એક વર્ષથી પિતા છે કોમામાં, 6 વર્ષની માસૂમ બાળકીનો PM મોદીને મદદ માટે પોકાર

    ૧૪-સપ્ટેમ્બર-૨૦૧૭


 

રોડ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ કોમામાં જતા રહેલા પિતાને બચાવવા માટે માસુમ બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુહાર લગાવી છે. ઘાયલ વ્યક્તિ પરિવારનો એકમાત્ર કમાણી રળી રહેલો સભ્ય હતો. કોમામાં ગયેલી વ્યક્તિની 6 વર્ષની પુત્રી ઈશૂ દ્વારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેણે લખ્યુ છે કે બ્લાક અંતર્ગત ગામ અલીપુરાના રહીશ અરુણ ફોટોગ્રાફરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના એક ગામમાં એક વર્ષ પહેલા અરુણ ફોટોગ્રાફી કરીને બાઈકથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે એક ટ્રેક્ટર-ટ્રોલીએ તેની બાઈકને ટક્કર મારી દીધી હતી. જેમાં અરુણને ગંભીર ઈજાઓ થઈ અને તે કોમામાં જતો રહ્યો. અરુણ પરિવારમાં એકમાત્ર કમાતો વ્યક્તિ હતો. દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રી તે વખતે 5 વર્ષની હતી.

અરુણના પિતા અને ભાઈ મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. એક બહેન છે જેના હજુ લગ્ન થયા નથી. દુર્ઘટના બાદ અરુણની પત્નીએ જગાધરીમાં અરુણની સારવાર કરાવી પરંતુ ગંભીર હાલતના પગલે તેને પી.જી.આઈ. ચંડીગઢ રેફર કરવામાં આવ્યો હતો. લગભગ એક વર્ષ સારવાર કરાવ્યાં બાદ પણ તેની હાલાતમાં સુધારો થયો નહીં અને તેની તમામ જમાપૂંજી ખતમ થઈ ગઈ. ત્યારબાદ પત્ની અરુણને ઘરે લઈ આવી.

અરુણની પુત્રી ઈશૂથી પિતાની આ હાલત અને માતાની લાચારી જોવાઈ નહીં અને પરિવારની ખુબ જ ખરાબ આર્થિક સ્થિતિનો હવાલો આપીને પીએમ મોદીને પત્ર લખ્યો જેમાં તેણે પિતાની સારવાર કરાવવા માટે ગુહાર લગાવી છે. ઈશૂને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પત્રને ધ્યાનમાં લઈને તેની ચોક્કસપણે મદદ કર