ચાર વર્ષના આ છોકરાએ એક દિવસમાં ૧૦૦ પુસ્તકો વાંચ્યા

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 
 
અમેરિકાના શિકાગોમાં રહેતા ચાર વર્ષના સેલબ ગ્રીન નામના બાળકે શનિવારનો આખો દિવસ પુસ્તકો વાંચ્યાં. પુસ્તકો વાંચતા દીકરાનો લાઈવ વીડિયો ફેસબૂક પર તેના પિતાએ પ્રસારિત કર્યો. આખા દિવસમાં ટબૂરીયાએ ૧૦૦ પુસ્તકો વાંચી કાઢ્યા. આમ લગાતાર ૧૦૦ પુસ્તક વાંચવાનો વિચાર છોકરાનો હતો. ‚આતમાં તેના માતા-પિતાને લાગતું હતું કે ભલે અત્યારે ઉત્સાહમાં તે કહે છે, પણ પછી કરી નહીં શકે. પહેલાં તો માતા-પિતાએ તેને એકસામટી ૧૦૦ પુસ્તકને બદલે થોડો લક્ષ્યાંક નીચો રાખવા માટે સમજાવી જોયો, પણ ભાઈ ટસના મસ થયા એટલે માતા-પિતાએ તૈયાર થયાં. ફેસબૂક પર પોતે ૧૦૦ પુસ્તક વાંચવાનો છે એવી જાહેરાત પણ કરી. પિતા સાઈલસનું કહેવું છે કે અમને હતું કે જેમ-જેમ સમય જશે એમ તે પોતે કંટાળીને પડકાર પડતો મૂકશે, પણ છેક સુધી તેનો ઉત્સાહ ઘટ્યો નહીં. ઊલટાનું દર દસમી પુસ્તક પૂરી થાય એટલે સેલબ ઊભો થઈને નૃત્ય કરી લેતો. પણ વીડિયોમાં પ્રસારિત થતું. નવ કલાકમાં બે વખત આરામ કરીને તેણે ૧૦૦ પુસ્તકો મોટેથી વાંચી કાઢ્યાં.