ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનની કેટલીક રોચક વાતો…

    ૨૪-જાન્યુઆરી-૨૦૧૮


 
અંતરિક્ષમાં ફરતી પ્રયોગશાળા એટલે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન. જેણે હમણાં જ અંતરિક્ષમાં ૭૦૦૦ દિવસ પૂરા કર્યા ત્યારે આવો ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનની કેટલીક વાતોને જાણીએ…
 
# આ માનવ દ્વારા તૈયાર થયેલ સૌથી મોધોં ઉપગ્રહ છે જેને બનાવમાં ૧૬૦ અરબ ડોલરનો ખર્ચ થયો હતો.
 
# એવું કહેવાય છે કે આ ખર્ચની રકમથી ૧૫૦ જેટલા તાજમહેલ તૈયાર થઈ જાય.
 
# સ્પેશ સ્ટેશન ૨૪ કલાક કલાકની ૨૭,૬૦૦ કિ.મીની ઝડપે પૃથ્વીની પરિક્રમાં કરે છે.
 
# સ્પેશ સ્ટેશન ૯૦ મિનિટમામ પૃથ્વીનું ચક્કર લગાવે છે અને એક દિવસમાં તે પૃથ્વીની ૧૫.૫૦ ચક્કર લગાવે છે.
 
# તે પૃથ્વીની કક્ષાથી ૩૩૦ થી ૪૩૫ કિમીની ઉચાઈએ ફરે છે માટે તે પૃથ્વી પરથી ધણીવાર નરી આંખે જોઈ શકાય છે.
 
# આ માનવસર્જિત કૃત્રિમ સૂર્યશક્તિથી ચાલે છે
 
 
 
 
# ૨૦ નવેમ્બર ૧૯૯૮ના રોજ આ સ્પેશ સ્ટેશનનું લોંચીગ થયુ. આકાશમામ ૧૩૬ ઉડાન દ્બારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું
 
# પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સ્પેશ સ્ટેશન ૨૦૧૧ સુધી જ અંતરિક્ષમાં રહેશે પણ પાછળથી તેને ૨૦૨૦ સુધી અહિં રાખવાનું નક્કે થયુ છે.
 
# તેનું વજન ૪,૧૯,૪૫૫ કિલોગ્રામ છે જે માનવ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવેલ વસ્તુંમાં સૌથી ભારે છે.
 
# તેની લંબાઈ ૭૨.૦૮ મિટર, પહોંળાઈ ૧૦૮.૦૫ મિટર અને ઊંચાઈ ૨૦ મિટર છે
 
# જેમાં ૬ બેડરૂમ કરતા વધારે રહેવા માટેની જ્ગ્યા છે.
 

 
 
# સ્પેશ સ્ટેશનમાં રહેતા વિજ્ઞાનીઓ માટે ૨ બાથરૂમ અને ૧ જીમ પણ છે
 
# આ સ્પેસ સ્ટેશનમાં વસતા વિજ્ઞાનીઓ માટે દિવસમાં ૧૬ વાર સૂર્ય ઊગે અને આથમે છે!
 
# સ્પેશ સ્ટેશનમાં ૧૫ દેશના ૨૦૦ કરતા વધારે વિજ્ઞાનીઓ કામ કરી ચુક્યા છે
 
# ભારતની કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ આ સ્પેશ સ્ટેશનમાં કામ કરી ચુકી છે.
 
# કલ્પના ચાલવલાનું મૃત્યુ સ્પેશ સ્ટેશનમાંથી પરત ફરતા યાનમાં વિસ્ફોટ થવાથી થયુ હતુ
 
# ઈસરોના ચેરમેન એ.એસ. કિરણ કુમારે કહ્યું હતુ કે , ‘અમારી પાસે અંતરિક્ષમાં ભારતનું સ્પેસ સ્ટેશન બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે
 

 
 
તમારે તમારા ધાબા પરથી જોવું છે?
 
આ વાત કાલ્પનિક નથી. આપણા ધાબા પરથી પણ આ સ્પેશ સ્ટેશનને નરી આંખે એટલે કે કોઈ પણ સાધન વગર આપણી આંખ વડે જોઇ શકાય છે. બસ માત્ર ખબર હોવી જોઈએ કે એ આપણા ધાબા પરથી ક્યારે નિકળશે. આ ખબર કેવી રીતે પડે? તો પહોચી જાવ http://iss.astroviewer.net આ સાઈટ પર. સ્પેશ સ્ટેશનું લાઈવ લોકેશન આ વેબ બતાવે છે. આ વેબ ના ઓબ્જર્વેશન પેજ પર ક્લિક કરી તેમાં તમારા શહેર કે ગામનું નામ લખી સર્ચ કરો એટલે નીચે તરત બતાવશે કે તે ત્યાં કઈ તારીખે, કેટલા વાગે પસાર થશે. બસ તે સમયે પહોચી જાવ ધાબા પર અને કરો આકાશદર્શન…મજા તો પડશે જ…આ વિશે વધારે માહિતી જોયતી હોય તો https://spotthestation.nasa.go આ વેબની મુલાકાત પણ લેવા જેવી છે. સ્પેશ સ્ટેશનની બધી જ રોચક વાતો તમને મળી રહેશે…