કેરળનો લાલ આતંક વર્તમાન સમયમાં એક મોટો પડકાર છે : જે. નંદકુમાર

    ૨૫-સપ્ટેમ્બર-૨૦૧૭

પ્રજ્ઞાપ્રવાહના અખિલ ભારતીય સંયોજક શ્રી જે. નંદકુમારજી સાથે સાક્ષાત્કાર

કેરળમાં ચાલી રહેલા સામ્યવાદીઓના લાલ આતંક – Red Terrorism વિશે આપ શું કહેશો ?

આ અંગે બે-ત્રણ બાબતોની સ્પષ્ટતા આવશ્યક છે. કેરળમાં સામ્યવાદીઓના આતંકની ઘટનાઓ વિશે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં આવવા માંડ્યું. તેનો એ અર્થ નથી કે લાલ આતંક એ આજકાલમાં જ સર્જાયેલી ઘટના છે. વસ્તુત: વિશ્ર્વભરમાં સામ્યવાદીઓ સંપૂર્ણપણે અસહિષ્ણુ, હિંસક અને વિરોધકો ઉપર દમન કરવા માટે કુખ્યાત છે. ભારતમાં પણ સામ્યવાદીઓ આરંભકાળથી અસહિષ્ણુ અને હિંસક રહ્યા છે. તેઓ સંવાદ નહીં, સંહારમાં માને છે. તેથી તેમણે લગભગ ૭૦ વર્ષ પૂર્વે ૧૯૪૯માં કેરળમાં પ. પૂ. શ્રી ગુરુજીના જાહેર કાર્યક્રમ ઉપર પણ હુમલો કર્યો હતો. બીજું, સામ્યવાદીઓ તેમની હિંસા ‘બદલારૂપ’ કાર્યવાહી (Retaliatory Action) છે એવાં જુઠ્ઠાણાં ફેલાવીને પોતાને નિર્દોષ પુરવાર કરતા હોય છે અને સંઘ કે અન્ય સંગઠનોને જ હિંસા માટે દોષિત ઠેરવતા હોય છે, પરંતુ સત્ય એ છે કે સામ્યવાદીઓ એટલી હદે અસહિષ્ણુ હોય છે કે તેઓ તેમના વિરોધીઓને સહન કરી શકતા નથી એટલે તેઓ તેમના વૈચારિક તથા રાજકીય વિરોધકો ઉપર હિંસક હુમલા કરતા હોય છે.

એટલે કે સામ્યવાદીઓ માત્ર સંઘ-સમર્થકોની જ હત્યા કરે છે ?

મેં પહેલાં જ કહ્યું કે સામ્યવાદીઓ સંપૂર્ણપણે અસહિષ્ણુ હોવાથી તેમના વૈચારિક/રાજકીય વિરોધીઓને સહન કરી શકતા નથી. છાશવારે બંધારણનો અંચળો ઓઢીને Freedom of Expression નામે ધતીંગ કરનારા સામ્યવાદીઓએ બંગાળ અને કેરળમાં હજારો લોકોની હત્યા કરી છે. આ માટે જેની ઉપર હુમલો થાય છે તે સંઘનો સ્વયંસેવક હોવો જ‚રી નથી. તાજેતરનું એક દૃષ્ટાંત આપું તો કેરળના એક ખ્રિસ્તીપંથી સામ્યવાદી અગ્રણી શ્રી સક્રિયાએ એક પ્રસંગે સામ્યવાદીઓના હિંસાચારનો વિરોધ કર્યો તો તેની ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો. આ જ પ્રમાણે જે સામ્યવાદીઓ હિંસાના માર્ગને ત્યજીને રાષ્ટ્રીય પ્રવાહમાં ભળે છે તેમની લાલ આતંકીઓ હત્યા કરતાં પણ અચકાતા નથી. તેઓ તેમના બધા જ વિરોધીઓ ઉપર હિંસક હુમલા કરે છે.

આપ તો વર્ષો સુધી કેરળમાં પ્રચારક રહ્યા છો, વળી કેરળના સુપ્રસિદ્ધ ‘કેસરી’ સાપ્તાહિકના આપ તંત્રી પણ રહ્યા છો. આ સમયગાળામાં આપની ઉપર સામ્યવાદીઓએ હુમલા કર્યા હતા ? જો હા, તો તે અંગે કહેશો ?

‘કેસરી’ના મારા કાર્યકાળ સમયે મારી ઉપર સામ્યવાદીઓ શારીરિક હુમલા નહીં, પરંતુ મીડિયા દ્વારા આક્રમણ કરતા. કેરળમાં સંઘ પ્રેરિત ‘કેસરી’ સાપ્તાહિક ચાલે છે, તેમ સામ્યવાદીઓ ‘દેશાભિમાની’ તથા ‘ચિંતા’ એ બે સામયિકો પ્રકાશિત કરે છે. આ બંને પ્રકાશનોમાં સંઘવિરોધી વિષવમન થતું રહે છે. હા, સંઘના કાર્યકર્તા તરીકે મારી ઉપર બે વાર હુમલા થયા હતા. વર્ષો પૂર્વે મને ક્ધનુર જિલ્લા પ્રચારકનું દાયિત્વ સોંપાયું હતું. ક્ધનુર જિલ્લાના કૈયુર નગરમાં એક જાણીતી કૉલેજ સાથે મારા સંપર્કો હતા. આ કૉલેજમાં અન્ય સ્થાનોના કેટલાક સ્વયંસેવકો તથા સંઘ-સમર્થક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. તેથી સ્વાભાવિક રીતે હું તેમના સંપર્કમાં રહેતો. કૈયુર સામ્યવાદીઓનો ગઢ ગણાય છે. ત્યાં આ છદ્મ વિચાર-સ્વાતંત્ર્યવીરો બીજા કોઈ પક્ષ કે વિચારધારાને પ્રવેશવા દેતા નથી. હવે એ કૉલેજમાં પ્રવેશ મેળવેલા સ્વયંસેવકો સાથેના મારા નિયમિત સંપર્કો પછી મેં તેમને ત્યાં શાખા શરૂ કરવાનું સૂચન કર્યું. આથી કૉલેજના એ સ્વયંસેવકોએ અન્ય છાત્રોનો સંપર્ક કરીને ૩૦-૪૦ છાત્રો સાથે શાખાનો આરંભ કર્યો તે જોઈને ૩૦૦-૪૦૦ ગુંડાઓના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો, હું પણ તે સમયે સંઘ-સ્થાન ઉપર હતો, પરંતુ હવે સ્વયંસેવકો આ લાલ આતંકથી લેશમાત્ર વિચલિત થતા નથી.

આપે સામ્યવાદીઓના વૈચારિક આક્રમણની વાત કરી તે વિશે વધુ જણાવશો ?

થોડાં વર્ષો પૂર્વે ‘કેસરી’ દ્વારા સંવાદનો એક પ્રયાસ કરવામાં આવ્યો. ‘પ્રજ્ઞા પ્રવાહ’ સાથે સંલગ્ન કેરળની ‘ભારતીય વિચાર કેન્દ્ર’ એ સંસ્થાના મહામંત્રી શ્રી મોહનદાસને કેરળની હિંસા વિશે એક વિશ્ર્લેષણાત્મક લેખ લખવાનું સોંપાયું. વ્યવસાયે એન્જિનિયર એવા શ્રી મોહનદાસજી કેરળના એક જાણીતા વિચારક, લેખક છે. તેમણે લખેલા લેખ વિશે લગભગ સાડા ત્રણ માસ સુધી મીડિયામાં પક્ષ-વિપક્ષમાં ચર્ચા ચાલી. ૨૦૦થી વધુ વિચારકોએ આ પ્રતિભાવ ચર્ચામાં પત્રો લખ્યા. પરંતુ સાક્ષર ગણાતા કેરળના એક પણ સાહિત્યકાર, લેખક કે બુદ્ધિજીવીઓએ સંઘવિચાર કે કેરળ હિંસાના કરેલા નિષ્પક્ષ વિશ્ર્લેષણ વિશે એક પણ શબ્દ બોલવાનું એટલા માટે ટાળ્યું કે તેમને એવી સૂચના હતી કે એ લોકો જો મંતવ્ય આપશે તો તેમનાં પુસ્તકો પ્રકાશિત નહીં થઈ શકે, તેમને સન્માન આપવામાં નહીં આવે ! કેરળમાં સંઘના મા. માધવજી તથા મા. પરમેશ્ર્વરનજીએ પણ વર્ષો પૂર્વે સામ્યવાદીઓ સાથે સંવાદ સાધવાના પ્રયત્નો કર્યા હતા, પણ મેં કહ્યું તેમ આ સામ્યવાદીઓ મૂળભૂત રીતે જ સંવાદમાં નહીં, સંહારમાં જ માને છે. તેથી આપણા પ્રયત્નોને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. મીડિયાના માધ્યમથી તેઓ રાષ્ટ્રીય વિચારધારાની વિરુદ્ધમાં સતત લખતા રહે છે.

કેરળમાં સામ્યવાદીઓના આતંકને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવામાં આપ નિમિત્ત કેવી રીતે બન્યા ?

કેરળના સંઘ-સમર્થકો ઉપર સામ્યવાદીઓના અત્યાચારો વિશે સમગ્ર દેશમાં જાગૃતિ પ્રસરી તે માત્ર હું જ નિમિત્ત છું એવું નથી. આ માટે સેંકડો કાર્યકર્તાઓનું રક્ત, પરિશ્રમ કારણભૂત છે. હા, હું એટલું કહી શકું કે હું કેરળનો મૂળ નિવાસી તથા કાર્યકર્તા હોવાથી લાલ આતંકથી સુપરિચિત છું. વળી હવે વર્ષોથી મારું કાર્યક્ષેત્ર કેરળની બહાર રહ્યું હોવાથી હું જે પણ પ્રાંતમાં હોઉં ત્યાં લાલ આતંકની વાત સ્વાભાવિક રીતે કરું છું. હવે ‘પ્રજ્ઞા પ્રવાહ’નું રાષ્ટ્રીય સ્તરનું દાયિત્વ મને સોંપાયું હોવાથી મારે દેશભરનો પ્રવાસ કરવાનો હોય છે. કેરળનો લાલ આતંક એ વર્તમાન સમયનો એક મોટો પડકાર હોવાથી હું પ્રત્યેક પ્રાંતમાં આ વિષય ઉપર વાત કરું છું.
બીજું, હવે આપણે ‘કેરાલા વૉચ’ (Kerala watch) નામની એક સંસ્થાનો નવી દિલ્હીમાં આરંભ કર્યો છે. કેરળમાં બનતી ઘટનાઓની વિસ્તૃત માહિતી ભાષાકીય સમસ્યાના કારણે અન્ય પ્રાંતોના મીડિયા સુધી પહોંચી શકતી ન હતી. હવે ઊંયફિહફ ઠફભિંવ દ્વારા લાલ આતંક વિશેની મલયાલમ ભાષાની જાણકારીને ભારતની બધી જ ભાષાઓમાં અનુવાદિત કરીને મીડિયાને પહોંચાડવામાં આવે છે. તેથી હવે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં લાલ આતંકના સમાચાર આવવા માંડ્યા છે.
સમાજના પ્રબુદ્ધ વર્ગને પણ આ લાલ આતંકની સાચી જાણકારી મળે તે માટે Kerala Watch દ્વારા વક્તવ્યો, પરિસંવાદ તથા વિચાર-ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવે છે. હવે પ્રબુદ્ધજનોને આકર્ષવા માટે એક નવીન પ્રકારના આકર્ષક નામની પણ આવશ્યકતા રહે છે. તેથી Kerala Watch દ્વારા Keltrocity એ નામ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં પ્રબુદ્ધ જનો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે, અહીં Keltrocity એ શબ્દ અત્યંત સૂચક છે. ‘કેરળ’માંથી ઊંયહ, એટ્રોસિટી (અત્યાચાર) એ શબ્દમાંથી city અને ડાયવર્સિટી (વૈવિધ્ય) શબ્દમાંથી City એ અક્ષરો લઈને વૈવિધ્યપૂર્ણ કેરળમાં થતા અત્યાચારો એવું સૂચવતા શબ્દ Keltrocity નું સર્જન કર્યું. આમ પણ આપણા પ્રબુદ્ધ જનોને આવા off-beat શબ્દો વધુ અસર કરતા હોય છે.

અંગ્રેજી સાપ્તાહિક ઘલિફક્ષશતયિ દ્વારા ક્ધનુરમાં એક વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના અનુભવો ?

સામ્યવાદીઓ એટલા તો અસહિષ્ણુ છે કે તેઓ ‘સંવાદ’માં માનતા જ નથી. ૧૯૭૫માં કોંગ્રેસે દેશભરમાં કટોકટી લાદી હતી. તે પછી મા. દત્તોપંતજીએ પણ સામ્યવાદીઓ સાથે સંવાદ સાધવાના પ્રયત્નો કર્યા હતા, પણ તેમની સાથેના આપણા બધા જ પ્રયત્નો સફળ ન થયાં. સંઘે સંવાદના પ્રયત્નો કર્યા પછી તરત જ સામ્યવાદીઓ સંહાર-હિંસા-હત્યા દ્વારા આપણા સંવાદનો પ્રતિસાદ આપતા આવ્યા છે. આ વાતનું પુનરાવર્તન દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સામયિક ઘલિફક્ષશતયિ દ્વારા આયોજિત કેરળમાં ‘શાંતિ સ્થાપન’ એ વિશે યોજાયેલી વિચાર-ગોષ્ઠિમાં થયું. આ સંવાદગોષ્ઠિમાં ઈઙઈં, ઈઙખ સહિતના બધા જ રાજકીય પક્ષો તેમજ વૈચારિક સંગઠનોને ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈઙખના નેતાઓએ તો તેમાં ભાગ લેવાની ધરાર ના પાડી દીધી. ઈઙઈંના નેતાઓએ હા પાડીને પછી વિચારગોષ્ઠિમાં ભાગ ન લીધો. ઊલટાનું આ સામ્યવાદી નેતાઓએ આ પ્રયાસની ઉગ્ર ટીકા કરતાં કહ્યું કે અમને મૂર્ખ બનાવીને તમારી ચાલમાં અમને ફસાવવાની આ એક ચાલબાજી છે. વાણી સ્વાતંત્ર્યની વાતો કરનારા સામ્યવાદીઓ આ સંવાદગોષ્ઠિમાં આવ્યા તો નહીં જ, પરંતુ આ ઉપક્રમની જાહેરમાં ટીકા પણ કરી.
"આ ગોષ્ઠિમાં ભાગ લેવાથી સીધો લાભ ભાજપને થશે, એવું ઠસાવીને સામ્યવાદીઓએ અન્ય પક્ષો/સંગઠનોને પણ આ ગોષ્ઠિમાં આવતાં રોક્યાં હતાં. તેમની અસહિષ્ણુતાનું અન્ય એક વરવું દૃષ્ટાંત બે-ત્રણ વર્ષ પૂર્વે જોવા મળ્યું. વિશ્ર્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મા. અશોકજી સિંઘલનું દુ:ખદ નિધન થયું ત્યારે પ.પૂ. સરસંઘચાલક મા. ડૉ. મોહનજી ભાગવત કેરળના પ્રવાસે હતા. સ્વ. અશોકજીને શ્રદ્ધાંજલિ-સંદેશ મીડિયામાં પહોંચે તે માટે ક્ધનુરમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ત્યારે સામ્યવાદી હિંસા અંગે પુછાયેલા એક પ્રશ્ર્નના ઉત્તરમાં
મા. ડૉ. ભાગવતજીએ આહ્વાન કર્યું હતું કે ‘આવો, આપણે સંવાદ કરીએ, આ માટે હું સંઘ તરફથી મારો હાથ તમારી તરફ (સામ્યવાદીઓ તરફ) આગળ કરું છું !’ પરંતુ સંવાદ નહીં, સંહારમાં માનતા સામ્યવાદીઓએ સંઘના આ આહ્વાનની ધરાર અવગણના કરી હતી. હા એટલું સ્પષ્ટ છે કે શ્રી પ્રફુલ્લ કેતકરજીના આ ઉપક્રમથી ઘણા નિવૃત્ત સરકારી અધિકારીઓને સંઘની ભૂમિકા સમજાઈ.

આ વર્ષે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમયે કેરળની એક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી ડૉ. મોહનજી ભાગવતને રોકવાના આદેશની ઘટના વિશે કહેશો ?

કેરળના પલક્કડમાં ‘કર્નકી અમ્મન ટ્રસ્ટ’ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી એક નામાંકિત શૈક્ષણિક સંસ્થા ચાલી રહી છે. આ વર્ષ તેનું સુવર્ણજયંતી વર્ષ હોવાથી બે-ત્રણ વર્ષોથી તેની ઉજવણીની તૈયારીઓ થઈ રહી હતી. સુવર્ણજયંતી નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. મોહનજી ભાગવત ઉપસ્થિત રહે તેવા પ્રયત્નો ટ્રસ્ટ દ્વારા છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યા હતા. આ વર્ષે ઑગસ્ટ માસમાં તેમનો પ્રવાસ કેરળમાં નિશ્ર્ચિત થયો હોવાથી ટ્રસ્ટે ૧૫મી ઑગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મા. મોહનજીના કરકમળોથી ત્રિરંગો ધ્વજ લહેરાવવાનું નક્કી કર્યું. પરંતુ આ વાતથી સામ્યવાદી નેતાઓના પેટમાં ઊકળતું તેલ રેડાયું હોય તેમ પલક્કડના સાંસદ તથા સામ્યવાદી પક્ષના મહામંત્રી જયરાજને મુખ્યમંત્રી વિજયનની સીધી સૂચનાથી કલેક્ટરને આ કાર્યક્રમ રોકવાનો આદેશ કર્યો. પલક્કડના કલેક્ટર મેરી કુટ્ટીએ રાત્રીના પોણા બાર વાગે શાળાના સંચાલકોને એક સહી-સિક્કા વિનાનો આદેશ મોકલાવ્યો અને ડૉ. મોહનજી દ્વારા ધ્વજવંદન ન થાય તેવો મૌખિક આદેશ આપ્યો.
હવે સરકારી સીલ વિનાના એ પત્રમાં ક્યાંય મા. મોહનજી ધ્વજ ન ફરકાવી શકે એવો લેખિત આદેશ ન હતો. વળી, રાષ્ટ્રીય ધ્વજ અંગેની આચારસંહિતામાં પણ શાળાના કાર્યક્રમોમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા ધ્વજારોહણ થઈ શકે તેવા સ્પષ્ટ નિર્દેશ છે. આમ છતાં આવા અનધિકૃત પત્ર દ્વારા પ. પૂ. સરસંઘચાલકજીને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા રોકવાનું સામ્યવાદીઓએ ષડયંત્ર કર્યું હતું, પરંતુ રાષ્ટ્રધ્વજ અંગેની નિયમાવલીને આધીન રહીને જ પલક્કડની એ શાળામાં પ. પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. સામ્યવાદીઓના ઇશારે કામ કરતા અધિકારીઓ દ્વારા થઈ રહેલું ષડયંત્ર નિષ્ફળ ગયું, પરંતુ કલેક્ટર મેરી કુટ્ટીએ તો પલક્કડના જિલ્લા પોલીસ અધિક્ષકને ‘જો ડૉ. મોહનજી ભાગવત શાખામાં રાષ્ટ્રધ્વજ ફરકાવે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી એવો આદેશ પણ આપ્યો હતો. પરંતુ રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમો જાણનારા જિલ્લા પોલીસ અધિક્ષકે મેરી કુટ્ટીના આદેશની ધરાર અવગણના કરીને બંધારણીય કર્તવ્યનું પાલન કર્યંુ. આવા અબંધારણીય કૃત્ય માટે મેરી કુટ્ટીને પલક્કડના કલેક્ટર પદેથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાથી સામ્યવાદીઓની આપરાધિક માનસિકતા ઉજાગર થઈ.

તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કેરળના શ્રી કેજે આલફોન્સને મંત્રી બનાવ્યા છે, તે અંગે આપ શું કહેશો ?

આ વિષય તો સંપૂર્ણપણે પ્રધાનમંત્રીના વિશેષાધિકારનો છે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે આ વિસ્તરણમાં શ્રી મોદીજીએ અનેક નિવૃત્ત સનદી અધિકારીઓના બહોળા અનુભવનો લાભ લેવા મંત્રી બનાવ્યા છે. બીજું કે કેરળના શ્રી કેજે આલફોન્સને મંત્રી બનાવીને એક ભૌગોલિક સંતુલન પણ સાધવામાં આવ્યું છે. શ્રી કેજે આલફોન્સ એક કર્તવ્યનિષ્ઠ સનદી અધિકારી હતા. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ કેન્દ્ર સરકારની અનેક સમિતિઓમાં પણ સભ્ય રહ્યા છે. દિલ્હીના કમિશનર તરીકે તેમનો કાર્યકાળ યશસ્વી રહ્યો છે. તેમના આવા બહોળા અનુભવ, કર્તવ્યનિષ્ઠા અને નિપુણતાને ધ્યાનમાં લઈને જ શ્રી મોદીજીએ તેમને મંત્રીપદ આપ્યું હોય તેમ હું માનું છું. અહીં રાજકીય ગણતરીઓ ગૌણ બની જાય છે. બીજું, કેરળની જનસંખ્યામાં ૨૦% જેટલા ખ્રિસ્તીપંથી છે. અત્યાર સુધી ખ્રિસ્તી, મુસ્લિમોને એવું જ ઠસાવવામાં આવ્યું છે કે સંઘ તથા ભાજપ મુસ્લિમ, ખ્રિસ્તીઓનો વિરોધી છે. આવી સંકુચિત ભ્રમણાઓ ફેલાવનારાઓને શ્રી કેજે આલફોન્સના મંત્રીમંડળમાં સમાવેશથી જડબાતોડ ઉત્તર પણ મળી ગયો હશે.

રાજકીય ક્ષેત્રે કેરળનું ચિત્ર કેવું છે ?

રાજકીય દૃષ્ટિએ જોતાં, કેરળમાં અનેક સ્તરે રાજકીય સાઠગાંઠ થતી હોય છે. મોટા ભાગના રાષ્ટ્રવિરોધી પરિબળો ચૂંટણી સમયે એક થઈ જતા હોય છે. વિધાનસભાની ગત ચૂંટણીઓમાં સંઘ આવા અરાષ્ટ્રીય ગઠબંધન તોડવામાં ક્યાંક-ક્યાંક સફળ થયો હતો, પરિણામે કેરળના ઇતિહાસમાં, ભાજપ સૌ પ્રથમ વાર વિધાનસભામાં પ્રવેશ કરી શક્યો. મને વિશ્ર્વાસ છે કે આગામી ચૂંટણીઓમાં વિધાનસભામાં ભાજપની સભ્યસંખ્યા ૧થી વધીને બે આંકડામાં પહોંચશે. બંગાળ પછી હવે સાક્ષર કેરળમાં અરાષ્ટ્રીય સામ્યવાદી વિચાર પોતાની પકડ ગુમાવી રહ્યો છે.

લાલ હિંસાના અસરગ્રસ્તો માટે સંઘ શું કરે છે ? કેરળમાં લાલ આતંક સામે હવે સંઘનો આગળનો માર્ગ શું ?

કેરળમાં હવે યુવાનો મોટી સંખ્યામાં હિંસક સામ્યવાદી વિચારધારા ત્યજીને સંઘમાં જોડાઈ રહ્યા છે. આજે પણ દેશભરમાં કેરળમાં સંઘનું કાર્ય પ્રથમ સ્થાને છે. સંઘ હિંસામાં માનતો નથી, તેથી અત્યાર સુધી ૨૮૬ જેટલા સંઘ-સમર્થકોની હત્યા થઈ હોવા છતાં સંઘે હિંસાનો આશ્રય લીધો નથી. સેંકડો સંઘ કાર્યકર્તાઓ દિવ્યાંગ બન્યા છે, અનેક પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે. અનેક બાળકો અનાથ બન્યા છે. સામ્યવાદીઓએ અનેક સંઘ-સમર્થકોને ખોટા કેસોમાં ફસાવી દીધા છે. હવે સંઘ આવા અસહાય સંઘ પરિવારોના પુનવર્સન અને નિભાવ માટે કાર્યરત છે. આ ઉપરાંત ન્યાયાલય પ્રક્રિયા પાછળ પણ ખૂબ ખર્ચ થાય છે. આ સમગ્ર પ્રયાસો માટે ખૂબ મોટા ધનસંગ્રહની આવશ્યકતા છે. ‘સાધના’ના માધ્યમથી હું સૌ રાષ્ટ્રપ્રેમીઓને કેરળની સામ્યવાદી હિંસાનો ભોગ બનેલા પરિવારોને સહાયભૂત બનવા ઉદારતાથી આર્થિક સહયોગ કરવા આહ્વાન કરું છું.