સમૂહમાં ગાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

સંગીત મૂડ સુધારવામાં અને મગજને સક્રિય કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એવું તો અનેક અભ્યાસોમાં કહેવાયું છે. જો કે જ્યારે તમે સમૂહમાં ગાઓ છો ત્યારે વધુ ખુશી મળે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે એવું બ્રિટનની યુનિવર્સિટી ઑફ ઇન્ટ એન્ગ્લિયાના નિષ્ણાતોનું કહેવું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જે લોકો કમ્યુનિટી સિંગિગમાં અવાર-નવાર ભાગ લે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું જળવાય છે. જો વ્યક્તિ એન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવાં લક્ષણો અનુભવતી હોય તો સમૂહગાનથી માનસિક સ્વાસ્થ્યમાં નોંધનીય સુધારો થઈ શકે છે. વ્યક્તિ મનથી ખુશ અને પ્રફુલ્લિત રહે માટે સોશ્યલાઈઝિંગ બહુ મહત્ત્વનું છે. એટલે જે લોકો સમૂહમાં ગાય છે તેઓ સ્વાભાવિકપણે સમાજમાં હળવા-ભળવાની બાબતમાં પણ સારા હોય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે નિયમિતપણે સમૂહગાન કરવાની આદત મહિના સુધી જાળવી રાખનારાઓમાં મેન્ટલ ડિસઑડર્સનાં લક્ષણોમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.