મન કી બાત : હું તમને New India Youth માનું છું, તમે પણ ૨૧મી સદીના ભારતના નિર્માતા બની શકો છો

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮

 

 
 
પ્રધાનમંત્રીની ૩૧-૧૨-૨૦૧૭ના રોજમન કી બાતકાર્યક્રમનો મૂળપાઠ

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતનો વર્ષનો અંતિમ કાર્યક્રમ છે અને સંયોગ જુઓ કે આજે વર્ષ ૨૦૧૭નો પણ અંતિમ દિવસ છે. આખું વર્ષ ઘણી બધી વાતો અમે અને તમે શેર કરી. મન કી બાત માટે તમારા ઘણા બધા પત્રો, કોમેન્ટસ, વિચારોનું આદાન-પ્રદાન, મારા માટે તો હંમેશાં એક નવી ઊર્જા લઈને આવે છે. કેટલાક કલાકો પછી વર્ષ બદલાઈ જશે પરંતુ આપણી વાતોનો ક્રમ આગળ પણ રીતે ચાલુ રહેશે. આવનારા વર્ષમાં આપણે વધુ નવીનવી વાતો કરીશું, નવા અનુભવો શેર કરીશું. તમને બધાને વર્ષ ૨૦૧૮ની અનેક-અનેક શુભકામનાઓ.

પહેલી જાન્યુઆરી ૨૦૧૮, અર્થાત્ આવતીકાલ, મારી દ્રષ્ટિથી આવતીકાલનો દિવસ એક સ્પેશ્યલ દિવસ છે. તમને પણ આશ્ર્ચર્ય થતું હશે, નવું વર્ષ આવતું રહે છે, એક જાન્યુઆરી પણ દર વર્ષે આવે છે, પરંતુ જ્યારે સ્પેશ્યલની વાત કરું છું તો સાચે કહું છું કે સ્પેશ્યલ છે. જે લોકો વર્ષ ૨૦૦૦માં કે તે પછી જન્મેલા છે તેઓ એક જાન્યુઆરી ૨૦૧૮થી પાત્ર મતદાતા બની જશે. ભારતીય લોકતંત્ર, ૨૧મી સદીના મતદાતાઓનું ગયૂ ઈંક્ષમશફ દજ્ઞયિંતિનું સ્વાગત કરે છે. હું, આપણા યુવાઓને અભિનંદન આપું છું અને બધાને આગ્રહ કરું છું કે તમે પોતાની મતદાતાના રુપમાં નોંધણી કરાવો. સમગ્ર હિન્દુસ્તાન તમારો ૨૧મી સદીના મતદાતાના ‚પમાં સ્વાગત કરવા માટે ઉત્સુક છે. ૨૧મી સદીના મતદાતા તરીકે તમે પણ ગૌરવ અનુભવતા હશો. તમારો મત ગયૂ ઈંક્ષમશફનો આધાર બનશે. મતની શક્તિ, લોકતંત્રમાં સૌથી મોટી શક્તિ છે. લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મત સૌથી પ્રભાવી સાધન છે. તમે માત્ર મત આપવાના અધિકારી નથી બની રહ્યા, પરંતુ તમે પણ નિર્ધારિત કરશો કે ૨૧મી સદીનું ભારત કેવું હોય ? ૨૧મી સદીના ભારત અંગેનાં તમારાં સપનાં કેવાં હોય ? આમ તમે પણ ૨૧મી સદીના ભારતના નિર્માતા બની શકો છો અને તેની શરુઆત એક જાન્યુઆરીથી વિશેષ ‚પે થઈ રહી છે. અને આજે મારી મન કી બાતમાં હું, ૧૮થી ૨૫ વર્ષના ઊર્જા અને સંકલ્પથી ભરપૂર આપણા યશસ્વી યુવાઓ સાથે વાત કરવા માગું છું. હું તેમને New India Youth માનું છું. New India Youthનો અર્થ થાય છે- ઉમંગ, ઉત્સાહ અને ઊર્જા. મારો વિશ્ર્વાસ છે કે આપણા ઊર્જાવાન યુવાઓના કૌશલ્ય અને તેમની તાકાતથી આપણું New India સ્વપ્ન સાકાર થશે. જ્યારે આપણે નવા ભારતની વાત કરીએ છીએ ત્યારે, નવું ભારત જે જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચારના ઝેરથી મુક્ત હોય. ગંદકી અને ગરીબીથી મુક્ત હોય. New India- જ્યાં બધા માટે સમાન અવસર હોય, જ્યાં બધાની આશા-આકાંક્ષાઓ પૂરી થતી હોય. નવું ભારત જ્યાં શાંતિ, એકતા અને સદભાવના આપણું પ્રેરક બળ હોય. મારું New India youth આગળ આવે અને મંથન કરે કે કેવું બનશે New India.

સકારાત્મકતા અને ઉત્સાહસભર વ્યક્તિ માટે કંઈ અસંભવ નથી. અંગ્રેજીમાં પણ લોકો કહે છે- Pessimism leads to weakness, optimism to power. મેં ગઈ મન કી બાતમાં દેશવાસીઓને અપીલ કરી હતી કે વર્ષ ૨૦૧૭ની તમારી સકારાત્મક ક્ષણો જણાવો અને વર્ષ ૨૦૧૮નું સ્વાગત એક સકારાત્મક વાતાવરણમાં કરો. મને ઘણી ખુશી થઈ કે મોટી સંખ્યામાં લોકોએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ, MyGov અને Narendra Modi App પર ઘણો સકારાત્મક પ્રતિભાવ આપ્યો, પોતાના અનુભવો જણાવ્યા. Positive India (#) સાથે લાખો ટ્વીટ્ થયા જેની પહોંચ લગભગ દોઢસો કરોડથી પણ વધુ લોકો સુધી પહોંચી. એક રીતે સકારાત્મકતાનો જે સંચાર ભારતમાં થયો તે વિશ્ર્વભરમાં ફેલાયો.

સાઉન્ડ બાઇટ

મારું નામ મીનુ ભાટિયા છે. હું મયૂર વિહાર, પોકેટ વન, ફેઝ વન, દિલ્હીમાં રહું છું. મારી દીકરી એમ.બી.. કરવા માગતી હતી. તેના માટે મને બેન્કમાંથી લોન જોઈતી હતી જે મને ઘણી સરળતાથી મળી ગઈ અને મારી દીકરીનો અભ્યાસ ચાલુ રહ્યો.

મારું નામ જ્યોતિ રાજેન્દ્ર વાડે છે. હું બોડલથી વાત કરું છું. અમારો વીમો હતો જેમાં દર મહિને એક રુપિયાનું પ્રિમિયમ કપાતું હતું. તે મારા પતિએ કરાવ્યો હતો અને તેમનું એક અકસ્માતમાં નિધન થઈ ગયું. તે સમયે અમારી શું સ્થિતિ થઈ તે અમે જાણીએ. સરકારની મદદથી અમને ઘણો લાભ થયો અને તેનાથી હું થોડી બેઠી થઈ શકી.

મારું નામ સંતોષ જાધવ છે. અમારા ગામથી, ભિન્નર ગામથી ૨૦૧૭થી નેશનલ હાઇવે પસાર થયો છે. તેના કારણે અમારી સડકો ઘણી સારી થઈ ગઈ અને વેપાર પણ વધશે.

મારું નામ દીપાંશુ આહુજા, વિસ્તાર સાદતગંજ, જિલ્લો સહારનપુર, ઉત્તર પ્રદેશનો નિવાસી છું. બે ઘટનાઓ છે એક તો આપણા ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક જેનાથી આતંકવાદનાં જે લોન્ચિંગ પેડ હતાં- તેમને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવ્યાં અને સાથેસાથે આપણા ભારતીય સૈનિકોનું ડોકલામમાં જે પરાક્રમ જોવા મળ્યું તે અતુલનીય છે.

આવા અનેક લોકો છે જેઓ પોતપોતાના સ્તર પર એવાં કાર્યો કરી રહ્યાં છે જેનાથી અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. હકીકતમાં, તો New India છે જેનું આપણે બધાં સાથે મળીને નિર્માણ કરી રહ્યાં છીએ. આવો, નાનીનાની ખુશીઓ સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ, નવા વર્ષની ‚આત કરીએ અને Positive India ’થી Progressive Indiaની દિશામાં મજબૂત ડગ માંડીએ.

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮

મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબર ૨૦૧૪ પૂજ્ય બાપુની જન્મ જયંતી પર આપણે સૌએ સંકલ્પ કર્યો છે કે પૂજ્ય બાપુનું જે અધૂરું કામ છે એટલે કે સ્વચ્છ ભારત, ગંદકીથી મુક્ત ભારત. પૂજ્ય બાપુ જીવનભર કામ માટે ઝઝૂમતા રહ્યા, કોશિશ પણ કરતા રહ્યા. અને આપણે સૌએ નક્કી કર્યું કે જ્યારે બાપુની ૧૫૦મી જયંતી હોય તો તેમને આપણે તેમના સપનાંનું ભારત, સ્વચ્છ ભારત આપવાની દિશામાં કંઈકને કંઈક કરીએ. શહેરી વિસ્તારોમાં વ્યાપક જન-ભાગીદારીથી પણ પરિવર્તન નજરે પડી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાના સ્તરની ઉપલબ્ધિઓની ચકાસણી કરવા માટે આગામી જાન્યુઆરી થી ૧૦ માર્ચ ૨૦૧૮ વચ્ચે દુનિયાનો સૌથી મોટો સર્વેક્ષણ - સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ કરવામાં આવશે. જાન્યુઆરી થી ૧૦ માર્ચ ૨૦૧૮, દરમિયાન થનારા સ્વચ્છતા સર્વેક્ષણમાં, સ્વચ્છતાની healthy competition માં આપ ક્યાંક પાછળ રહી જાઓ દરેક નગરમાં એક સાર્વજનિક ચર્ચાનો વિષય બનવો જોઈએ. અને આપ સહુનું સપનું હોવું જોઈએ, અમારું શહેર અમારો પ્રયાસ, અમારી પ્રગતિ - દેશની પ્રગતિ. આવો સંકલ્પ સાથે આપણે સહુ ફરીથી એકવાર પૂજ્ય બાપુનું સ્મરણ કરીને સ્વચ્છ ભારતનો સંકલ્પ લેતાં, પુરુષાર્થની પરાકાષ્ઠા કરીએ.

મુસ્લિમ મહિલાઓ હવે મરહમ વગર હજયાત્રાએ જઈ શકશે

મારા પ્રિય દેશવાસીઓ, કેટલીક વાતો એવી હોય છે કે જે જોવામાં બહુ નાની લાગે છે, પરંતુ એક સમાજના ‚પમાં આપણી ઓળખ પર દૂરદૂર સુધી પ્રભાવ પાડનારી હોય છે. આજે મન કી બાતના કાર્યક્રમનાં માધ્યમથી હું આપની સાથે એક એવી વાત તવફયિ કરવા માગું છું. અમારી જાણકારીમાં એક વાત આવી કે જો કોઈ મુસ્લિમ મહિલા હજ યાત્રા માટે જવા માગે છે તો તે મહરમ અથવા તેના male guardian વગર નથી જઈ શકતી. જ્યારે મેં આના વિશે પહેલી વખત સાંભળ્યું તો મેં વિચાર્યું કે આવું કેવી રીતે હોઈ શકે ? આવા નિયમો કોણે બનાવ્યા હશે ? આવો ભેદભાવ કેમ ? અને હું જ્યારે તેના ઊંડાણમાં ગયો તો હું હેરાન થઈ ગયો - આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આવા restriction લગાવનારા લોકો આપણે હતા. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો હતો પરંતુ તેની કોઈ ચર્ચા નહોતી. ત્યાં સુધી કે અનેક ઇસ્લામિક દેશોમાં પણ નિયમ નથી. પરંતુ ભારતમાં મુસ્લિમ મહિલાઓને અધિકાર પ્રાપ્ત થયો નહોતો. અને મને ખુશી છે કે અમારી સરકારે તેના પર ધ્યાન આપ્યું. અમારી Ministry of Minority Affairs આવશ્યક પગલાં પણ લીધાં અને ૭૦ વર્ષથી ચાલતી આવતી પરંપરાને નાબૂદ કરીને restrictionને અમે હટાવી દીધું. આજે મુસ્લિમ મહિલાઓ, મહરમ વગર હજ પર જઈ શકે છે અને મને ખુશી છે કે વખતે લગભગ ૧૩૦૦ મુસ્લિમ મહિલાઓ મહરમ વગર હજ જવા માટે apply કરી ચૂકી છે અને દેશના અલગ અલગ ભાગમાંથી કેરળથી લઈને ઉત્તર સુધી મહિલાઓએ ઉત્સાહપૂર્વક હજ યાત્રા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયને મેં સૂચન આપ્યું કે તેઓ સુનિશ્ર્ચિત કરે કે એવી દરેક મહિલાઓને હજ જવાની અનુમતિ મળે જે એકલી ફાાહુ કરી રહી છે. સામાન્ય રીતે હજ યાત્રીઓ માટે lottery system છે પરંતુ હું ઇચ્છીશ કે એકલી મહિલાઓ ને lottery systemથી બહાર રાખવામાં આવે અને તેમને Special category માં મોકો આપવો જોઈએ. હું પૂરા વિશ્ર્વાસથી કહું છું અને મારી દ્રઢ માન્યતા છે કે ભારતની વિકાસ યાત્રા, આપણી નારી શક્તિના બળ પર, તેમની પ્રતિભાના ભરોસે આગળ વધી છે અને આગળ વધતી રહેશે. આપણો નિરંતર પ્રયાસ હોવો જોઈએ કે આપણી મહિલાઓને પણ પુરુષોની બરાબર સમાન અધિકાર મળે, સમાન અવસર મળે, જેથી તેઓ પ્રગતિના માર્ગ પર એકસાથે આગળ વધી શકે.

પ્રજાસત્તાક દિનને વધાવીએ...

મારા પ્રિય દેશવાસીઓ, ૨૬ જાન્યુઆરી આપણા માટે એક ઐતિહાસિક પર્વ છે. પરંતુ વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૧૮નો દિવસ વિશેષ‚પથી યાદ રાખવામાં આવશે. વર્ષે ગણતંત્ર દિવસ સમારોહ માટે આસિઆનના (ASEAN) તમામ દસ દેશોના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ભારત આવશે. ગણતંત્ર દિવસ પર વખતે એક નહીં પરંતુ દસ મુખ્ય અતિથિ હશે. આવું ભારતના ઈતિહાસમાં પહેલાં ક્યારેય નથી થયું. ૨૦૧૭, આસિઆનના દેશો અને ભારત, બંને માટે ખાસ રહ્યું છે. આસિઆન ૨૦૧૭માં પોતાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા અને ૨૦૧૭માં આસિઆન સાથે ભારતની ભાગીદારીના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. ૨૬ જાન્યુઆરીએ વિશ્ર્વના ૧૦ દેશોના મહાન નેતાઓનું એકસાથે ઉપસ્થિત રહેવું, આપણા ભારતીયો માટે ગર્વની વાત છે.