સંવિધાન સભામાં આજના દિવસે જ રાષ્ટ્રગીત “જન ગણ મન” અપનાવાયુ હતું

    ૨૪-જાન્યુઆરી-૨૦૧૮

 
૨૪ જાન્યુઆરી ૧૯૫૦. આ દિવસે યોજાઇ હતી સંવિધાન સભા અને આ સભામાં જ “જન ગણ મન” દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. મૂળ બંગાળી ભાષામાં લખાયેલ આ રાષ્ટ્રગીતને નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે અને તેનું હિન્દીમાં અનુવાદ આબિદ અલીએ કર્યુ છે. રવિન્દ્રનાથ ટાગોરે જ એવા કવિ છે જેમણે બે દેશના રાષ્ટ્રગીત લખ્યા છે. તેમણે બાગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ લખ્યું છે. આ ઉપરાંત આજના દિવસે જ દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રાસાદને ચૂંટવામાં આવ્યા હતા.