શું સ્પેન ઉપર ગ્રહણ આવી રહ્યું છે ? કે રાજા ફર્ડિનાન્ડનો પુનર્જન્મ થશે ?

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


તાજેતરમાં સ્પેન દેશના બાર્સિલોના શહેરના લા રેમ્બ્લાસ વિસ્તારમાં તા. ૧૭ ઑગસ્ટ, ૨૦૧૭ના રોજ ISISI દ્વારા કરાયેલા લોન વુલ્ફ પ્રકારના આતંકી હુમલામાં ૧૪ પર્યટકો મૃત્યુ પામ્યા અને આશરે ૧૦૦ લોકો ઘાયલ થયા. સ્પેનનું આ બીજા નંબરનું મોટું શહેર છે. આ હુમલામાં મૃત્યુ પામેલા તેમજ ઘાયલ થયેલા લોકોમાં વિશ્ર્વના ૩૪ દેશોના નાગરિકો સામેલ છે. આ પહેલાં સ્પેનની રાજધાની માર્ડિડમાં ૨૦૦૪માં અલ કાયદા નામના આતંકવાદી જૂથે હુમલો કર્યો હતો, જેમાં ૧૯૧ લોકો માર્યા ગયા હતા.
સ્પેનના નાગરિકો સ્પેનયાર્ડો તરીકે ઓળખાય છે. આ લોકો હિંમતબાજ લડવૈયા છે. ભલે તાજેતરની ૧૭ ઑગસ્ટે મુસ્લિમ આતંકીઓએ સ્પેનવાસીઓને કરારી ચોટ પહોંચાડી હશે, પણ ભૂતકાળમાં બહાદુર સ્પેનવાસીઓએ હુમલાખોરોને જીવનભર યાદ રહી જાય એવો ઐતિહાસિક પાઠ ભણાવ્યો હતો તેની રસપ્રદ વાત આજે આ લેખમાં કરીશું.
ઇસ્લામિક દળોએ સ્પેનને ધમરોળ્યું
સન ૬૧૦માં ઇસ્લામની સ્થાપના બાદ ચાંદ-તારાના ધાર્મિક ધ્વજ સાથે એક પછી એક દેશને ધમરોળતી ઇસ્લામિક સેનાએ આઠમી સદીના પ્રારંભમાં સ્પેનને પણ ભરડામાં લઈ લીધું. સ્પેન ઈસાઈઓનો દેશ છે. આક્રમણ સમયે સ્પેનના રાજાના પુત્રોમાં રાજગાદી કબજે કરવા માટેનો સંઘર્ષ ચાલતો હતો. મોરોક્કો દેશના તારીક નામના મુસ્લિમ સરદારે સ્પેનની આંતરિક નબળાઈનો લાભ લેવા સ્પેન પર હુમલો કર્યો. તેણે આફ્રિકાના મુસા નામના સરદારને બોલાવી સ્પેનની રાજધાનીમાં ધૂમધામપૂર્વક પ્રવેશ કરાવ્યો અને સમગ્ર સ્પેનને દમાસ્ક્સના ખલીફાની સત્તા હેઠળ ઘોષિત કર્યો. તીડના ટોળાની જેમ ઘૂસી આવેલા મુસ્લિમોએ સ્પેનના કોર્ડોબા શહેરમાં ખલીફાની ગાદી સ્થાપી. ત્યાંનાં ચર્ચોને તોડીને મસ્જિદોમાં ફેરવી દીધાં. મુસ્લિમ શાસકોએ પચાસ હજાર જેટલા ભવ્ય મહેલો, ૯૦૦ સ્નાનાગારો, સાતસો મસ્જિદો, સેંકડો બાગબગીચાઓ અને ફુવારાથી સ્પેનને ઇસ્લામિક છાંટવાળો દેશ બનાવી દીધો અને ખ્રિસ્તી સભ્યતાને ખંડિત કરી નાખી.
એક આશ્ર્ચર્યજનક ઘટનાએ સ્પેનને જગાડ્યું
માત્ર સાત વર્ષમાં જ મુસ્લિમ સેના સ્પેનના દક્ષિણથી ઉત્તર સુધી પહોંચી ગઈ, પરંતુ કેંટાબ્રિયન પર્વતીય વિસ્તારમાં ખ્રિસ્તીઓએ વીરતાપૂર્વક મુકાબલો કરી મુસ્લિમ સેનાને પ્રથમવાર પરાભૂત કરી દીધી. આજ સુધી ખ્રિસ્તીઓ મુસ્લિમ સેનાને પરાભૂત કરી શક્યા ન હતા. સ્પેનિશોનો આ પહેલો વિજય હતો. વિજયની આ ઘટનાએ સ્પેનિશોમાં ઉત્સાહ ભરી દીધો. કહેવાય છે કે આ વિજયથી આધુનિક સ્પેનનો જન્મ થયો. અહીંથી શરૂ થયો સ્પેનનો વિજયવાદ. તે સમયે સ્પેનની વિજિગીષુવૃત્તિને જગાડનાર એક પ્રેરણાદાયી ઘટના બની. આ આશ્ર્ચર્યજનક ઘટનાએ સ્પેનિશોમાં જોમ અને ઝનૂન ભરી દીધાં. ચમત્કારિક ઘટના આ પ્રમાણે હતી. ઈસુ ખ્રિસ્તના બાર શિષ્યોમાંના એક સેન્ટ જેમ્સ નામના શિષ્યનું શબ ગૈલીશિયાના જે ખેતરમાં દાટવામાં આવ્યું હતું, ત્યાં એક તેજસ્વી તારો ચમકી રહ્યો છે એવા સમાચાર આખા સ્પેનમાં પ્રસરી ગયા. ચમત્કારની આ ઘટનાએ લોકોને ઉત્સાહ અને નૂતન પ્રેરણાથી ભરી દીધા. આ ઘટનાથી સ્પેનિશોને પ્રેરણાસ્રોત મળી ગયો. સેન્ટ જેમ્સ માત્ર સંત જ ન હતા તેઓ યોદ્ધા પણ હતા. હવે સ્પેનના યોદ્ધાઓને લાગ્યું કે મુસ્લિમો સામેના પ્રત્યેક યુદ્ધમાં સેન્ટ જેમ્સ અદૃશ્ય સ્વ‚પે તેમની સાથે લડી રહ્યા છે. ઈસાઈ સૈનિકોને આનાથી યુદ્ધ કરવામાં અને બલિદાન આપવામાં નવું જોમ મળ્યું. જે સ્થળે સેન્ટ જેમ્સનું શબ મળ્યું હતું તે સ્થળે ‘સેન્ટીએગો કમ્પોસ્ટો’ નામનું એક નગર વસાવવામાં આવ્યું. નગરમાં એક ભવ્ય ચર્ચનું નિર્માણ કરવામાં આવ્યું અને તેમાં સેન્ટ જેમ્સના પવિત્ર અવશેષો સમ્માનપૂર્વક રાખવામાં આવ્યા. આ ચમત્કારના સમાચાર આખા યુરોપમાં પ્રસરી ગયા. ટૂંક સમયમાં ઈસાઈઓનું આ તીર્થસ્થાન-પુણ્યકથાનું બની ગયું.
યુરોપના એક ખૂણા પર અલગ-અલગ સ્થિતિમાં પડેલું સ્પેન હવે યુરોપના અન્ય ખ્રિસ્તી દેશો અને ત્યાંની જનતાની સાથે એકતાની ભાવનાથી જોડાઈ ગયું. આ નવીન પ્રેરણાના પરિણામસ્વરૂપે સ્પેનની ઈસાઈ જનતા મુસ્લિમ સેના પર ઉપરાઉપરી વિજયો પ્રાપ્ત કરવા લાગી. અલબત સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવા તેમને સાતસો વર્ષ સંગ્રામ ખેલવો પડ્યો.
સ્પેન ગુલામીના અવશેષો હટાવે છે
સન ૧૨૩૬માં સ્પેનિશોએ કોર્ડોબા શહેર મુસ્લિમો પાસેથી જીતી લીધું અને ત્યાંની પ્રમુખ મસ્જિદ કે જે અગાઉ ત્યાંનું પ્રસિદ્ધ ચર્ચ હતું તેનો પુનરુદ્ધાર કરી ફરીથી ચર્ચ બનાવી દીધું. તેમ છતાં પીછેહઠ કરતી મુસ્લિમ સેનાએ સ્પેનના છેડે આવેલા ગ્રેનેડા પર પોતાની હકૂમત જાળવી રાખી. સ્પેનિશોએ પોતાના વિજય દરમ્યાન એક અતિ મહત્ત્વનું કાર્ય શરૂ કર્યું કે જે લોકોએ મુસ્લિમોના ત્રાસથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો તે તમામ નાગરિકોને ફરીથી ખ્રિસ્તી બનાવવામાં આવ્યા. જે જે પ્રદેશો પર સ્પેનિશો જીતતા ગયા ત્યાં ત્યાં મુસ્લિમ બની ગયેલા લોકોને ફરીથી ખ્રિસ્તી બનાવતા ગયા અને તેની સાથે સાથે જે ચર્ચોને મસ્જિદો બનાવવામાં આવી હતી તેમને ફરીથી ચર્ચમાં ફેરવવામાં આવી. દેશમાં જ્યાં જ્યાં અરબી ભાષામાં વ્યવહાર ચાલતો હતો ત્યાં ત્યાં અરબી ભાષાના સ્થાને લૅટિન ભાષામાં વ્યવહાર શરૂ કર્યો. જ્યાં જ્યાં સ્પેનિશોનો વિજય થયો ત્યાંથી તમામ આક્રમણખોર મુસ્લિમોને તે ભૂમિ પરથી ભગાડી મૂક્યા. અંતિમ પાંચસો વર્ષોના સંઘર્ષમાં લગભગ આખું સ્પેન મુસ્લિમમુક્ત દેશ બનવા લાગ્યો.
અંતિમ યુદ્ધમાં વિજય અને ઇસ્લામને વિદાય
પરંતુ હજી છેલ્લું એક યુદ્ધ બાકી હતું. સ્પેનના ગ્રેનેડાને મુસ્લિમમુક્ત કરવાનું બાકી હતું. સન ૧૪૯૧માં સ્પેનના રાજા ફર્ડિનાન્ડે ગ્રેનેડા પર હુમલો કર્યો અને દશ વર્ષના યુદ્ધને અંતે ૧૫૦૨માં ગ્રેનેડાનો સુલતાન બોઆબદિલ પરાજિત થયો. બાદશાહે રાજધાનીની ચાવીઓનો ઝૂમખો રાજા ફર્ડિનાન્ડના હાથમાં સોંપ્યો ત્યારે સુલતાનની આંખોમાં અશ્રુધારા વહેતી હતી. શહેર છોડતી વખતે સુલતાને નિસાસો નાખી કહ્યું, ‘અલ્લાહ-ઓ-અકબર, આ તે કેવું દુર્ભાગ્ય !’ તે સમયથી તે શહેરની નજીકમાં આવેલી પહાડીઓ ‘ફૈઝ અલ્લાહ ઓ અકબર’ નામથી ઓળખાવા લાગી.
મુસલમાનોએ સ્પેનમાં ૭૮૦ વર્ષ શાસન ચલાવ્યું. આ સમય દરમ્યાન હંમેશની જેમ ભયાનક અત્યાચારો તેમણે દેશવાસીઓ પર આચર્યા હતા. જબરજસ્તીથી ધર્માન્તરણ કરવું, ચર્ચો તોડી મસ્જિદો બનાવવી, મહિલાઓ પર બળાત્કાર કરવો, સ્પેનિશ મહિલાઓની મુસ્લિમો સાથે બલાત્ શાદી કરાવવી, ક્રોસને રગદોળી ચાંદ-તારાના ધ્વજ લહેરાવવા વગેરે વગેરે.
સ્પેન મુસ્લિમ વિહીન બને છે
હવે તબક્કો શરૂ થયો મુસ્લિમવિહીન સ્પેનનો. મુસ્લિમ સેનાને પરાજિત કર્યા પછી બાકી રહી ગયેલા મુસ્લિમોની સામે રાજા ફર્ડિનાન્ડે ત્રણ વિકલ્પો સૂચવ્યા.
(૧) કાં તો મુસ્લિમો સ્પેન છોડી આફ્રિકા વગેરે દેશોમાં ચાલ્યા જાય.
(૨) અથવા તેઓ પુન: ઈસાઈ ધર્મ અંગિકાર કરી લે.
(૩) નહીં તો તેઓ મરવા તૈયાર થઈ જાય.
આના જવાબમાં કેટલાક મુસ્લિમો સ્પેન છોડી ચાલ્યા ગયા, પણ મોટાભાગના મુસ્લિમોએ પુન: ખ્રિસ્તીધર્મ અપનાવી લીધો અને મરવા માટે થોડાક જ મુસ્લિમો તૈયાર થયા. આમ સ્પેને ઇસ્લામી ચાંદ-તારાને યુરોપ જતો અટકાવ્યો એટલું જ નહીં પણ પૂર્ણરૂપે સ્પેનમાંથી ઇસ્લામને વિદાય કરી યુરોપને ઇસ્લામના ગ્રહણમાંથી બચાવી લીધું.
પરંતુ તાજેતરની આતંકી ઘટનાઓને કારણે હવે પ્રશ્ર્ન થાય છે કે શું સ્પેનમાં ફરીથી ગ્રહણ આવી રહ્યું છે કે પછી રાજા ફર્ડિનાન્ડનો પુનર્જન્મ થશે ?

સંદર્ભ :
(૧) ધી હિસ્ટ્રી ઑફ સ્પેન - લેખક : વિલિયમ એટક્ધિસ
(૨) હિન્દુ મુસ્લિમ એકતા - લેખક : બ. ના. જોગ