પ્રમાણિકતા – અપ્રમાણિકતા

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

મયંક ખૂબ માયાળુ સ્વભાવનો છોકરો. કોઈને પણ મદદ કરવામાં એને આનંદ આવે. વિદ્યાર્થી તરીકે પણ હોંશિયાર. પરીક્ષાના દિવસો. મયંક ખૂબ સરસ રીતે પરીક્ષા આપે, પણ તેનો મિત્ર કેયુર અભ્યાસમાં આળસુ તેથી ચિઠ્ઠી-ચપાટી દ્વારા ચોરી કરે. વેળા આચાર્યશ્રી વિશેષ તપાસમાં વર્ગખંડમાં આવ્યા. કેયુર મૂંઝાયો, ચોરી માટે બહાર કાઢેલ કાગળનો ટુકડો આચાર્યની નજર ચૂકવી બાજુની બૅંચમાં બેઠેલ મયૂરને પકડાવી દીધો.

મયૂર હલબલી ગયો, પણ હવે શું થાય ? ચબરખી પોતાની જવાબવહીમાં છુપાવી દીધી અને નાહકનું જોખમ વહોરી લીધું. તમામ વિદ્યાર્થીઓની ક્ષમતાથી વાકેફ આચાર્યને ખાતરી હતી કે કેયુર જાતે પાસ થાય નહિ. એટલું નહીં ચોરી કરતો હોય ! તેમણે કેયુરની તલાશી લીધી, પરંતુ કશું મળ્યું નહિ, તેઓને આશ્ર્ચર્ય થયું. બે મિનિટ વિચાર પણ કર્યો, આવું કેમ બને ? જેમને ખબર હતી એવા બે-ચાર બીજા પરીક્ષાર્થીઓ પણ ભયભીત થઈ ગયા કે નાહકનું મયંક જેવા હોંશિયાર વિદ્યાર્થીને પરીક્ષામાં ચોરીનું કલંક લાગશે, પણ કેયુરને ગળા સુધી વિશ્ર્વાસ હતો કે મયુરની તલાશી કોઈ શિક્ષક ક્યારેય લે ! છે પ્રામાણિકતાના મહોરા પાછળ ચાલ્યું જવાશે તેવો અપ્રામાણિકતાનો વિશ્ર્વાસ.

વર્ષો વીતી ગયાં. સંજોગોવશાત્ કેયુર મેજિસ્ટ્રેટ બન્યો અને મયુર ચોર. મયુરને ચોર તરીકે જોઈને કેયુરને પરીક્ષાખંડ યાદ આવી ગયો. જો તેણે દિવસે માયાળુપણાના અને દોસ્તીના અતિરેકમાં અપ્રમાણિકતાનું સમર્થન કરીને પોતાને બચાવ્યો હોત તો તે આજે કદાચ મેજિસ્ટ્રેટ પણ બની શક્યો હોત. અજ્ઞાત મનમાં રહેલા આભારના ભાવે મયંકને બચાવવાનું મન બનાવ્યું અને ગુનેગાર મયંકને કાયદાકીય આંટીઘૂંટીનો આશરો લઈ નિર્દોષ છોડી દીધો.

મિત્રો, આને આપણે પ્રમાણિક મયંકની અપ્રમાણિકતા અને અપ્રમાણિક કેયુરની પ્રમાણિકતા કહી શકીશું ? લાગણીમાં ખોટા કાર્ય પ્રત્યે આંખમીંચામણા કે આભારવશ સમર્થન બંને એકસરખું છે.

- નરેન્દ્ર ત્રિવેદી (પાલિતાણા)