અત્યાર સુધી 10 લાખ થી વધુ લોકો લઈ ચૂક્યા છે ખેલો ઈન્ડિયાને સફળ બનાવવાના શપથ

    ૩૧-જાન્યુઆરી-૨૦૧૮

 
 
ખેલો ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા માટે અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો શપથ લઈ ચૂક્યા છે. કેન્દ્રીય રમત તેમજ યુવા બાબતોના મંત્રી શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ગત દિવસોમાં ખેલો ઈન્ડિયા શપથનાં કાર્યક્રને શરૂ કરાવ્યો હતો. આ ઉપરાંત ખેલો ઈન્ડિયા એન્થમ પ્રસ્તુત થવાનાં બે દિવસોમાં 20 કરોડ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 11 લાખ લોકો ખેલો ઈન્ડિયા શપથ લઈ ચૂક્યા છે. ખેલો ઈન્ડિયા શપથ આ રમતોને સફળ બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાઈ છે. ખેલો ઈન્ડિયાના માધ્યમથી ભારત સરકાર નાની ઉંમરની પ્રતિભાઓની શોધ કરી તેમને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતના ચેમ્પિયન તરીકે તૈયાર કરવા ઈચ્છે છે. ખેલો ઈન્ડિયા અભિયાન અંતર્ગત પહેલા ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સનું આયોજન 31 જાન્યુઆરી થી 8 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય રાજધાનીના પાંચ આયોજિત સ્થળ પર થશે. એના અંતર્ગત 16 રમતોમાં 3200 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે અને 199 પદકો માટે સ્પર્ધાનું આયોજન થશે.
 
ખેલો ઈન્ડિયાને સફળ બનાવવા માટે જો તમે પણ શપથ લેવા ઈચ્છતા હોય તો તમે www.kheloindia.gov.in પર લોગ ઈન કરો અથવા 902-900-1431 પર મિસ્ડ કોલ આપીને તમે પણ આ શપથ લઈ શકો છો.
 
સાંભળો સપથ...