સોશિયલ મીડિયા પર આપણે માત્ર શુભેચ્છા આપનારા લોકો છીએ!

    ૨૪-જાન્યુઆરી-૨૦૧૮

 
 
ભારતના સ્માર્ટફોન અને ઇન્ટરનેટ યૂજર દરરોજ સવારે એટલા ગુડ મોર્નિંગ મેસેજ કરે છે કે દેશના 30% લોકોની ફોન મેમરી ફક્ત આ મેસેજ અને ફોટાના લીધે ફુલ થઇ જાય છે. આ રોચક પરિણામ ગૂગલના એક રિપોર્ટમાં જોવા મળ્યું છે. વોટ્સઅપ, ફેસબુક અથવા અન્ય માધ્યમોથી મોકલવામાં આવતા ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ અથવા તહેવારોમાં શુભેચ્છા મેસેજ અને ફોટોનો ટ્રેંડ સતત વધી રહ્યો છે. આના પર રિસર્ચ કરતાં ગૂગલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. પરિણામમાં જોવા મળ્યું કે ભારતમાં દર ત્રણમાંથી એક સ્માર્ટફોન યૂજરની મેમરી આ ગુડ મોર્નિંગ મેસેજથી ફુલ થઇ રહી છે. ગુડ મોર્નિંગ મેસેજ મોકલવાનું ચલણ અમેરિકામાં ભારત કરતાં ઓછું છે. ત્યાં ફક્ત 10% યૂજર્સ એવા છે, જેમની ફોન મેમરી આ મેસેજથી ભરેલી પડી છે.