તમારા મોબાઈલમાં ટ્રુકોલર એપ્લિકેશન છે? તો સાવધાન ! આ લેખ તમારા માટે છે…

    ૨૦-જાન્યુઆરી-૨૦૧૮

 
 
દુનિયાની એક ટેલિફોન ડિરેક્ટરી જેવી ટ્રુકોલર એપ ભારતમાં અત્યંત લોકપ્રિય છે. એ આપણે સ્પામ કોલ્સ ટાળવામાં મદદ કરે છે, તેમ આપણી વિગત બીજા સુધી પહોંચાડે છે!
 
તમારા સ્માર્ટફોનમાં ટ્રુકોલર એપ છે? આનો જવાબ શું મળે? લગભગ હા જ મળે ને! આને આપણે વૈશ્વિક ટેલિફોન નંબર ધરાવતી ડિક્શનરી કહી શકીએ. જે ભારત સહિત વિશ્વમાં લોક પ્રિય છે. એક અંદાજ પ્રમાણે ભારતના ૪૦ કરોડ સહિત દુનિયાના ૩ અબજ લોકો તેનો ઉપયોગ કરે છે…તમે પણ કરો જ છો! તો આ લેખ તમારા માટે છે…કેમ કે ઠગ કંપનીની નજર હવે ટ્રુકોલર થકી તમારા સુધી પહોંચી ગઈ છે…
 
કેવી રીતે?
 
તો જાણી લો કે હમણા જ એક કેસ આવ્યો. ઉત્તરપ્રદેશના મિશ્રાજી પર એક ફોન આવ્યો. સામી વાળાએ કહ્યું કે હું એસબીઆઈમાંથી બોલું છું. તમારા ખાતા સાથે આધાર લિંક થયુ નથી. કરાવવું હોય તો હું બતાવું તે પ્રમાણે માહિતી આપો. આથી પહેલા તો મિશ્રાજીને શક ગયો પણ તેઓ થોડા ડાહ્યા થયા. તેમણે તે નંબરને ટ્રુકોલર પર ચેક કર્યો. ત્યાં પણ તે નબંર એસબીઆઈ બેંકનો જ બતાવ્યો. મિશ્રાજી ટ્રુકોલરનું સાચું માની બેઠા અને સામેવાળા ઠગને જે જોયતી હતી તે માહિતી આપી દીધી. પછી શું થયુ? થોડી વારમાં મિશ્રાજીના ખાતામાંથી ૪૦ હજાર રૂપિયા ઉડી ગયા….પોલિસ કેસ થયો છે પણ તપાસ ચાલુ છે….
 

 
 
આટલું વાચ્યા પછી મનમાં વિચાર આવએ કે શું ટ્રુકોલરમા જે નામ આવે છે તે ખોટા હોય છે? અથવા તો આ નામ ત્યાં કેવી રીતે આવી જાય છે? આપણને લાગે છે કે જે નામનું સિમકાર્ડ હોય ટ્રુકોલર તે જ નામ બતાવે છે. પણ એવું નથી. આ જાણવા માટે ટ્રુકોલરની થોડી સિસ્ટમ જાણાવી પડે. જણાવી દઈઍ કે ટ્રુકોલરની માહિતી વિશ્વાશનિય નથી. પ્રમાણિત પણ નથી. તે શું કરે છે.
 
એક ઉદાહરણ આપી સમજાવું તો…
 
ધારો કે તમારા મોબાઈલમાં તમે ટ્રુકોલર ઇન્સ્ટોલ કર્યુ છે. તો ટ્રુકોલર શું કરશે. તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જે મોબાઈલ નંબર જે નામથી સેવ કર્યા છે તે બધા પોતાના સર્વરમાં સેવ કરી દેશે. તમે ટુકોલર ઇન્સ્ટોલ કરો પછી બીજું બધુ તેની જાતે થઈ જાય છે. એટલે કે તમારા ફોનમાં તમારા ભાઈનું નામ “મોટાભાઈ”થી સેવ કર્યું હોય તો ટ્રુકોલરમાં પણ આ જ નામ દેખાશે. હા, આ નામ બદલી પણ શકાય છે. પણ એ માટે પણ પહેલા તમારે ટ્રુકોલરની એપ્સ ઇન્સ્ટોલ કરવી પડે. તેમાં બધા ઓપ્શન છે. તમારે તમારો મોબાઈલ નંબર અહિંથી ડિલિટ કરવો હોય તો તેનું પણ એક ઓપ્શન છે…
પણ હાલ પૂરતું ટ્રુકોલર પર ભરોશો કરવા જેવો નથી. બની શકે ધાણા નામ સાચા હોય પણ ખોટા નામ પણ હોય શકે….તો સાવધ રહેજો…..
.