એક મિનિટમાં જુઓ બજેટની હાઈલાઈટ્સ

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
# દેશમાં પહેલીવાર બજેટ હિન્દીમાં રજૂ થયું, જોકે અરૂણ જેટલીજી થોડું અગ્રેજીમાં પણ બોલ્યા.
 
# કેન્દ્ર સરકાર દ્વારા GST લાગુ કર્યા પછીનું આ પહેલું બજેટ છે.
 
# નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે. આગામી વર્ષે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી છે.
 
#ખેડૂતોને બધા પાક પર ન્યુનતમ સમર્થન મૂલ્ય મળાશે.
 
# લઘુ ઉદ્યોગ અને કૂટીર ઉદ્યોગને ૨૦૦ કરોડ રૂપિયાની સહાય અપાશે.
 
# દેશમાં ૪૨ મેઘા ફૂડપાર્ક બનાવવાંઅ આવશે.
 
# પશુપાલકોને પણ કિશાન ક્રેડિટ કાર્ડ મળશે. મત્સ્ય પાલન કરનારા લોકોને પણ કિશાન ક્રેડિટ કાર્ડ મળશે
 
# વાંસ વન ક્ષેત્રથી અલગ થશે. નેશનલ બામ્બુ મિશન શરૂ કરાશે. આ માટે અલગથી ફંડ આપાશે, કે ૧૨૯૦ કરોડનું હશે.
 
# સરકાર ઓપરેશન ગ્રીન શરૂ કરશે. જેનાથી હવે ખેડૂતોને બટાકા, ડૂગળી, ટામેટા ફેંકવા નહિ પડે, આ માટે ૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફળવાયું છે.
 
# ખેડૂતોના દેવા માટે ૧૧૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ
 
# ૧૪૦૦ કરોડ રૂપિયામાં કૃષિ સંપદા યોજનાની શરૂઆત થશે.
 
# રાષ્ટ્રપતિને ૫ લાખ, ઉપરાષ્ટ્રપતિ ૪ લાખ અને રાજ્યપાલને મળશે ૩ લાખનો પગાર. સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધશે.
 
# ૧૪ સરકારી કંપનીઓને શેર બજારમામ લવાશે.
 
# રેલવેની પડી રહેલી જમીનનો ઉપયોગ કરવામાં આવશે. સ્ટેશનો પર વાઈ ફાઈ, સીસીટીવી લગાવવા પર ધ્યાન અપાશે.
 
# ૬૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે.
 
# બિટકોઇન જેવી કરન્સી નહિ ચાલે.
 
# ૧ લાખ ગ્રામ પંચાયતને મજબૂત બનાવવામાં આવશે.
 
# ૨.૫ લાખ ગામડાઓમાં બ્રોડમેંડને પહોંચાડવા કામ કરવામાં આવશે.
 
# ઈન્ટરનેશનલ લેવલના ૧૬ એરપોર્ટ બનાવવામાં આવશે.
 
# ૩૬૦૦ કિમીની નવી રેલ્વે લાઈન લગાવવાંમાં આવશે.
 
# ૪૦૦૦ થી વધારે માનવસંચાલિત ક્રોસિંગ બંધ કરવામાં આવશે અને બધી જ રેલ્વે લાઈન બ્રોડગેજ લાઈનમાં પરિવર્તિત કરવામાં આવશે.
 
# રેલવે પર ૧ લાખ ૪૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
 
#રેલવેને વીજળીથી ચલાવવાં આવશે.
 
# ૧૦ શહેરોમાં આઈકૉનિક ટૂરિજમનો વિસ્તાર કરવામાં આવશે.
 
# ૭૦ લાખ નવી નોકરીઓ આપવાની યોજના છે, નવી નોકરીમાં ૧૨ ટકા EPF આપશે સરકાર.
 
# દરેક જિલ્લામાં સ્કિલ સેન્ટર ખોલવામામ આવશે.
 
# ૨૦૨૦ સુધીમાં ૫૦ લાખ યુવાનોને સ્કોલરશીપ આપવામાં આવશે.
 
# ૨૪ નવા મેડિકલ કોલેજ ખોલવામાં આવશે.
 
# લઘુ ઉદ્યોગો માટે ૩૭૯૪ કરોડ રૂપિયાનું બજેટ
 
# મુદ્રા યોજના માટે ૩ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
 
# ટીબીના દર્દીઓ માટે દર મહિને ૫૦૦ રૂપિયાની મદદ
 
# શિક્ષકો માટે B.Ed પ્રોગ્રામ ને નવી રીતે તૈયાર કરવામાં આવશે.
 
# વડાપ્રધાન રીસર્ચ ફેલો સ્કીમની શરૂઆત થશે.
 
# હેલ્થ વેલનેશ સેન્ટર માટે ૧૨૦૦ કરોડ નું ફંડ
 
# ૫૦ કરોડ લોકોને ૫ લાખ સુધીનું વર્ષનું મેડિક્લેમ.
 
# ૫ લાખ સ્વાસ્થ્ય કેન્દ્ર લોકોના ઘરની નજીક બનશે.
 
# લોકોને મફતમાં દવા આપવાની યોજના
 
# ૨૦ લાખ બાળકોને શાળાએ મોકલવાનું લક્ષ્ય
 
# ૨ વર્ષમા ૨ કરોડ શૌચાલય બનાવવાનું લક્ષ્ય
  
# શહેરી વિસ્તારમાં ૩૭ લાખ નવા મકાન બનાવાઅશે.
 
# ટેક્સમાં કોઈ રાહત આપવામાં નથી આવી.
 
#૩૧ જાન્યુઆરી પછી ખરીદેલા શેર પર ૧૦ ટકા ટેક્ષ
 
# વડિલો માટે FD, RD, પર વ્યાજ ટેક્ષ ફી હશે.
 
# ૧૦૦ કરોડ ટ્ર્નઓવર વાળી કંપનીઓએને ૨૫ ટકા ટેક્ષમામ રાહત.