ત્રણ તલાકમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો

    ૧૨-સપ્ટેમ્બર-૨૦૧૭
યુપીના શહેર વારાણસીમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. ત્રિપલ તલાક પીડિત કેટલીક મહિલાઓએ આમાંથી મુક્તિ મેળવવા માટે એક મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. મહિલાઓએ કહ્યું કે તેઓ ત્રિપલ તલાકમાંથી મુક્તિ ઇચ્છે છે, માટે હનુમાન ચાલીસા વાંચી રહી છે. ઉલ્લેખનીય છે કે હનુમાન ચાલીસા સંકટમોચક કહેવામાં આવે છે. એવું મનાય છે કે હનુમાન ચાલીસાના પાઠથી સંકટમુક્તિ થાય છે.

 
મુસ્લિમ મહિલાઓ દ્વારા હનુમાન ચાલીસાનું આયોજન પતાલપુરી મઠમાં કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર બનારસમાં ત્રણ તલાકના વિરોધમાં ઘણી મહિલા અવાજ ઉઠાવી રહી છે. મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન નામનું સંગઠન તેના માટે અભિયાન ચલાવી રહ્યું છે.