લવજેહાદ : કેરળ હાઈકોર્ટનો ચુકાદોએક હિન્દુ યુવતી, મુસ્લિમ યુવક અને મોટું ષડયંત્ર

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૭

સુપ્રીમ કોર્ટે કેરળના એક મુસ્લિમ યુવકનાં લગ્નની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી છે. ઉલ્લેખનીય છે કે, કેરળ હાઈકોર્ટે અગાઉ જ આ લગ્નને લવજેહાદ હોવાનું સ્વીકારી રદ કર્યું હતું. આ આદેશને સુપ્રીમમાં પડકારાયો છે ત્યારે કેસનો ચુકાદો જે કાંઈ પણ આવે પરંતુ તે પહેલાં કેરળ હાઈકોર્ટ દ્વારા આ લગ્નનો અસ્વીકાર અને બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર કેસની તપાસ ‘એનઆઈએ’ને સોંપવાની ઘટના જ લવજેહાદનો આ મુદ્દો કેટલો સંવેદનશીલ બની ચૂક્યો છે તેની સાક્ષી પૂરે છે.
કેરળના કાંટ્ટયમ જિલ્લાના વાઈકોમમાં રહેતી ૨૪ વર્ષની હિન્દુ યુવતી અખિલાએ મુસ્લિમ યુવક શફી જહાન સાથે ધર્મપરિવર્તન કરી નિકાહ પઢી લીધા હતા. અખિલાના પિતા કેએમ કેશવને આ નિકાહનો વિરોધ કરી, કેરળ હાઈકોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે શફી જહાને તેની દીકરીને ભોળવીને મુસલમાન બનાવી તેની સાથે નિકાહ કરી લીધા અને હવે તે તેનું બ્રેઈનવોશ કરી તેને આઈએસમાં ભર્તી થવા લલચાવી રહ્યો છે.
આ કેસની સુનવણી દરમિયાન કેરળ હાઈકોર્ટના જસ્ટિસ સુરેન્દ્ર મોહન અને જસ્ટિસ અબ્રાહમ મેન્યુની બેચે જે નિર્ણય સંભળાવ્યો તેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હાઈકોર્ટે કહ્યું કે લગ્ન એ અખિલાની જિંદગીનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે, માટે તેણે તેનાં માતા-પિતાની સલાહ લેવી જોઈતી હતી. આ કેસની ગંભીરતા જોતાં સ્પષ્ટ છે કે, કથિત રીતે થયેલ આ નિકાહ બકવાસ છે અને કાયદાકીય રીતે તેની કોઈ જ અહેમિયત નથી અને શફીને હિન્દુ યુવતી અખિલાનો પતિ બનવાનો કોઈ જ અધિકાર નથી.
કેરળ હાઈકોર્ટના આ ચુકાદાએ મુસ્લિમ યુવક શફી જહાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પણ યુવતીના પિતાએ પોતાની દલીલને વળગી રહેતાં કહ્યું હતું કે, તેમની દીકરીનું બ્રેઈનવોશ કરી તેની સાથે નિકાહ પઢવામાં આવ્યા છે. અને તેને ઇસ્લામિક સ્ટેટમાં ભરતી થવા ફોસલાવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે પણ આ કેસની સંવેદનશીલતા સમજીને આખા કેસની તપાસ ‘એનઆઈએ’ને સોંપી દીધી હતી.
આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ એનઆઈએએ પણ સ્વીકાર્યું છે કે દેશમાં ‘લવજેહાદ’ એ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી, નરી વાસ્તવિક્તા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની તપાસના અંતે આ તારણ કાઢ્યું છે. કેરળમાં પીઆઈએફના દાખલાને ટાંકી એનઆઈએ પોતાનાં ૨૨ પાનાંના અહેવાલમાં જણાવ્યું છે કે, શફી જહાન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાનો સભ્ય છે. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક રૂપેશની અતિ ક્રૂર હત્યામાં પણ પીએફઆઈ અને તેની રાજકીય પાંખ એસડીપીઆઈનો હાથ છે. આ સંગઠન કેરળમાં ઇસ્લામિક ખિલાફત સ્થાપવા માંગે છે.
કેરળમાં લવજેહાદનો આ પ્રથમ કેસ નથી. અહીં પાછલા એક દાયકામાં જ દસ હજાર જેટલી યુવતીઓનું ધર્મપરિવર્તન કરી મુસ્લિમ બનાવી દેવાઈ છે. અત્યાર સુધી કોઈ કારણસર આ મુદ્દો ચર્ચામાં આવતો નહોતો. એમ કહો રાજકીય ષડયંત્ર કરી આ મુદ્દાને ચર્ચામાં આવવા જ દેવાતો ન હતો. કોઈ રાષ્ટ્રવાદી સંગઠન કે પક્ષ આ મુદ્દાને ઉઠાવે ત્યારે કથિત બુદ્ધિજીવીઓ, માધ્યમજગત અને આપમેળે બની બેઠેલા સેક્યુલર રાજકીય પક્ષો લવજેહાદને માત્ર કોરી અફવા તથા રાષ્ટ્રવાદી પક્ષો, સંગઠનોની સાંપ્રદાયિક માનસિકતાની ઊપજ ગણાવી આખા મુદ્દાને જ દબાવી દેતા. પરંતુ આ વખતે પ્રથમ કેરળ હાઈકોર્ટે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દાની ગંભીરતા સમજી છે. કેરળ હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કાવતરારૂપે કેરળમાં લવજેહાદ થકી બિનમુસ્લિમ યુવતીઓને ફસાવી તેમનું ધર્મપરિવર્તન કરાવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ આખા કેસની તપાસ એનઆઈએને સોંપાય તે સાબિત કરે છે કે, લવજેહાદનો પ્રશ્ર્ન દેશમાં કેટલો સંવેદનશીલ બની ગયો છે. એનઆઈએના રીપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ શો ચુકાદો આપશે? બની શકે કે બ્રેઈનવોશને કારણે અખિલા પોતાના મુસ્લિમ પ્રેમી સાથે રહેવાની જીદ પકડી રાખે. પરંતુ સવાલ એ છે કે, આખરે ક્યાં સુધી દેશનો હિન્દુ સમાજ તેમના પર થતા પ્રત્યક્ષ અને પરોક્ષ હુમલા સામે હાથ પર હાથ રાખી બેસી રહેશે ? આજે દેશમાં દરેક રાજ્યમાં હજારો અખિલાઓ લવજેહાદનો શિકાર બની છે. ગુજરાતના છેલ્લા કેટલાક સમયના કિસ્સાઓ પર એક નજર કરીએ...
ગત મે મહિનામાં રાજપીપળામાં દલિત યુવતીએ કરજણ નદીમાં પડી આત્મહત્યા કરી. તપાસમાં બહાર આવ્યું કે એકતરફી પ્રેમમાં પાગલ મુસ્લિમ યુવાન શાહબાજ નકુમના ત્રાસ અને ધાકધમકીથી ત્રાસી યુવતીએ આત્મહત્યા કરી છે.
આ જ સમયગાળામાં મહુધા તાલુકાના હેરજ ગામમાં રિક્ષાચાલક અંગૂઠાછાપ મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો, તો ખેડા જિલ્લામાં લીંબાસીમાં મૌલવી દ્વારા હિન્દુ સગીરાને ભગાડી જવામાં આવી.
તાજેતરમાં જ ખેડા જિલ્લામાં માતર તાલુકાના હૈજરાબાદમાં પણ શાહરૂખખાન પઠાણ નામનો મુસ્લિમ યુવક ગામની યુવતીને ભગાડી ગયો હતો, જેને લઈને ગામના મુસ્લિમોએ પહેલાં તો યુવતીને પાછી લાવવાની વાત સ્વીકારી હતી, પરંતુ બાદમાં આ મુદ્દે હાથ ઊંચા કરી દીધા હતા.
થોડા સમય પહેલાં જ ડાકોર પાસેના નેસ ગામમાં રાવળ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. કારણ ગામના તાહીર નામના પરિણીત મુસ્લિમ પ્રેમીની ધાકધમકી હતી. યુવતીની આત્મહત્યા બાદ તાહીરનો પરિવાર બળજબરીપૂર્વક રાવળ સમાજની એ યુવતીને દફનાવી દેવડાવે છે, પરંતુ હિન્દુ સંગઠનોની હોહા બાદ છેક પાંચ દિવસ બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ થઈ શકે છે.
તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં પટેલ પરિવારની યુવતી મુસ્લિમ યુવક દ્વારા ભગાડી જવાઈ હતી, જેને લઈને વરછામાં પાટીદારોએ વિશાળ રેલી કાઢી હતી.
ભૂતકાળમાં ગુજરાતમાં સોશિયલ મીડિયા પર સ્ટુડન્ટ ઑફ મુસ્લિમ યૂથ ફોરમ નામે લવજેહાદના રેડકાર્ડનો મેસેજ ખૂબ જ વાયરલ બન્યો હતો, જેમાં હિન્દુ યુવતીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના અલગ અલગ ભાવથી માંડી આવા મુસ્લિમ યુવકને કાયદાકીય સહાયની પણ ઑફર કરવામાં આવી હતી.
આ તમામ બાબતો રાડો-પાડી પાડીને કહી રહી છે કે, હિન્દુસ્તાનના રાજ્યે-રાજ્યે નહીં પણ ગલી ગલીમાં લવજેહાદે પગપેસારો કર્યો છે. હવે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારવા લાગી છે કે દેશમાં લવજેહાદ એ માત્ર કોરી અફવા નથી. ત્યારે સમય છે હિન્દુ સમાજે લવજેહાદના આ ષડયંત્ર સામે સંગઠિત થવાનો. સરકાર અને પ્રશાસન પર દબાણ લાવી રાષ્ટ્રવ્યાપી આ દૂષણને જડમૂળમાંથી ઉખેડી નાખવાનો, કારણ કે આ માત્ર એક અખિલાનો પ્રશ્ર્ન નથી, હિન્દુ સમાજની દરેક દીકરીનાં માન, સમ્માન અને આબરૂનો પ્રશ્ર્ન છે.