મહેન્દ્રસિંહ ધોનીને ગુસ્સો આવ્યો અને ચહલે રન આપવાનો રેકોર્ડ બનાવ્યો…

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ત્રણ ટી-20ની શ્રેણી 1-1થી સરખેસરખી થઈ છે. બીજી મેચમાં ભારતની બેટિંગ સાથે બોલિંગને પણ નિષ્ફળતા સાંપડી હતી. પરિણામે ભારતીય ટીમની હાર થઈ હતી. હારની સાથે સાથે બે નવેઅએ વાત પણ જોવા મળી. એક એ કે હંમેશાં શાંત રહેતો ધોની ગુસ્સામાં જોવા મળ્યો અને દક્ષિણ આફ્રિકાના બધા ખેલાડીઓએને હંફાવનાર ભારતીય સ્પીનર યુઝવેન્દ્ર ચહલે સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ બનાવ્યો.
 
પહેલા વાત ધોનીની…
 
વાત છે મેચની પહેલી ઇનિગંસની છેલ્લી ઓવરની…મેચની અંતિમ ઓવરમાં ધોની પાસે સ્ટ્રાઈક હતી અને સામે મનીષ પાંડેની હતો. તે વારંવાર સ્કોર બોર્ડ પર ધ્યાન આપતો હતો પણ રનિંગ માટે ધોનીના ઇશારા પર ધ્યાન આપતો ન હતો. આથી ધોનીને ગુસ્સો આવ્યો. અને ધોનીએ ઉગ્ર અવાજ સાથે પાંડેને કહ્યું હતું કે
ઓય
B#@#@# વહાં ક્યા દેખ રહા હૈ
આવાઝ નહીં આયેગી
ઈશારા દેખના...
 
 
 
બીજી વાત ચહલની…
 
આ મેચમાં ચહલે ૪ ઓવરમાં ૬૪ રન આપ્યા. આફ્રિકાના વિકેટ કીપર હેનરિક ક્લાસેને ચહલની ઓવરોમાં સાત છગ્ગા અને બે ચોગ્ગા ઝીંક્યા હતાં. આ સાથે ચહલે ટી-20 મેચમાં સૌથી વધારે રન આપનાર ભારતીય બોલરનો રેકોર્ડ રચ્યો છે.અગાઉ ઈગ્લેન્ડ સામે ડરબનમાં ખેલાયેલી મેચમાં ભારતને જોગિંદર શર્માએ 57 રન આપ્યા છે. આમ ચહલે આ રેકોર્ડ તોડી નવા ઈતિહાસની રચના કરી છે