાં મુસ્લિમ રિવાજો પર પ્રતિબંધ. તઝાકિસ્તાનમાં પિતરાઈ ભાઈ-બહેન શાદી પર રોક, હજયાત્રા માટે ભારત સિવાય કયો દેશ તેમને સબસીડી આપે છે ?

અનેક દેશોમાં શિયા-સુન્ની વચ્ચે કટ્ટર લડાઈ, શિરીયા ઈરાક જેવામાં સિયાઓએ પોતાના અધિકારો માટે સતત સંઘર્ષ કરવો પડે છે. અમેરિકાએ હમણાં જ દેશના મુસ્લિમોને વીઝા આપવા ઈન્કાર કરી દીધો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ત્યાંના નિયમોનું પાલન કરવું હોય તો જ રહો, નહીંતર પાછા વળો, તેવી ચીમકીઓ આપી. સિરિયાના વિસ્થાપિત મુસ્લિમોએ જર્મની, ફ્રાન્સમાં આતંક મચાવ્યો છે. મુસ્લિમ દેશો મુસ્લિમોને જ શરણાર્થી તરીકે સ્વીકારવા તૈયાર નથી. કાશ્મીરમાં મુસ્લિમો પરેશાન છે મુલ્લાઓથી, આતંકીઓથી, પોલીસ પરેશાન છે મુસ્લિમ જેહાદી અને અલગાવવાદી તત્ત્વોથી. મુસ્લિમ સ્ત્રીઓ ભયભીત છે ત્રિપલ તલાકના પ્રાવધાનોથી અને આધુનિક મુસ્લિમો ભયભીત છે મદ્રેસાઓમાં હિન્દુઓ વિરુદ્ધ ઓકાતા ઝેર તથા મુલ્લાઓના વર્ચસ્વથી.

મુસ્લિમો ભારતમાં સલામત છે. બહાર ફરીને આવતા ઉજમા જેવી ભારતીય યુવતી, પાકિસ્તાન પરણી, મલેશિયા તથા અન્ય મુસ્લિમ દેશોમાં ફરીને કહે છે ‘ભારત જેવી આઝાદી અને સહિષ્ણુતા કાંઈ નથી.’

અન્સારીએ ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમા સાચવવી જોઈતી હતી. કદાચ મનમાં હોય કે અહીં દાઉદની સલામતી નથી, મનમાં એમ હોય કે હિન્દુત્વના સાગરમાં કદી મારો ન્યાત ભાઈ આ પદે આવશે ખરો ? પણ આવા ક્ષુલ્લક ભય, ભયભીત થઈને પ્રદર્શિત કરતાં નિવૃત્તિને આરે ઉભેલ વ્યક્તિ આમ પછડાટ ખાય તે લોકશાહીનું જતન કરતાં આ પદને લજવાવે.

બંધારણને વરેલ, ઈશ્ર્વરના નામે સોગંદ ખાઈને પદ શોભાવતા નવા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આવકાર અને શુભેચ્છાઓ.