ભારતને જ્ઞાન પ્રદાતાના રૂપમાં વિકસિત થવાની જરૂર છે : આર્થિક સર્વેક્ષણ

    ૩૦-જાન્યુઆરી-૨૦૧૮

 
કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2017-18 રજૂ કરતા જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના રૂપમાં આવ્યા ઉપરાંત ભારતને જ્ઞાનના એક ઉપભોક્તાના સ્થાન પર જ્ઞાન પ્રદાતાના રૂપમાં પરિવર્તિત થવાની જરૂરી છે.
એક તરફ વૈજ્ઞાનિક શોધ અ જ્ઞાનના વિસ્તાર થઈ રહ્યો છે અને બીજી તરફ ભારતના યુવા એન્જીનીયરીગ, ચિકિત્સા, વ્યવસ્થાપકતેમજ સરકારી નોકરીઓને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. ભારતને વૈજ્ઞાનિક ઉદ્યમના ક્ષેત્રમાં ઉત્સાહને પ્રોત્સાહિત કરવા તેમજ લક્ષ્યનેપુર્નનિર્ધારિત કરવાની જરૂર છે જેથી વધુમાં વધુ યુવા વૈજ્ઞાનિક ઉદ્યમ પ્રત્યે આકર્ષિત થઈ શકે. આનાથી જ્ઞાન ભંડારનો આધારમજબૂત થઈ શકે. વિજ્ઞાનમાં રોકાણ, ભારતની સુરક્ષા વ્યવસ્થાની મૂળભૂત જરૂરીયાત છે. નાગરિકોની સુરક્ષા માટે, જળવાયુપરિવર્તન થી થનારી અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે તથા નવા જોખમો જેવા કે સાયબર યુદ્ધ, ડ્રોન જેવી સ્વાયત્તન સૈન્યપ્રણાલી થી રાષ્ટ્રીય સુરક્ષા જાળી રાખવાના પડકારો માટે પણ વિજ્ઞાનમાં રોકાણની જરૂરિયાત છે.