ક્રિકેટ જગતની સૌથી ગંદી ઘટના આજે ઘટી હતી…!!

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
ક્રિકેટને જેન્ટલમેનની રમત ગણવામાં આવે છે. પરંતુ ક્રિકેટ જગતમાં મેદાનમાં જે બને છે તેનાથી ઘણીવાર લાગે કે આને જેન્ટલમેન રમત કેમ ગણવી. જો કે કેટલીક સારી ઘટના પણ ઘટે છે. પણ આજે વાત કરવી છે એક ખરાબ ઘટનાની. જે આજે જ એટલે કે ૧ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ મેદાનમાં ઘટી હતી. આ દિવસે મેદાનમાં ખેલભાવનાનું રીતસર અપમાન થયું હતું. આ દિવસને ક્રિકેટના ઇતિહાસનો કાળો દિવસ પણ માનમાવાં આવે છે. અવું કેમ? એવું તો શું બન્યું હતું તે દિવસ મેદાનમાં? તો આવો જાણીએ…
 
તે સમયે ઓસ્ટ્રેલિયામાં બેંસન એન્ડ હેજેસ વર્લ્ડ કપની સીરીજ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિય,ભારત અને ન્યુઝીલેન્ડ આ ત્રણ દેશો વાચ્ચે. જેમાં ભારતની ટીમ તો બહાર થઈ ગઈ હતી પણ ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે થવાની હતી. ફાઈલ કૂલ પાંચ મેચ હતી. તેમાંથી જે ટીમ ત્રણ મેચ જીતે તે ટીમને વિજાતા ગણવામા આવતી,.૧ ફેબ્રુઆરી ૧૯૮૧ ના રોજ ત્રીજી ફાઈનલ રમાઈ રહી હતી. પહેલી બે મેચમાં બન્ને ટીમે એક એક મેચ જીતી હતી. ત્રીજી મેચ નિર્ણાયક હતી. આ મેચ જે ટીમ જીતી જાય તે પાંચ મેચની ફાઈનલમાં આગળા નીકળી જાય તેમ હતી. બસ આ આગળ નિઇકળવાની પ્રબળ ઇચ્છાએ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન સાથે એ કામ કરવ્યું જે આજ સુધી ક્યારેય થયું ન હતું.
 
શું થયું હતું તે દિવસે?
 
તે દિવસે ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટીંગ કરી ૨૩૫ રન બનાવ્યા હતા. તેમના કેપ્ટન હતા ગ્રેગ ચેપ્પલ. એજ ચેપ્પલ જેણે ભારતીય ટીમના કોચ બની ભારતીય ટીમને તોડી પાડી હતી. ન્યુીલેન્ડ માટે જીતવા ૨૩૬ રન કરવાનાં હતાં. આ મેચ છેલ્લી ઓવર શુધી રસાકસીથી ભરેલી રહી. આવા સમયે છેલ્લી ઓવરમીં ન્યુઝીલેન્ડને ૧૫ રન કરવાના હતા. બિલિંગ કરવના હતા ગ્રેગ ચેપ્પલના ભાઇ ટ્રેવર ચેપ્પલ. કટોકટી એવી આવી કે એક બોલમાં ૭ રન કરવાના આવ્યા. ક્રિસ પર બેટ લઈને ઉભો હતો ન્યુઝીલેન્ડનો નવો ખેલાડી બ્રાયન મેક્કેની. જે છક્કો મારે તો પણ ન્યુઝીલેન્ડ મેચ જીતવાની ન હતી. પણ તેમ છતા ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ગ્રેગ ચેપ્પલ તેનાથી ડરી ગયો. તેણે તેના ભાઈને આવી ને કહ્યું કે અંડરઆર્મ બોલિંગ કર. એટલે કે રગડતી બોલ ફેંકી દે…જેમાં છક્કો મારવો અશક્ય હોય છે. ક્રિકેટનાં નિયમ મુજબ તે ગેરનાનૂની ન હતું પણ આ રીતે બોલિંગ કરવી ખેલભાવનાની વિરુધ્ધ જરૂર ગણાય. પણ ગ્રેગ ને તેની પરવા ન હતી. તેને તો મેચ પર પકડ જમાવવી હતી. અને ટ્રેવરે એવું જ કર્યું . રગડતો બોલ ફેંકી દિધો. બેસ્ટ્મેન પણ આ જોઇ પોતાનું બેટ ગુસ્સામાં ફેંફી દીધુ અને ગુસ્સો વ્યક્ત કર્યો. આ મેચ ઓસ્ટ્રેલિયા ૬ રનથી જીતી ગયું પણે તે જીત ક્રિકેટના ઇતિહાસમાં કાળો દિવસ તરીકે કાયમ માટે નોંધાય ગયો…
 
જુવો એ છેલ્લી ઓવર…