બચત થકી શિક્ષણક્રાંતિ

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 

આભાર સંઘ સ્વયંસેવક અંબાલાલ ગોહિલનો કે જેઓ ગામમાં આવ્યા. તેમના આગમન બાદ જોત-જોતામાં આખા ગામનું પરિદૃશ્ય જાણે બદલાઈ ગયું. એમ પણ કહી શકાય કે ગામમાં એક પ્રકારે શૈક્ષણિક ક્રાંતિ આવી. એક ક્રિએટિવ વિચારને આગળ ધપાવી અંબાલાલજી અને તેમના સહયોગથી સ્વયંસેવકોને ગામમાં બેન્ક ઓફ બરોડાનાં સહયોગથી બાળકોની એક બચત બેન્ક સ્થાપિત કરાવડાવી, પરિણામે ગામના બાળકોના શિક્ષણની નાની-મોટી જરૂરિયાતો પૂરી થવા લાગી. ઉધારના ધનથી નહીં, પરંતુ ખુદના પૈસે ખુદના માટે શિક્ષણ પૂરું પાડવાનું કાર્ય એક પ્રેરક પહેલ બની ચૂક્યું છે.

વર્તમાનમાં આઈઆઈટીનો અભ્યાસ કરનાર ગામનો એક યુવા કલ્પેશ રતનચંદ્ર જણાવે છે કે, વર્ષ પહેલાં આસરસામાં હાઈસ્કૂલ પણ હતી. આઠમા ધોરણથી આગળ ભણવા માટે ૩૦ કિ.મી. દૂર જવું. જમ્મુસર જવું પડતું. દરરોજનું અપડાઉન અશક્ય હતું અને હોસ્ટેલ ખર્ચ માતા-પિતાની ગજાબહારની વાત હતી, પરંતુ બચત બેન્ક તેમની વ્હારે આવી અને તે અને તેના જેવા ૬૦ અન્ય બાળકો હોસ્ટેલમાં રહીને ભણી શક્યા છે. ગામનાં સ્થાપિત વિદ્યાલયમાં સહશિક્ષક દિવ્યેશજી જણાવે છે કે, તાજેતરમાં વિદ્યાલય માટે ગ્રામજનોએ મળીને બે નવા કમરા બનાવ્યા છે. વિદ્યાલયથી શરૂ થયેલ થેલા પુસ્તકાલયનાં પુસ્તકો બાળકોથી ગ્રામજનો સુધી પહોંચી રહ્યા છે.

***

- વિજયલક્ષ્મી સિંહ