ટોઈલેટ ચલાવવા ૮૫ લાખની બોલી

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮

બોલિવૂડ ફિલ્મમાં એક ગીતની લાઈન છે - ‘ગંદા હૈ પર ધંધા હૈ યેપરંતુ ધંધામાં કેટલા ફાયદા છે તેની જાણ ટોઈલેટના એક ટેન્ડરમાંથી થઈ. જી, હા, રેલવે સ્ટેશનોના ટોઈલેટ હવે નવો બિઝનેસ હબ બનવા જઈ રહ્યાં છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પરિસરમાં સ્થિત એક ટોઈલેટ ટેન્ડરને જોઈને તો આવું લાગે છે. સૂત્રો મુજબ ટોઈલેટને ચલાવવા માટે ૮૫ લાખ પિયાની બોલી લાગી છે.

સામાન્ય રીતે સ્ટેશનો પર ટોઈલેટની સફાઈનું કામ લેવા માટે વધુમાં વધુ - લાખ રુપિયાની બોલી લગાવાય છે, પણ સીએસએમટીના ટોઈલેટના ટેન્ડર માટે ૧૦ ગણી વધારે બોલી લગાવવામાં આવી. હકીકતમાં ટોઈલેટને પહેલીવાર રિનોવેટ, ઓપરેટ, મેઈન્ટેઈન એન્ડ ટ્રાન્સફર યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યું. રેલવે અનુસાર આવી રીતે કોન્ટ્રાક્ટર શૌચાલયની સ્વચ્છતા પ્રત્યે વધારે ગંભીર થશે.