સેંકડો ગામોમાં વહાવી વિકાસની ગંગા

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 

મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ ઢગેવાડી. પહેલાં કદાચ કોઈએ નામ સાંભળ્યું હશે, પરંતુ ૩૨ વર્ષ અગાઉ એક દંપતી અહીં પહોંચ્યું અને પોતાની સંકલ્પશક્તિથી ગુમનામ એવા ગામની શિકલ બદલી નાખી. વાત ૧૯૮૫ની છે. મહારાષ્ટ્રના અકોલા નગર અહમદનગર જિલ્લાથી માત્ર ૩૫ કિલોમીટર દૂર માત્ર ૫૫ ઘરોના ગામમાં તમામ જમીન બિનઉપજાઉ હતી. પાણી માટે માત્ર નાનું તળાવ હતું અને પણ ગામથી કિલોમીટર દૂર. તેવા સમયે મોહનરાવજી અને તેમની સુપત્ની સ્મિતાજીએ ગામને પોતાની કર્મભૂમિ બનાવી.

દિવસોમાં તો ખેતી થતી હતી કે, રોજગારીનું અન્ય કોઈ સાધન હતું. પરિસ્થિતિ એટલી કથળેલી હતી કે ગામના પુરુષોને રોજગારી માટે વર્ષનામહિના ગામની બહાર રહેવું પડતું હતું. ગામમાં માત્ર વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જોવા મળતાં, પરંતુ આજે અહીં અલગ નજારો છે. એક સમયે વેરાન ઉજ્જડ એવા ગામડામાં આજે ચારેય તરફ હરિયાળી હરિયાળી દેખાઈ રહી છે. એક સમયે પાણી માટે વલખાં મારતા ગામમાં ૨૬ કૂવા અને ૩૫ ચેકડેમ છે, જે ગામલોકોએ ક્યારેય ફ્લાવર, ટામેટાં જોયાં પણ હતાં ત્યારે આજે અહીંથી દર અઠવાડિયે ફ્લાવર ટામેટાંની ટ્રકો ભરાય છે.

ચમત્કાર કર્યો છે સુયસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિકસિત ઉન્નત કૃષિ ટેક્નોલોજીએ. ટેક્નોલોજીએ હજારો ખેડૂતોની કિસ્મત બદલી નાખી છે. ઘૈઘાસ દંપતીએ ટ્રસ્ટના માધ્યમ થકી શરૂ શરૂમાં અહીંના વનવાસી વિદ્યાર્થીઓને જૈવિક ખેતીની તાલીમ આપી. ધીરે ધીરે વિદ્યાર્થીઓના પરિવાર તેમની ઉજ્જડ એવી જમીનમાંથી વર્ષે ૪૦,૦૦૦ કમાવા લાગ્યા. ધીરે ધીરે જૈવિક કૃષિ આધારિત વાત ધીરેધીરે આજુ-બાજુનાં ગામોમાં પણ ફેલાઈ અને લોકો જૈવિક કૃષિ તરફ વળ્યા. મેલઘાટ ગામના બાપુ કાલે અને શ્યામ બેલસરેએ તેમના ખેતરમાં પ્રત્યેક એકર દીઠ ૧૦ ક્વિટંલ સોયાબીન અને ક્વિન્ટલ જવારની મિશ્ર ખેતી કરી ૪૭,૦૦૦ રૂપિયા ઊપજ મેળવી. બાપુ કાલે જણાવે છે કે, હવે તેમની ઉજ્જડ જમીન હરિયાળી, ઉપજાઉ બની ગઈ છે. બિલા ગામના મોતીલાલ બાવનેએ એક ચેકડેમ બનાવડાવ્યો અને ચાર ખેડૂતોએ સામૂહિક રીતે તેનું પાણી સિંચાઈ માટે વાપર્યું અને પ્રતિ એકર ૧૮૦૦૦ ‚પિયાનો પાક ઉતાર્યો. વિહીર ગામના દાદા રાવ ખાંગરે જણાવે છે કે, જૈવિક ખેતી કરી તેઓએ પ્રતિ એકરે ૧૦. ક્વિન્ટલ કપાસનું વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું છે.

હાલ ટ્રસ્ટના પ્રયાસો થકી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઓરિસ્સામાં ૨૬૦૦ ગામોનાં એક લાખ લોકો ગરીબીના અભિશાપમાંથી મુક્ત બન્યાં છે. ઇલેક્ટ્રિકલ સાથે મિકેનિકલની પદવી ધરાવનાર મોહનરાવજીએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે સંઘ સ્વયંસેવકના રૂપે અકોલાના વનવાસી કલ્યાણ આશ્રમનાં બાળકોનાં પાલકની જવાબદારી તેમના જીવનની દિશા બદલી નાખશે. વર્ષો સુધી પુણે નગરના સંઘચાલકજી રહી ચૂકેલા મોહનરાવનો વનવાસી છાત્રોને સ્વતંત્ર બનાવવાનો વિચાર ધીરે ધીરે ગામડાઓનાં વિકાસનો પાયો બની ગયો.

ટ્રસ્ટના કાર્યકર્તા ખેડૂતોના શ્રેષ્ઠ બિયારણ અને જૈવિક ખેતીની તાલીમ સાથે ગૌમૂત્રમાંથી ખાતર બનાવવાની રીત પણ શીખવે છે. સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા નાના-નાના ચેકડેમ બનાવી કૂવા ખોદી, પરંપરાગત જળસંગ્રહ થકી ગામમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. પરંતુ કામ એટલું સહેલું નહોતું. નાસિકના અમ્બરપાડા ગામની વાત કરીએ. પહેલી વખત ગ્રામીણોએ સંગઠનના કાર્યકર્તાઓને ગામમાં ઘૂસવા પણ દીધા હતા. ગ્રામીણોએ ચોખ્ખું કહી દીધું હતું કે, ગામમાં પાણી લાવો પછી, આગળની વાત કરો. આજે ગામમાં એકનાથ ગાયકવાડે એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી વર્ષે ,૬૦,૦૦૦ ‚પિયા કમાઈને વિક્રમ નોંધાવ્યો છે. તેમની મુલાકાત લેવા માધ્યમોએ પણ પડાપડી કરી હતી. વર્ષો સુધી બિયારણ ખરીદવાથી માંડી કૂવા ખોદવા સુધી ટ્રસ્ટ ખેડૂતોને આર્થિક સહાય આપતું હતું જેને તેઓ પાકની લણણી બાદ ચૂકવી દેતા, પરંતુ હવે ગામે-ગામ કામ સ્વયં સહાયતા સમૂહ દ્વારા થઈ રહ્યું છે. ખેડૂતો પોતાની બચત થકી આત્મનિર્ભર બની રહ્યા છે.

પ્રથમ નાનાજી દેશમુખ પુરસ્કારથી સન્માનિત પૂનાના સુયસ ચેરિટેબલ ટ્રસ્ટ ગૌ-આધારિત ખેતીનું નવું મોડલ વિકસિત કરી લાખો વનવાસી પરિવારોને આત્મનિર્ભર બનાવી તેમના જીવનમાં સમૃદ્ધિના નવા રંગો ભરવાનું કામ કરી રહ્યું છે.